જલ્સા કરોને જેંતીલાલ

સોનમ કપૂરે જણાવી સેલિબ્રિટીની સુંદરતા પાછળની કડવી સચ્ચાઈ, તમને પણ જાણીને નવાઈ લાગશે…

સેલિબ્રિટીઝના સૌંદર્ય પાછળનું સત્ય ઉજાગર કરતી સોનમ કપૂર


આપણે બધા સોનમ કપૂરને સારી રીતે જાણીએ છીએ. તે ક્યારેય પોતાની ફિલિંગ્સ સોશિયલ મિડિયા પર અભિવ્યક્ત કરતાં શરમાતી નથી. પછી તે કોઈના વખાણ હોય કે કોઈને વખોડવા હોય. તે એ બધું ખુબ જ સારી રીતે કરી જાણે છે.

અને ઘણાં અંશે તેની વાતોમાં સત્ય હોય છે. અને તે તેની અભિનય ક્ષમતા માટે ભલે લોકોમાં જાણિતી ન હોય પણ તેની ફેશન સેન્સ અને તેના બોલ્ડ સ્ટેટ્સમેન્ટ માટે સોશિયલ મિડિયા પર ઘણી લોકપ્રિય છે.

તાજેતરમાં સોનમે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી જેમાં તેણીએ સેલિબ્રિટીઓના સૌંદર્ય પાછળનું સત્ય ઉજાગર કર્યું હતું.

તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કંઈક આમ લખ્યું હતું, “તો, દરેક ટીનએજ છોકરી જે પોતાના બેડરૂમના અરિસામાં તાકી તાકી ને જોઈ રહેતી હોય અને એવું વિચારતી હોય કે તે કેમ કોઈ સેલિબ્રિટી જેવી નથી લાગતી,

તો તેના માટે એ જાણી લેવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે કોઈ સેલિબ્રિટીની જેમ નથી ઉઠતું. હું પણ નહીં, કે બીજી કોઈ અભિનેત્રી પણ નહીં. (બેયોન્સે પણ નહીં – તે હું સમ ખાઈને કહી શકું છું.)

આ રહી હકીકત : દરેક જાહેર પ્રદર્શન વખતે હું મેકઅપ સીટમાં 90 મિનિટ પસાર કરું છું. ત્રણથી છ લોકો મારા વાળ અને મેકઅપ પર કામ કરે છે, જ્યારે કોઈ પ્રોફેશનલ મારા નખને ટચઅપ આપી રહ્યું હોય છે.

હું દર અઠવાડિયે મારી આઇબ્રોનું થ્રેડિંગ કરાવું છું. મારા શરીરની એવી એવી જગ્યાએ કાઉન્સીલર લગાવવામાં આવે છે જે વિષે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ત્યાં કાઉન્સિલરની જરૂર હશે.

હું રોજ સવારે 6 વાગ્યે ઉઠી જાઉં છું અને 7.30 સુધીમાં જીમ પર પહોંચી જાઉઁ છું. ત્યાં હું ડોઢ કલાક એક્સરસાઇઝ કરું છું અને કેટલીક સાંજે તો સુતા પહેલાં પણ એક્સરસાઇઝ કરું છું.

કોઈકની ચોવીસ કલાકની જવાબદારી હોય છે એ ધ્યાન રાખવાની કે હું શું ખાઈ શકું છું અને હું શું નથી ખાઈ શકતી. મારા ખોરાક કરતાં મારા ફેસપેક્સમાં વધારે ઇનગ્રેડિયન્ટ હોય છે. એક ટીમ છે જે મારા માટે અદ્ભુત વસ્ત્રો શોધવા માટે સમર્પિત રહે છે.

આટલું બધું કરવા છતાં હું પુરતી “ફ્લોલેસ” ન લાગું તો મારા ફોટોગ્રાફ્સ કે વિડિયોને ફોટોશોપ કરવામાં આવે છે.

મેં પહેલાં પણ કહ્યું હતું અને કહેતી રહીશ: એક સ્ત્રી સેલિબ્રિટીને તમે જ્યારે તેને જાહેરમાં જુઓ છો ત્યારે જેવી દેખાય છે તેવા દેખાવા માટે એક લશ્કર, અઢળક નાણા, અને ઘણોબધો સમય લાગે છે. આ કંઈ વાસ્તવિક નથી, અને આવી કોઈ મહેચ્છા કરવાની પણ જરૂર નથી.

જો મહેચ્છા કરવી જ હોય તો આત્મવિશ્વાસની કરો. સુંદર હોવાની લાગણી, નિશ્ચિંતતા અને પ્રસન્ન હોવાની મહેચ્છા કરો અને તે પણ કોઈ પણ જાતના ચોક્કસ બીબામાં ઢળાયા વગર.

માટે હવે પછી તમે ક્યારેય 13 વર્ષની ટીનએજ છોકરીને મેગેઝીનમાં પ્રકાશીત થયેલા ચમકતા ચહેરા, શાઇની વાળ ધરાવતી બોલિવૂડ એક્ટ્રેસ સામે તાકી રહેલી જુઓ તો તેના દેખાવમાંની આ ફ્લોલેસનેસના ભ્રમને તોડી નાખજો.

પણ તેને કહેજો કે તેણી કેટલી સુંદર છે, તેણીના સ્મીતને કે પછી તેણીના હાસ્યના કે પછી તેણીની ઇન્ટેલીજન્સના કે પછી તેણીની ચાલના વખાણ કરજો.

તેણીના દેખાવમાં કંઈ ખામી છે તેવી માન્યતામાં તેણીને મોટી ન થવા દેતા, અથવા તેણી કંઈક અલગ કરશે તો કંઈક અલગ દેખાશે તેવું પણ ન કહેતા, તેણીને એવા કોઈ હાઇ સ્ટાન્ડર્ડ માટે પ્રેરિત ન કરો કે જ્યાં કોઈ પોસ્ટર પર પ્રકાશિત સેલિબ્રિટી સ્ત્રી પણ ન પહોંચી શકે.”

– સોનમ કપૂર

સોનમ કપૂર પોતાની આ બોલ્ડ ઇન્સ્ટાગ્રામ વાળી પોસ્ટ દ્વારા સ્ત્રીઓને માત્ર એટલું જ કહેવા માગે છે કે તેઓ એવા ભ્રમમાં ન રહે કે સેલિબ્રિટીઓ સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવી દેવતાઓ છે. તેઓ પણ સામાન્ય માણસો છે અને તેમનો દેખાવ પણ તમારા મારા જેવો સામાન્ય છે. અને દેખાવ પાછળ ખડે પગે રહેતા આખા લશ્કર દ્વારા સજી ધજીને તૈયાર થઈને જાહેરમાં આવતા સેલિબ્રિટીઓ કોઈ મોટી તોપ નથી.

તમારે તમારી અંદરની જાતને પ્રેમ કરવાનો છે, વખાણવાનો છે બિરદાવવાનો છે. તમારે તમારી ત્વચા તમારા વાળ કે તમારા રંગને વખોડવા કે વખાણવાના નથી પણ સ્વિકારવાના છે અને તેમાં જ આત્મવિશ્વાસ કેળવવાનો છે. ટુંકમાં “Be your self” એટલે કે તમે જેવા છો તેવા જ રહો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version