બોલિવૂડની મશહૂર અભિનેત્રી સોનાલી બેંદ્રે કેન્સરનાં ચોથા સ્ટેજ પર છે, ન્યૂયોર્કમાં કરાવી રહી છે ટ્રીટમેન્ટ

બોલિવૂ઼ડ અભિનેત્રી અને ટેલીવિઝન પર જજ તરીકે જોવા મળતી સોનાલી બેંદ્રેએ પોતાના ટ્વિટર પર એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોનાલી બેંદ્રેએ જણાવ્યું કે, તેમને હાઈ ગ્રેડ કેન્સર છે અને તેનું નિદાન ન્યૂયોર્કમાં કરાવી રહી છે. સોનાલી બંદ્રેને મેટાસ્ટેટિક કેન્સર થયું છે. જે શરીરના તમામ બીજા અંગો સુધી ફેલાય ગયું છે. રિપોર્ટ અનુસાર, ચોથા સ્ટેજ પર તેમનું કેન્સર છે. ગયા મહિને તેમને મુંબઈની ઈન્દુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને કેન્સરની જાણ થઈ હતી.

सोनाली बेंद्रेતેમને પોતાના ટ્વિટર પર જણાવ્યું કે, તેમને આ બીમારી વિશે ખબર જ નહતી. ડોક્ટરની સલાહથી મારો ઈલાજ ન્યૂયોર્કમાં કરવામાં ચાલી રહ્યો છે. હું કેન્સરની જંગ સામે લડી રહી છૂ અને મને ખબર છે કે મારા પરિવાર અને મિત્રોની તાકાત અને પ્રાર્થના મારી સાથે છે. સોનાલી બેંદ્ર અને આમિર ખાનની ફિલ્મ સરફરોશ સુપરહિટ રહી હતી. જો કે, સોનાલી બેંદ્રેએ પોતાના ટ્વિટમાં કહ્યું કે આ બીમારી સામે લડવા માટે એક જ ઉપાય છે કે આ ખરાબ સમયમાં તે જલ્દીથી બહાર આવી જાય.

સોનાલી બેંદ્રે છેલ્લા કેટલાય વર્ષોથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને બી ટાઉનથી દૂર જ રહે છે. જો કે, તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર હંમેશા એક્ટિવ રહે છે. તેમને બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. સોનાલીએ ‘સરફરોશ,’ ‘હમ સાથે સાથે હૈ’, જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું.

તેમને શાહરુખ ખાનની ફિલ્મ ‘કલ હો ના હો ના હો’ માં એક્ટિંગ કરી છે. સોનાલી પહેલા કરતા અત્યારે વધારે ગ્લેમરસ દેખાય છે. સોનાલીના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે. સોનાલી ઘણા ટીવી શો જેવા કે ‘ઈન્ડિયા ગોટ ટેલેન્ડ’, ‘ઈન્ડિયન આઈડલ 4’ જેવા શો માં જજ ની ભૂમિકામાં જોવા મળી હતી.

સોનાલી છેલ્લે વર્ષ 2013માં આવેલી ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ દોબારા’ માં જોવા મળી હતી. ફિલ્મો કરતા વધારે સોનાલી તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહેતી. એક સમય હતો જ્યારે પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તર તેમના પ્રેમમાં પાગલ હતો. શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં મજાકમાં કહ્યું હતું કે, જો સોનાલી તેમનું પ્રપોઝલ સ્વીકાર નહીં કરે તો તે સોનાલીનું કિડનેપ કરાવી દેશે.

સોનાલીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1994માં આવેલી ફિલ્મ ‘આગ’ થી કરી હતી. આ ફિ્લ્મમાં સોનાલીની સાથે સુપરસ્ટાર ગોંવિદા જોવા મળ્યો હતો. આ ફિલ્મ એટલી બધી ચાલી નહોતી. 1996માં સોનાલીની ફિલ્મ ‘દિલજલે’ રિલીઝ થઈ હતી જેમા સોનાલીની એક્ટિંગ લોકોને બહું પસંદ આવી હતી.

સોનાલી બેંદ્રે મશહૂર રાજનેતા રાજ ઠાકરેના પ્રેમમાં પડી હતી. રાજ ઠાકરે પણ સોનાલીના પ્રેમમાં હતો. કહેવામાં આવે છે કે, રાજ ઠાકરે ,સોનાલીનાં પ્રેમમાં એટલો પાગલ હતો કે તે સોનાલી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ રાજ ના લગ્ન પહેલા જ થઈ ગયા હતા. જ્યારે આ વાત શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરેને ખબર પડી ત્યારે તેમને રાજ ઠાકરેને સોનાલી સાથે લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી.

Sunil and Sonaliસોનાલીએ 12 નવેમ્બર 2002માં ફિલ્મ ડિરેક્ટર ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા સોનાલીનું સુનીલ શેટ્ટી સાથે અફેર હતું તેવી ચર્ચા થઈ હતી. સુનીલ શેટ્ટી એક્શન હીરો હતો, તેમને સ્ટાઈલિશ આઈકોન માનવામાં આવતા હતા એટલે કોઈ પણ છોકરી તેમના પ્રેમમાં પડી જાય તે સ્વભાવિક છે. સોનાલીને પણ સુનીલ બહુ પ્રેમ કરતો હતો પરંતુ પછી બંને એકબીજા થી અલગ થઈ ગયા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી