આપણા દેશની એવી અમુક જગ્યાઓ જ્યાં આપણેને જ એન્ટ્રી નથી….

શું તમે એ જાણો છો કે ભારતમાં અનેક એવા સ્થળો છે, જ્યાં સરકાર દ્વારા લોકો પર જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જી હા, ભારત ભલે ડેમોક્રેટિક દેશ માનવામાં આવતો હોય, પણ અહીં પણ કેટલાક એવા કાયદા છે, જ્યાં દરેકની મરજી નથી ચાલતી. સરકાર દ્વારા સામાન્ય લોકોને અહી જવા પર પ્રતિબંધ લગાવવા પાછળ શું કારણ છે અને આ સ્થળો કયા છે, તે આજે જાણી લઈએ.

યુએનઓ ઈન હોટલ, બેંગલોરઆ હોટલ ભારતમાં વર્ષ 2012માં ખુલ્લી મૂકાઈ હતી. પણ અહીં ભારતીય અને અન્ય દેશના લોકો માટે જવાની મનાઈ છે. આ હોટલમાં માત્ર જાપાની મૂળના લોકો જ અંદર જઈ શકે છે.

ભાગનગઢ કિલ્લો, રાજસ્થાનતમે આ કિલ્લામાં સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી તો જઈ જ શકો છો, પણ તેના બાદ અહીં રોકાવું પ્રતિબંધિત છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ કિલ્લાની બહાર કાયદેસર રીતે સાવધાનીભર્યું ચેતવણીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે.

નોર્થ સેન્ટિનલ દ્વીપઆ લક્ષદ્વીપ આઈલેન્ડની પાસે છે. જે આમ તો ભારતનો હિસ્સો માનવામાં આવે છે, પણ અહીં જતા બધા ડરે છે. એવું એટલા માટે કે, અહીં આદિમાનવોની એવી એક પ્રજાતિ રહે છે, જેઓએ બહારની દુનિયા સાથે સંપર્ક કો-ઓપરેટ કરવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહિ, કોઈ બહારની વ્યક્તિ જો તેમના વિસ્તારમાં જવાનો પ્રયાસ કરે તો તેઓ તેને જાનથી મારી દે છે.

સિયાચીન ગ્લેશિયરઆ ભારતની સૌથી આતંકવાદી ગતિવિધિઓ ભરેલી જગ્યા છે. જ્યાં 24 કલાક આપણા જવાનો તૈનાત રહે છે. અનેક આતંકવાદી ગતિવિધિઓને કારણે સરકારે અહીં સામાન્ય લોકો માટે જવા પર પ્રતિબંધ લગાવ્યો છે, જે જોઈએ તો સારી બાબત કહેવાય.

બસ્તર, છત્તીસગઢ

બસ્તર છત્તીસગઢનો એક જિલ્લો છે, જે તેની પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. પંરતુ નક્સલી પ્રભાવિત આ વિસ્તારમાં સામાન્ય લોકોનું જવાનું સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે.

અક્સાઈ ચીનઆ વિસ્તાર ભારત અને ચીન દેશમાં સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે. તેની પાછળ અહીંનું યુદ્ધ વિરામ છે. અક્સાઈ ચીન ભારત અને ચીનને એકબીજાથી અલગ કરનારી રેખા છે. જ્યાં સામાન્ય લોકોના જવા પર પ્રતિબંધ છે.

ચંબલ ઘાટીઆ ઘાટી કુદરતી સુંદરતાથી ભરપૂર છે. તેની સુંદરતા આખી દુનિયામાં પ્રખ્યાત છે. પણ અહીં આજે પણ ડાકુઓનો ડર રહેલો છે, જેથી કોઈ જતું નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને અજાયબ વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી