જલ્સા કરોને જેંતીલાલ

સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલી છે આ રસપ્રદ વાતો…

સોમનાથ જ્યોતિલિંગનો પ્રાગટ્ય ઇતિહાસ :


ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં, સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ છે જે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આવેલું છે. શિવ પુરાણ અનુસાર, આ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રદેવ દ્વારા કરવામાં આવી હતી.

પ્રજાપતિ દક્ષની પુત્રીઓ ચંદ્ર સાથે લગ્ન કરી હતી, પરંતુ ચંદ્ર તેની પત્નીઓમાંની એક હતી દેવી રોહિણી તેને જ વધારે પ્રેમ કરતાં.

ચંદ્રદેવના આ વર્તનથી બાકીની 26 પત્નીઓ ખૂબ દુખી દુખી રહેવા લાગી. પરંતુ કશું કરી શકતી નહી, ત્યારબાદ તેમણે આ ફરિયાદ તેમના પિતા પ્રજાપતિ દક્ષને કરે છે.

આ સાંભળી પ્રજાપતિ દક્ષ સૌ પ્રથમ ચંદ્રદેવને સમજાવવાની કોશિશ કરે છે. પરંતુ ચંદ્રદેવને કોઈ જ ફર્ક નથી પડતો.

પરંતુ ચંદ્રને આ વાત પર કોઈ અસર થતી ન હતી, રોહિની સાથે તેમનો સંબંધ રોજ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. તે રોહિની સાથે જ વધારે સમય પસાર કરવા લાગ્યા.

બીજી બાજુ તેમની બધી પત્નીઓએ ફરી આ વિષે દક્ષને ફરિયાદ કરી. ત્યારે ફરી દક્ષે ચંદ્ર સાથે આ બાબતે વાત કરી. પરંતુ રૂપના અભિમાનમાં ચંદ્ર તેમનું પણ અપમાન કરે છે. ત્યારે ગુસ્સે થયેલા પ્રજાપતિદક્ષે શ્રાપ આપ્યો કે આજથી ચંદ્રદેવ ક્ષય રરોગથી પીડાશે.

આ બાજુ ચંદ્રદેવ શ્રાપના કારણે ક્ષય રોગથી પીડવા લાગ્યા. ત્યારે તેમણે ખૂબ પસ્તાવો થયો ને દક્ષની માફી માંગે છે. ને પસ્તાવા લાગે છે. ત્યારે દક્ષ તેમણે બ્રમાજી પાસે જવાની સૂચના આપે છે.

ત્યારે ચંદ્ર સોમનાથના દરિયા કિનારે એક શિવલિંગની સ્થાપના કરે છે ને શિવ આરાધના કરી. ત્યારે મહાદેવ એમની પૂજા ને ભક્તિથી શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ચંદ્રએ પોતાના શાપની વાત કરી. આથી શિવજીએ ચંદ્રને શાપ મુક્ત કર્યો.

એટ્લે ચંદ્રએ સ્થાપિત કરેલ આ શિવલિંગને સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version