જલ્સા કરોને જેંતીલાલ

સોનાલી બ્રેન્દ્રે એ દિલની વાત શેર કરી છે, તેની ભાવનાત્મક દર્દભરી લાગણી વાંચીને તમારી પણ આંખો છલકાઈ જાશે…

સોનાલી બ્રેન્દ્રે એ દિલની વાત શેર કરી છે, તેની ભાવનાત્મક દર્દભરી લાગણી વાંચીને તમારી પણ આંખો છલકાઈ જાશે… સોનાલી બેન્દ્રે એ ગંભીર બીમારીમાંથી બહાર આવીને લાગણી સભર વાત રજૂ કરી છે, મન ભરાઈ જાશે જાણીને…


આપણે સૌ જાણીએ છીએ કે જાણીતી બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે છેલા દોઢેક વર્ષથી કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહી હતી. હાલમાં જ તેણે એક મોનોક્રોમ તસ્વીર શેર કરી છે. જેમાં તેણે પોતાના પ્રસંશકોને પોતાની તબીયતની સુધારા વિશે જાણ કરી અને તેમને મુશ્કેલ સમયમાં પણ સાથ નિભાવવા માટે અને શુભેચ્છા સંદેશ મોકલતાં રહેવા માટે આભાર માન્યો હતો.

સોશિયલ મીડિયા દ્વારા તે સતત તેની તબીયતની જાણકારી આપતી રહેતી


સોનાલી બેન્દ્રેએ બીમારી દરમિયાન અવારનવાર તેના સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઉપર તેના ફોટોઝ શેર કરતી રહી છે, અને પ્રસંશકોની સાથે સંપર્કમાં રહી છે. સોનાલી બેન્દ્રેની જ્યારથી તબીયત નાદુરસ્ત થઈ છે તે ટ્રીટમેન્ટ કરાવવા અમેરિકા સ્થાયી થઈ છે. એ સમયે પહેલા જ કિમો થેરાપીની ટ્રીટમેન્ટ વખતે જ્યારે તે પોતાના દીકરા સાથેનો ફોટો શેર કર્યો હતો ત્યારે તેની આ બીમારી વિશે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા અને એની જલ્દી સાજા થવાની દુવાઓ પણ આપી રહ્યા હતાં.


સોનાલી બ્રેન્દ્રેએ એક વખ તેનો તદ્દન વાળ વિનાનો ફોટો પણ શેર કર્યો હતો. ત્યારે અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝએ તેનું મનોબળ વધારવા માટે તેને સપોર્ટ કર્યો હતો અને બહાદૂર અભિનેત્રી કહીને બીરદાવી હતી. એક વખત સારવારના વચગાળાના સમયમાં પુસ્તકો વાંચે છે તેવી પણ પોસ્ટ તેણે મૂકી હતી અને અન્ય સેલિબ્રિટીઝ તેને મળવા આવતા એવા પણ ફોટોઝ તે શેર કરતી હતી.

વધુમાં તેની યુ.એસની હેરસ્ટાઈલિસ્ટ સાથેનો પણ તેણે એક ફોટો શેર કરેલો છે, જેમાં તે વીગ પહેરીને તેની સાથે ફોટો પડાવી રહી છે અને તેનો આભાર પણ માની રહી છે કે તેને આ નવું લૂક આપ્યું જેથી તે હવે નોર્મલ દેખાઈ શકશે.


શું કહ્યું છે એવું આ નવી પોસ્ટમાં જેથી તે અને તેના પ્રસંશકો થયા ભાવુક?

મોનોક્રોમ સ્ટાઈલના આ ફોટોમાં બે વિભાગમાં વહેંચાયેલ આ ફોટો છે. જેમાં એક તરફ તેનું પહેલાંનું લાંબા વાળવાળો ચહેરો છે અને બીજી તરફ તેનો ટૂંકા વાળવાળો હાલનો બીમારીમાંથી ઉભરીને આવેલ તાજી તસ્વીર છે. બંનેનું એક સાથે ગ્રે સ્કેલમાં કોમ્બીનેશન કરેલું છે.

તેણે તસ્વીરની સાથે કેપ્શન મૂક્યું છે કે તમારા દર્દ સાથે તમે મજબૂત રહો, જે તકલીફમાં જ હિમ્મતવાન રહેશે તે એક ફૂલની જેમ ખીલી ઊઠશે. તમારા બધાનો ખૂબ આભાર કે મારા કપરા સમયમાં પણ મારો સાથ નિભાવ્યો. હું આજે મુશ્કેલીમાંથી બહાર આવી રહી છું અને એક ખૂબસૂરત ફૂલની જેમ મહેકવા પ્રયાસ કરી રહી છું.


દર્દ અને પીડાને જેણે સહન કર્યું છે અને મૃત્યુને જેણે મ્હાત આપીને નવા જીવન તરફ જેણે ફરી પગલાં ભર્યા છે એનો ઉત્સાહ સોનાલી બ્રેન્દ્રેના આ શબ્દો થકી જરૂર સમજી શકાય છે. તેણે ભાવનાત્મક અને સર્જનાત્મક રીતે પોતાની વાત ફેન્સ સુધી સફળતાપૂર્વક અને સરળતાથી પહોંચાડી છે. આ મોનોક્રોમ ફોટો જ એટલો અસરકારક લાગે છે જેમાં તેનો ભૂતકાળ અને આજ બંને એક સાથે વ્યક્ત થઈ આવ્યો છે.

આપણે પણ સોનાલી બેન્દ્રેને ગેટ વેલ સૂન સાથે જલ્દી જ સ્વસ્થ થઈને ફરીથી રાબેતું જીવન જીવવા લાગે એવી શુભેચ્છાઓ આપીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version