મહાદેવના ભક્તો માટે હમણા થોડા સમય પહેલા ખુબ સારા સમાચાર આવ્યા છે. તે લોકો હવે પોતાના ઘરે બેસીને સોમનાથ મહાદેવ મંદીરનો પ્રસાદ મંગાવી શકશે. તમે હવે આ પ્રસાદ તમને પોસ્ટની મદદથી મળશે. આ સેવાની શરૂઆત પી. કે. લહેરીએ કરી છે. આમ આ સેવાથી મહાદેવના ભક્ત પોતાના ઘરે જ સોમનાથનો પ્રસાદ મેળવી શકે છે.

આ વાત સાંભળીને સોમનાથ મંદીરના ભાવિકો ખુબ જ ખુશ થયા છે. આ સેવા આજથી જ શરૂ કરવામા આવી છે. ઘણા લોકો એવા છે જે મહાદેવના ભક્ત હોવા છતા તે લોકો મંદીરની મુલાકાત લઇ શકતા નથી. તેથી મંદીરના ટ્રસ્ટએ આ સેવા ચાલુ કરવાનો નિર્ણય લીધો. આનો પ્રારંભ મંદીરના ટ્રસ્ટી અને સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી દ્વારા કરવામા આવ્યો છે. આ સેવામા ઇ સીસ્ટમથી પોસ્ટના માધ્યમથી ભક્તોને પ્રસાદ પહોંચાડવામા આવશે.
ભારતમા ગમે ત્યા ત્રણ દિવસમા પોસ્ટ વિભાગની મદદથી પ્રસાદ પહોંચાડશે :

આખા ભારતમા તમે ગમે ત્યા રહેતા હશો તો તમને બે થી ત્રણ દિવસ મહાદેવનો પ્રસાદ મલી જશે. આમ આના માટે તમારે ભારતીય પોસ્ટ વિભાગને બસો પચાસ રુપિયા આપવાના રહેશે. તે લોકો તમારા ઘરે પ્રસાદ પહોંચાડી દેશે. પ્રસાદમા તમને મંદીર દ્વારા બસો ગ્રામ મગજના લાડવા અને બસો ગ્રામ જેટલી ચિક્કિ આપવમા આવશે. આમ તમને મહાદેવનો સ્વાદિષ્ટ અને તેમના આશીર્વાદ વાળો પ્રસાદ હવે તમારા ઘરે જ તમે મેળવી શકો છો.
તમારા ઘરે જ તમને મહાદેવના આશીર્વાદવાળો પ્રસાદ મળી શકશે :

આમ ભગવાનને ધરવામા આવેલ વસ્તુનો સ્વાદ ખુબ જ સારો આવે છે. તેમા અલગ જ સ્વાદ આવે છે. તેથી બધા લોકોને તેનુ સેવન કરવુ ખુબ જ પસંદ આવે છે. આના સેવનથી મન એકદમ ખુશ થાય છે અને જો તે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ દેવનો હોય તો તેનો તો અલગ જ સ્વાદ આવે છે. તેથી આજથી શરૂ થતી આ સેવાથી તમે ભારતમા ગમે ત્યા આને મેળવી શકો છો. હા તમને ખાલી બસો પચાસ રુપિયામા તમારા ઘરે તમે પ્રસાદ મેળવી શકો છો. આમ એટલા રુપિયા અડધો કિલો જેટલો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તમને પહોંચાડવામા આવશે. આમ આના માટે તમારે તમારી નજીક આવેલ કોઇ પણ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી જોશે.
આને મેળવાવા માટે તમારે મંદીર ટ્રસ્ટના નામનુ બસો પચાસ રુપિયાનો મની ઓર્ડર કરવો પડે છે :

જે દિવસે તમે મંદીર ટ્રસ્ટના નામનુ મની ઓર્ડર કરશો તેના ત્રણ દિવસમા તમને પ્રસાદ તમારા ઘરે મળી જશે. આમ આ સેવાની બાર જ્યોતિલિંગમા પ્રથમ જ્યોતિલિંગનો પ્રસાદ તમે ત્રણ દિવસમા તમારા ઘરે મેળવી શકો છો. આ સેવા વિશે માહેતી થોડા દિવા પહેલા સોમનાથમા આવેલ રામ મંદીરના ઓડીટોરિયમમા મંદીર ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણ ભાઇ લહેરીએ આપી હતી.

આ સેવા મંદીર ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ દ્વારા આ ઇ સીસ્ટમની શરૂઆત કરવા આવી છે. આમ આ મંદીરમા પ્રસાદ ભારઈય ફુડ વિભાગ દ્વારા બનાવી આપવામા આવે છે. આ પ્રસાદ લાંબા સમય સુધી શુદ્ધ અને સારો રહે છે. તે ખરાબ થતો નથી. એટલા માટે ભારતાના થોડા નાણાએ ગમે ત્યા આ પ્રસાદનો આનંદ માણી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!