ઉપવાસ કરવાના નિયમો વિશે જાણો છો તમે ? નથી જાણતાં તો વાંચી લો આ રસપ્રદ વિગતો વ્રત ઉપવાસ વિશેની…

હિંદૂ ધર્મમાં વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે વ્રત ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. વ્રત કરવાના અન્ય કારણો પણ હોય છે. જેવી રીતે વ્રતના પ્રકાર અલગ અલગ હોય છે તેવી રીતે વ્રત કરવાના નિયમ પણ અલગ હોય છે. જો વ્રત નિયમાનુસાર ન કરવામાં આવે તો તેનું ફળ મળતું નથી. આ ઉપરાંત વ્યક્તિ જો વ્રત કર્યા પછી તેના નિયમોનો ભંગ કરે તો તેના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. જો તમે પણ સોળ સોમવાર, શુક્રવાર, મંગળવાર કે કોઈ ખાસ દિવસે વ્રત ઉપવાસ કરતાં હોય તો જાણી લો વ્રત સાથે જોડાયેલી આ પાયાની અને મહત્વની વિગતો.

ઉપવાસ અને વ્રતનું મહત્વ

વ્રત અર્થ એક દિવસ ભૂખ્યા રહેવું નથી હોતો. વ્રત શારીરિક તેમજ માનસિક શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે. વ્રત કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને તેનાથી ધાર્મિક લાભ પણ થાય છે. ઈષ્ટદેવ સમક્ષ મનોકામના વ્યક્ત કરી અને પછી વ્રત કરવાનો સંકલ્પ લેવાનો હોય છે.

વ્રતના પ્રકાર

શાસ્ત્રોનુસાર વ્રતના અનેક પ્રકાર હોય છે જેમાં સૌથી મહત્વના હોય છે નિત્ય, નૈમિત્તિક અને કામ્ય વ્રત. નિત્ય વ્રત ભગવાનને પ્રસન્ન કરવા માટે નિયમિત કરવામાં આવે છે. જેમકે કોઈ સાંઈભક્ત નિયમિત રીતે ગુરુવારનું વ્રત કરે. નૈમિત્તિક વ્રત એટેલ કોઈ ખાસ અવસર કે પ્રસંગ નિમિત્તે વ્રત કરવામાં આવે. જેમકે હનુમાન જયંતિ, વટ સાવિત્રી વગેરે. જ્યારે ત્રીજુ કામ્ય વ્રત એટલે વિશેષ કામના સાથે નિયત કરેલા સમય માટે કરવામાં આવતું વ્રત. જેમકે કોઈ માનતા કે બાધા લીધા બાદ કરવામાં આવતાં ઉપવાસ.

ધાર્મિક દ્રષ્ટિએ વ્રતનું મહત્વ સૌથી વધારે છે, જો કે કેટલાક લોકો તેને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભકારક માનીને કરતાં હોય છે. પરંતુ જો વ્રતથી થતાં ધાર્મિક લાભની વાત કરીએ તો વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. મન પવિત્ર થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. તેથી જરુરી છે કે વ્રત કરનાર જાતક સમજી વિચારી અને વ્રત કરવાની શરૂઆત કરે. તો ચાલો હવે જાણી લો વ્રત કરવાના નિયમો કયા કયા છે.

વ્રત કરો ત્યારે અચૂક પાળજો આ નિયમ

શાસ્ત્રોનુસાર વ્રત દરેક વ્યક્તિએ આત્માની શુદ્રિ માટે કરવું જોઈએ. પરંતુ આ બંધનમાંથી સંન્યાસી, નાના બાળકો, રોગી, ગર્ભવતી અને વૃદ્ધોને બાકાત રાખવામાં પણ આવ્યા છે. આ જાતકો સિવાય જે પણ વ્રત કરે તેણે વ્રતના દિવસે નીચે દર્શાવેલા નિયમોનું પાલન અચૂક કરવું જોઈએ. આમ કરવાથી જ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

સવારે સૂર્યાસ્ત પહેલાં પથારીનો ત્યાગ કરી દેવો.

ઘરમાં ક્લેશ ન કરવો.

અસત્ય ન બોલવું.

કોઈપણ પ્રકારનો નશો ન કરવો.

Pick Your Poison

બ્રહ્મચર્યનું પાલન કરવું.

માતા-પિતાનો અનાદર ન કરવો.

સ્નાન કર્યા વિના ભોજન ન કરવું.

તો જ્યારે પણ હવે તમે ઉપવાસ કરો ત્યારે આ નિયમોનું પાલન અચૂક કરજો જેથી તમને તમારી કરેલી પૂજાનું ઉચિત ફળ પ્રાપ્ત થાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી