જલ્સા કરોને જેંતીલાલ

ગભરાયા વગર સોનાક્ષીએ મુંબઇના રસ્તા પર ચલાવ્યુ બાઇક, વિડીયોમાં જોઇ લો તમે પણ

કરીના કપૂરના રેડિયો શોમાં હાજરી આપવા સોનાક્ષી પહોંચી બૂલેટ બાઈક પર – જુઓ વિડિયો

તાજેતરમાં બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ભારે વખાણ પણ કરી રહ્યા છે. આ વિડિયોમાં સોનાક્ષી સિન્હા મુંબઈના રસ્તાઓ પર બાઈક ચલાવતી જોવામાં આવી રહી છે. મુંબઈના ટ્રાફિક વચ્ચે તેણી રોયલ એનફિલ્ડ એટલે કે દેશના યુવાનોની જાન એવું બૂલેટ બાઈક ચલાવી રહી છે, પાપારાઝી પોતાને મળેલો આ અવસર ભલા કેવી રીતે ચૂકી શકે. સોનાક્ષીની સાથે સાથે ફોટોગ્રાફર્સ પણ તેની તસ્વીરો તેમજ વિડિયો લેવા દોડી રહ્યા છે.

આ વિડિયો જોઈ તમને એવું લાગશે કે દબંગના ચુલબુલ પાંડેની જેમ સોનાક્ષી બાઈક પર સવારી કરી રહી છે. સોનાક્ષીની આ વિડિયો જાણીતા બોલીવૂડ ફોટોગ્રાફ વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. સોનાક્ષીના ફેન્સ તેના આ મોટરબાઈક અંદાજથી તેના પર ફીદા થઈ ગયા છે.

વિડિયોમાં સોનાક્ષી સિન્હા લોકોને જણાવી રહી છે કે તમે ગાડી ના રોકો. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા કરીના કપૂરના એક રેડિયો શોમાં પોતાનો ઇન્ટર્વ્યૂ આપવા જઈ રહી હતી અને આ વખતે તેણીએ કાર નહીં પણ બાઈકની સવારી પસંદ કરી હતી.

જો કે કેટલાક લોકોએ સોશિયલ મિડિયા પર રસ્તા પર આ પ્રકારનો કેઓઝ ઉભો કરવા માટે સોનાક્ષી સિન્હાની નિંદા પણ કરી હતી. તમે વિડિયોમાં જોઈ શકો છો કે સોનાક્ષીના બોડીગાર્ડે તેની રક્ષા કરવા માટે બાઈક પરથી ઉતરીને તેણી માટે રસ્તો પણ કરી આપવો પડ્યો હતો.

image source

તો વળી એક યુઝરે તેણીની એક્ટિંગ સ્કિલ સાથે તેણીની બાઈક રાઇડીંગ સ્કિલ સરખાવતા બાઇક રાઇડીંગ સ્કિલના વખાણ કર્યા હતા, તો વળી કેટલાક ફેન્સે તેણીને મુંબઈના ટ્રાફિકમાં બાઇક ચલાવવા માટે દબંગ ગર્લ કહીને તેણીના વખાણ પણ કર્યા. આમ સોનાક્ષીને પોતાના આ પ્રયાસ માટે મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો.

image source

કરીનાના રેડિયો શો ‘વ્હોટ વીમેન વોન્ટ’માં સોનાક્ષી વ્હાઇટ આઉટ ફીટમાં જોવા મળી હતી તો કરીના કપૂર પિંક આઉટફીટમાં જોવા મળી હતી. અને આ ઇન્ટરવ્યૂ દરમિયાનની તસ્વીર પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

image source

સોનાક્ષી સિન્હાની ફિલ્મોની વાત કરીએ તો તેણીએ છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ દબંગ 3માં કામ કર્યું હતું. જો કે પ્રથમ બે ફિલ્મો જેવે દેખાવ આ ત્રીજો ભાગ ન કરી શકી. એક બાજુ દેશમાં સીએએનો વિરોધ ચાલી રહ્યો છે માટે પણ ફિલ્મના બિઝનેસ પર તેની માઠી અસર થઈ હતી. જો કે ફિલ્મે 100 કરોડનો બિઝનેસ તો કરી જ લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version