આનંદની થઈ સોનમ કપૂર, જુઓ લગ્ન બાદની આ કપલની તસવીરો….તમને ખુબ જ ગમશે…!!!

સોનમ અને આનંદ આહૂજા આજે લગ્ન બંધનમાં જોડાય ગયા. સોનમ અને આનંદનાં લગ્નની તસવીરો વાયરલ થઈ ગઈ છે. ફોટોને જોવા માટે ફેન્સ બહુ ઉત્સાહિત છે અને સાંજે રિસેપ્શન પાર્ટીની તસવીરોની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે.

સોનમ કપૂર અને હવે તેણો પતિ બનેલા આનંદ આહુજા, લગ્ન પહેલા એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. હવે આ જોડી પતી-પત્ની બની ગઈ છે. પરંતુ આ લગ્નમાં વરમાળા પહેરાવતી વખતે સોનમને તેની એક જુની આદતના કારણે સાંભળવું પડ્યું.

સોનમ પોતાના પતિ આનંદ આહુજાને પ્રેમથી ‘બાબુ’ કહીને બોલાવે છે, તેણે કહેવામાં આવ્યું કે બાબૂ નહીં હવે ‘તમે’ કહેવાનું તેવી સલાહ આપવામાં આવી. તમને જણાવી દઈએ કે, આજે મુંબઈમાં સોનમ અને આનંદના પંજાબી રીત-રિવાજથી લગ્ન થયા.

I think we're going to cry now! @sonamkapoor @anandahuja #SonamKiShaadi #EverydayPhenomenal

A post shared by KHUSHI KAPOOR (@khushikapoor_the_crush) on

લગ્નમાં વરમાળા પહેરાવતી વખતે સોનમ કપૂર પોતાના નટખટ અંદાજમાં પતિ આનંદ આહુજાને સૌથી પહેલા માળા પહેરાવે છે. પરંતુ આ દરમિયાન તેણા હાથમાં બાંધેલા કલીરા, આનંદના સૂટમાં ફસાય જાય છે.

આ જોઈને સોનમથી બોલાય ગયું, ‘શોરી બાબુ…મોમ હેલ્પ..’ પરંતુ સોનમના મોઢામાંથી આનંદ માટે બાબુ સાંભળીને તેણી પાછળ એક મહિલા ટોકે છે. ‘બાબુ નહી, હવે તમે કહો’, ‘ત્યારે સોનમ કહે છે ઓકે તમે’…ઉપરના વિડીયોમાં તમે આ પ્રસંગ જોઈ શકો છો…!!

તમને જણાવી દઈએ કે, આ જોડી આજે મુંબઈમાં સોનમ કપૂરના આન્ટી કવિતા સિંહના હેરિટેજ બંગ્લામાં થઈ હતી. બ્રાંદ્રા સ્થિત આ બંગ્લામાં સોનમ અને આનંદના લગ્ન પંજાબી રીત-રિવાજની સાથે થયા હતા.

સોનમની મહેંદીમાં ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા, તેવી જ રીતે સોનમમાં લગ્નમાં પણ બોલિવૂડ સ્ટાર્સમો જમાવડો જોવા મળ્યો હતો.

સોનમે લગ્ન માટે અનુરાધા વકિલ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ લાલ કલરનો લહેંગા ચોલી પહેર્યો હતો. જ્યારે આનંદએ બેજ કલરની શેરવાની પહેરી હતી. સોનમ આ લહેંગા એકદમ સુંદર દેખાતી હતી.

સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા 32 વર્ષનો છે અને દિલ્હીમાં મોટો બિઝનેસમેન છે. આ બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આનંદ આહુજા વ્યાપારી હરીશ આહુજાનો પૌત્ર છે. હરીશ આહુજા શશી એક્સપોર્ટના માલિક છે.

જે ભારતની સૌથી મોટી કાપડ એક્સપોર્ટ કરતી કંપની છે. તેમજ આનંદ ખુદ ભારતનો પહેલો મલ્ટી બ્રાન્ડ સ્નીકર (સૂઝ) બુટીક ખોલનાર વેપારી છે.

સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આપ સૌ ને આ ફોટોસ કેવા લાગ્યા ? અમને કોમેન્ટ માં અચૂક જણાવજો !!!! સાંજે રીસેપ્શન ના ફોટોસ પણ અમે શેર કરીશું….જોતા રહેજો….!!

ટીપ્પણી