તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ શરૂ થયો તે દિવસથી અત્યાર સુધી એટલો જ લોકપ્રિય છે. તેમાં રહેલા પાત્રોની એક અલગ જ ઓળખાણ છે અને ચાહકવર્ગ છે. જેઠાલાલ અને દયા હોય કે રોશન એન્ડ રોશન સિંઘ સોઢી દરેકનો એક ચાહકવર્ગ છે. ત્યારે તારક…માં માધવી ભાભીનો રોલ ભજવી રહેલી સોનાલિકા જોશી ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ ભીડેની પત્ની તરીકે માધવી સ્ક્રિન પર દેખાય છે. માધવી એટલે કે સોનારિકા છેલ્લા 11 વર્ષથી તારક મહેતા… સાથે જોડાયેલી છે.

માધવી મરાઠી પરીવારમાંથી જ આવે છે અને સ્ક્રિન પર તેની સાદગી લોકોને ખૂબ પસંદ આવે છે. શૉમાં તે અથાણા અને પાપડનો બિઝનેસ કરે છે. સ્ક્રિન પર એકદમ સાદી દેખાતી માધવી ભાભી વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. એક્ટ્રેસ ઘણીવાર સોશ્યલ મિડીયા પર તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરે છે સાથે તેને વાહનોનો પણ ખૂબ શોખ છે.

સોનાલિકાના પતિનું નામ સમીર જોશી છે. સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah)ના ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવી ભીડે(Madhvi Bhide) આખા ઘરનો પાઈ પાઈનો હિસાબ રાખે છે.

એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી હોવાથી તે પૈસાની કિંમત જાણે છે અને ઘર ચલાવવા માટે અથાણા-પાપડનો બિઝનેસ પણ કરે છે. શોમાં આ પાત્ર સોનાલિકા જોશી ભજવી રહી છે. તે 12 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ શોનો ભાગ રહી છે. પણ તમે જાણો છો કે સોનાલિકા જોશી(Sonalika Joshi) શોમાં બિઝનેસ કરવાની સાથે સાથે રિયલ લાઈફમાં પણ બિઝનેસ કરે છે?

સોનાલિકા જોશી ફેશન ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી છે અને તેણે આ શોખને એક બિઝનેસ તરીકે સ્થાપિત કર્યો છે. તે શરૂઆતથી જ અભિનયની સાથે સાથે ફેશન ડિઝાઇનિંગની પણ શોખીન છે અને તે તેના બંને શોખને સારી રીતે પૂરી કરી રહી છે.

સાથે જ તે બિઝનેસમાંથી ખૂબ જ સારી કમાણી કરે છે. ઉલ્લેખનીય છે કે ડેલી સાબુની એડ કરવા માટે કલાકારોને સારી ફી મળે છે. તેથી આ રીતે સોનાલિકા જોશી પણ સાબુ અને તેના વ્યવસાયથી સારી કમાણી કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર એક એપિસોડના સોનલિકા જોશી 25 હજાર રૂપિયા લે છે. આ રીતે એક મહિનામાં જ તેની સારી કમાણી થાય છે. આ શોમાં સોનાલિકા જોશી ભલે એક મધ્યમ વર્ગની મહિલાની ભૂમિકામાં હોય પરંતુ રિયલ લાઈફમાં તે કરોડપતિ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માધવી ભીડે એટલે કે સોનાલિકા જોશીને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના એપિસોડ માટે આશરે 25 હજાર રૂપિયા મળે છે. તે અભિનયની શોખીન હતી, તેથી તેણે થિયેટર પણ કર્યું. આ સિવાય તેણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ લીધો છે. રીઅલ લાઇફમાં કરોડપતિ સોનાલિકાને ભટકવાનો શોખ છે અને શૂટિંગમાંથી સમય મળતાંની સાથે જ તે ફરવા માટે બહાર આવે છે. માધવીએ તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી બાદમાં તેણે મરાઠી ફિલ્મોમાં પણ ખૂબ કામ કર્યુ અને છેલ્લા 11 વર્ષથી તે તારક મહેતા… શૉ સાથે જોડાયેલી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,