સોનમ કપૂરના રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, જુઓ રોચક તસવીરો…..તમને બહુ જ ગમશે….

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર મંગળવારે પંજાબી રીત-રિવાજની સાથે પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. તેના પછી સાંજે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ લીલાનાં એક વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.જેમાં તમામ હસ્તિઓ સામેલ હતી. આ રિસેપ્શનમાં સોનમ કપૂર અને આનંદ આહૂજા સહિત સમગ્ર  પરિવાર મહેમાનો સ્વાગત માટે વેન્યું પર પહોંચ્યો હતો. સૌથી પહેલા પિતા અનિલ કપૂર અને કાક સંજય કપૂર મહેમાનોના સ્વાગત માટે પહોંચ્યા હતા. સોનમમા રિસેપ્શનમાં હાજરી આપવા માટે બોલિવૂડની અભિનેત્રી રાણી મુખર્જી મુંબઈની તે હોટલમાં પહોંતી હતી જ્યાં સોનમનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાનીએ ગોલ્ડન કલરનો લહેંગા ચોલી પહેર્યા હતા.

રાની સિવાય  કંગના રનોત, વિધુ વિનોદ ચોપરા, રાજકુનાર હિરાની જેવી હસ્તીઓ રિસેપ્શનમાં પહોંચી હતી.

સોનમ અને આનંદના લગ્ન આજે શિખ ધર્મ અનુસાર થયા હતા. આ લગ્નમાં અમિતાભ બચ્ચન, કરણ જોહર, જેકલિન ફર્નાડિઝ, રાની મુખર્જી, રણવીર સિંહ, કરીના કપૂર, કરિશ્મા કપૂર અને સેફ અલી ખાન સામેલ થયા હતા.

હવે રિસેપ્શનમાં  બોલિવૂડનાં કેટલાંક સ્ટાર્સ પહોંચી ગયા છે. આ રિસેપ્શનમાં બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર પોતાની પત્ની મીરા કપૂર સાથે પહોંચ્યા છે.તમને જણાવી દઈએ કે, મીરા પ્રેગ્નેટ છે અને તે શાહિદ કપૂરના બીજા બાળકની માં બનવાની છે. આ  ખાસ પ્રસંગે શાહિદ કપૂર સૂટમાં જોવા મળ્યો હતો તો મીરાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો.

તે સિવાય કરિના કપૂર ખાન, સ્વરા ભાસ્કર, સંજય કપૂરનો પરિવાર, કરણ જોહર અને તેમણી માતા, રેખા, ઈમરાન ખાન, શત્રુધ્ન સિન્હા પોતાના પરિવાર  સાથે રિસેપ્શનમાં જોવા મળ્યા હતા. તે સિવાય બોની કપૂર, અમર સિંહ, જેકી શ્રોફે પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

રાજનીતિક હસ્તિયોમાં શિવશેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની પત્ની સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના પૂર્વ નેચા અમર સિંહ પણ સોનમ અને આનંદના રિસેપ્શનની પાર્ટીમાં હાજરી આપી હતી.

સલમાન ખાને પણ આપી હાજરી……

રિશી કપૂરની જોડી  હજી પણ બેસ્ટ જોડીમાં જોરદાર ચાલે …સાચું ને દોસ્તો ?

અક્ષય ને ટ્વિન્કલની જોડી આ ફંકશનમાં સિમ્પલ ને સુપર હિટ જોડી સાબિત કરી શકાય….

ગ્રીન ચોલીમાં સજ્જ આલીયાભટ્ટ

વાહ, જુહી તો જુહી જ છે…હજી પણ એવી જ યુવાન લાગે છે ને ….ચુલબુલી ને નટખટ આ અભિનેત્રી 

શાહરૂખ ને ગૌરી પણ પોતાની અનોખી અદામાં હાજર રહ્યા હતા.

રેખાની તો વાત જ નિરાળી છે…એનો જલવો તો હમેશા આવો જ રહેશે…..

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ

રોજ રોજ સેલીબ્રિટિઓના ન્યુઝ ને અપડેટ વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું ફેસબુક પેઈજ 

ટીપ્પણી