ઇતિહાસમાં પહેલી વાર સોમનાથમાં કાર્તિક પૂનમની મહાપૂજામાં બનશે કંઇક એવું કે…

દુનિયાભરમાં જાણીતા એવા સોમનાથ મંદીરમા આજે કારતકી પૂનમની મહાપૂજામાં પહેલી વાર મેળો નહિ યોજાય એટલું જ નહીં મહાદેવ શંકરના ભક્તો પણ એમને નહિ મળી શકે.

સોમનાથ મંદીર ના ઇતિહાસમા પહેલીવાર એવું બનશે કે કારતક મહિનાની પૂનમની મહાપૂજા અને આરતીમા ભોળાનાથના ભાવિકો નહિ હોઇ. વધતા જતા કોરોના વાયરસના વ્યાપના કારણે સોમનાથનો કારતકી પૂનમ નો મેળો રદ કરવામાં આવ્યો છે. આજે રાત્રે 12: 30 વાગ્યે પૂનમની મહાપૂજા અને ત્યારબાદ પૂનમ ની મહાપૂજાની મહાઆરતી થશેં

image source

તમને જણાવી દઈએ કે સોમનાથમા ભલે કારતકી પૂનમનો મેળો રદ હતો પણ મધરાત્રીની મહાપૂજા અને આરતી તો ક્યારે બંધ નથી રહી. આજે મધરાત્રે સોમનાથમાં ભાવિક ભક્તો વિનાની મહાપૂજા અને મહાઆરતી થશેં

હાલ કોરોનાની સ્થિતિ ગુજરાતમાં છે ગંભીર

image source

ગુજરાતમાં દિવાળીના તહેવાર અને શિયાળાની શરૂઆત પછીથી જ કોરોના વાયરસની પકડ વધુ મજબૂત બનતી જણાઈ છે અને બે દિવસથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે.

image source

કોરોનાના વધતા જતા વ્યાપ અને અમદાવાદમાં કોરોનાના કારણે મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં પરિસ્થિતિ બેકાબુ બનતી જણાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સામે આવ્યા છે.

છેલ્લા પાંચ દિવસના આંકડા કઈક આ મુજબ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં નવા કેસ સામે આવ્યા એ પછી સાજા થયેલા દર્દીઓની સંખ્યાનો આંકડો 1,87,969 પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કુલ 15 દર્દીઓની કોરોના વાયરસના કારણે મોત થઇ છે એ પછી કોરોનાના કારણે કૂલ મૃત્યુઆંક 3953 પર પહોંચી ચુક્યો છે.

image source

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં હાલમાં કોરોનાના 14792 એક્ટિવ કેસ છે. એની સામે રાજ્યમાં રિકવરી રેટ 90.93 ટકા થયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે પણ સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,887 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 76,90,779 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે, જે એક ચિંતાજનક વાત છે.

image source

ગઈ કાલે એટલે કે 28 નવેમ્બરના રોજ ગુજરાતના અમદાવાદમાં 357 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10 પોઝિટિવ મળ્યા હતા જ્યારે સુરતમાં 284માંથી 2, વડોદરામાં 179માંથી 1, ગાંધીનગરમાં 67માંથી 1, રાજકોટમાં 151માંથી 1 પોઝીટીવ કેસ સામે આવ્યો હતો. આ ઉપરાંત ગઈ કાલે ભાવનગરમાં 27, બનાસકાંઠામાં 58, આણંદમાં 25, અરવલ્લીમાં 7, મહેસાણામાં 57, પંચમહાલમાં 24, બોટાદમાં 3, મહિસાગરમાં 25, ખેડામાં 32, પાટણમાં 50, જામનગરમાં 40, ભરૂચમાં 19, સાબરકાંઠામાં 27, ગીર સોમનાથમાં 12, દાહોદમાં 29, છોટા ઉદયપુરમાં 6, કચ્છમાં 16, નર્મદામાં 9, દેવભૂમિ દ્વારકામાં 6, વલસાડમાં 3, નવસારીમાં 3, જૂનાગઢમાં 28, પોરબંદરમાં 2, સુરેન્દ્રનગરમાં 13, મોરબીમાં 19, તાપીમાં 2, અમરેલીમાં 18 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ