શું તમે સોમનાથ મહાદેવના મંદીરની હવામાં તરતી મૂર્તિનું રહસ્ય જાણો છો ?

આપણે આજે વાત કરવાના છીએ સોમનાથ મંદીરની કેટલીક રહસ્યમયી અને અજાણી વાતો વિષે.

આપણા 12 જ્યોતિર્લિંગોમાંનું સૌથી મહત્ત્વનું જ્યોતિર્લિંગ સોમનાથ છે. ચંદ્રદેવે પોતાને અપાયેલો શ્રાપ દુર કરવા માટે મહાદેવની પુજા કરી પોતાને શ્રાપ મુક્ત થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by untolditihasa (@untolditihasa) on


આ ઉપરાંત પણ બજી ઘણી બધી દંતકથાઓ આ મંદીર સાથે જોડાયેલી છે પણ આજે અમે તમને સેમનાથ મંદીરની અર્વાચીન કથા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખુબ જ રોચક તેમજ અદભુત છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે સોમનાથ મંદિરને અનેક વાર તોડવામાં આવ્યું હતું અને અગિયારમી સદીમાં સોમનાથ મહાદેવની મૂર્તિને અવકાશમાં લટકતી પણ જોવામાં આવતી હતી અને લોકો તેની શ્રદ્ધાથી પુજા કરતા હતા. તો ચાલો જાણીએ તે પાછળનું રહસ્ય.

 

View this post on Instagram

 

A post shared by jai mahakal (@somnath_mahakal) on


સોમનાથ મંદિર વેરાવળના દરિયા કાંઠાની શોભા વધારતું અદભુત પ્રભાવ તેમજ આભા ધરાવતું મંદિર છે. સોમનાથ મંદીરને આપણે હિન્દુ ધર્મની ચડ-ઉતરનું પ્રતિક પણ કહી શકીએ છીએ કારણ કે તેને અન્ય ધર્મના શાસકો દ્વારા કેટલીએ વાર નેસ્ત નાબુદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને તેનું કેટલીએ વાર પુનઃનિર્માણ પણ કરવામાં આવ્યું હતું. પણ જ્યારે ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળી ત્યારે આપણા પ્રથમ ગૃહ મંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પુનઃનિર્માણ શરૂ કરાવ્યું. છેવટે તેને સંપૂર્ણ ઓપ આપીને 1955ના ડિસેમ્બર માસમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શ્રદ્ધાળુઓને સમર્પિત કરવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by મારું ગામ વેરાવળ 💞😇 (@marugamveraval) on


એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું. આ મંદિરનો ઉલ્લેખ હિન્દુ ધર્મના સૌથી જુના ગ્રંથો જેવા કે ભાગવદ્ ગીતા, સ્કંદ પૂરાણ, શિવ પુરાણ અને ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. સૌમનાથ મંદિર ખુબજ વૈભવશાળી હોવાથી તેને વિદેશી હુમલાવરો દ્વારા કેટલીએ વાર ખંડિત કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Colours of India 🇮🇳™ (@colours.of_india) on


એવું કહેવાય છે કે સૈકાઓ પહેલાં સોમનાથ મંદિર સાગના લાકડામાંથી બનેલા 56 સ્તંભો પર બનેલું હતું. એવી પણ માન્યતા છે કે મંદિરની મૂર્તિ પુરાણકાળમાં હવામાં અદ્ધર જુલતી જોવા મળતી હતી. તે સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ પણ ઉત્કૃષ્ટ હતી.

ચંદ્ર ગ્રહણના દિવસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉમટી આવતા હતા.

એવું પણ કહેવામાં આવે છે કે પુજાગૃહ અંધાર્યું રહેતું હતું અને તેની નજીક સોનાની સાંકળ હતી જેનું વજન લગભગ 200 મણ હતું. આ ઉપરાંત જુના સમયમાં મૃત વ્યક્તિઓની આત્મા આ મંદિરમાં આશરો લેતી હતી અને અહીં તેમને નવો દેહ આપવામાં આવતો હતો એવી પણ વાયકાઓ છે. આ ઉપરાંત કહેવયા છે કે ભરતીના સમયે સમુદ્ર ખુદ મૂર્તિની પુજા માટે મંદિરમાં પ્રવેશે છે.

 

View this post on Instagram

 

A post shared by mahadev__ (@mahakaal_dewani) on


1025માં જ્યારે તૂર્ક શહેનશાહ મહમૂદ ગઝનવીએ મંદિર પર હૂમલો કર્યો ત્યારે તેને મંદિરની મૂર્તિ હવામાં લટકતી જોવા મળી હતી જેને જોઈ તે સ્તબ્ધ થઈ ગયો હતો અને તેણે પોતાના સેવકોને તેના રહસ્યની તપાસ કરવા આદેશ આપ્યો હતો. જ્યારે સેવકોની માહિતી તેને સંતોષજનક ન લાગી ત્યારે તેણે પોતે જ મૂર્તિની આજુબાજુ ભાલો ફેરવી તપાસ કરી તો તેને મૂર્તિને આધાર આપતી કોઈ જ વસ્તુ ત્યાં જોવા ન મળી.

ત્યારે તેમાંના એક સેવકે પોતાનું બુદ્ધિચાતુર્ય બતાવતા જણાવ્યું કે મંદિરના ગુંબજમાં ચુંબકો લાગ્યા છે અને કારીગરોએ ખુબ જ કુશળતાથી આ લોખંડની મૂર્તિને હવામાં રાખી છે. છેવટે તેને સંતોષ ન થતાં તેણે મંદીરનું ગુંબજ તોડ્યું અને તેના પથ્થરો કાઢી નાખ્યા અને તે સાથે જ હવામાં ઝુલતી મૂર્તિ જમીન પર પડી ગઈ. આમ આ રીતે લોકોની સામે હવામાં તરતી મૂર્તિનું રહસ્ય સામે આવ્યું. આ જાણીને એવું કહી શકાય કે તે સમયે પણ સોમનાથ મંદિરનું નિર્મણ તેના સમય કરતાં ઘણું એડવાન્સ હતું.

 

View this post on Instagram

 

A post shared by jai mahakal (@somnath_mahakal) on


ત્યાર બાદ 1296માં આલાઉદ્દિન ખીલજીની સેનાએ પણ સોમનાથ મંદિર પર હૂમલો કર્યો હતો. ત્યાર બાદ ફરી 1308માં સૌરાષ્ટ્રના ચૂડાસમા રાજા મહિપાલ દેવે ફરી મંદિરનું નિર્મણ કર્યું અને તેમના દીકરા રા ખેંગારે પોતાના શાસન દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરી. 1375માં ફરી સોમનાથ મંદિરનો ધ્વસ્ત ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ પહેલાં દ્વારા કરવામાં આવ્યો. ત્યાર બાદ ફરી મહમ્મદ બેગડા દ્વારા 1451માં મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું. ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યાર બાદ ફરી 1665માં મુઘલ શાસક ઓરંગઝેબે પણ મંદિરને ધ્વસ્થ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by jai mahakal (@somnath_mahakal) on


ત્યાર બાદ પૂણેના પેશ્વા, નાગપુરના રાજા ભોંસલે, કોલ્હાપૂરના છત્રપતિ ભોંસલે, ઇન્દોરના રાણી અહિલ્યા બાઈ અને ગ્વાલિયરના શ્રીમંત પાટિલબુઆ શિન્દેએ ભેગા મળીને 1738માં ધ્વસ્થ થયેલી જગ્યાની બાજુમાં જ નવા મંદિરનું નિર્માણ કર્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ