સફેદ વાળને છૂપાવશો નહીં, કુદરતી હેર ડાય ઘરે બનાવીને વાપરો…

માથામાં દેખાતા સફેદ વાળ એ વધતી જતી વય ની પહેલી દેખાતી નિશાની છે. માણસ જેવો માથામાં સફેદવાળ દેખાય કે તરત જ એને કાળા કરવાના અવનવા ઉપાયો માં લાગી જાય છે. ખાસ કરીને મહિલાઓ સફેદ વાળ પરત્વે વિશેષ સભાન હોય છે.સફેદ વાળ મહિલાઓના સૌંદર્ય માટે અવરોધક સાબિત થાય છે.

image source

સફેદ વાળને કાળા કરવા માટે વિવિધ પ્રકારના હેર કલર બજારમાં ઉપલબ્ધ છે પરંતુ તેમાં આવતું કેમિકલ વાળ માટે નુકસાનકારક છે. હેર કલરના વપરાશ થી ઘણી વખત માથાની ત્વચામાં ઇન્ફેક્શન થઈ શકે છે.વાળ ખરવાની સમસ્યા પણ સર્જાય છે. પણ સદીઓથી પ્રચલિત આયુર્વેદમાં અને દાદીમાના નુસખા તરીકે જાણીતા કેટલાક કુદરતી ઉપાયોમાં વાળને કુદરતી રીતે જ કાળા કરવાની રીતે ઉપલબ્ધ છે. સૌથી પહેલા તો વાળ સફેદ થવાના મુખ્ય કારણો ચકાસવા જોઈએ.

વાળ સફેદ થવાનું કારણ માત્ર

વધતી જતી ઉંમર જ નથી હોતી કારણ કે કેટલીક વાર નાની વયજૂથના વ્યક્તિઓના વાળ પણ સફેદ જોવા મળે છે.

image source

પ્રદૂષણને કારણે પણ વાળ ખરાબ થવાને લીધે સફેદ થવા લાગે છે.

image source

આહારની અનિયમિતતા અને અનિયમિત જીવનશૈલી પણ વાળની સફેદીનું કારણ બને છે.

image source

દવાઓની આડ અસરને કારણે પણ વાળ સફેદ થવા લાગે છે.

image source

વાળને કેમિકલયુક્ત હેરડાઈથી કાળા કરવાને બદલે થોડા ઘરેલું નુસ્ખા અપનાવા જોઈએ.

image source

વાળને કુદરતી રીતે કલર કરવામાં મહેંદી નો વિશેષ ઉપયોગ થતો જોવા મળે છે.મહેંદી, ચાનુ પાણી અને બીટનો રસ વાળ કાળા કરવા માટે ઉત્તમ ઉપાય છે.

image source

એક બાઉલમાં જરૂરી માત્રામાં મેંદી પાવડર લઈ તેમાં ઉકાળીને ઠંડુ કરેલું ચાનું પાણી મિક્સ કરવું.તેમાં ૩ થી ૪ ચમચી બીટનો રસ નાખી તેને સારી રીતે મિક્સ કરી દેવું.તૈયાર કરેલી મહેંદીની પેસ્ટને છ કલાક પલાળી રાખવી ત્યારબાદ વાળના નાના ભાગ લઇ માથાની સેંથીથી શરૂ કરી વાળના છેડા સુધી આ પેસ્ટને સારી રીતે લગાવી દેવી.અડધો કલાક સુધી માથામાં મહેંદી રાખ્યા બાદ હૂંફાળા પાણી વાળ ધોઈ નાખવા અને સુકાયા બાદ તેમાં તેલ લગાવી દેવું.ત્યારબાદ બીજા દિવસે શેમ્પૂથી વાળને ધોઈ ને ચોખ્ખા કરી લેવા.

image source

મહિનામાં બે વાર માથામાં મહેંદી કરી શકાય છે.તૈયાર કરેલી મહેંદીની પેસ્ટમાં એક ચમચી દહીં અથવા તો એક ઈંડુ નાખવાથી વાળમાં કંડિશનિંગ થાય છે અને વાળની ચમક વધે છે .ઉપરાંત વાળને પ્રોટીન મળી રહેવાથી વાળના જથ્થા માં પણ વધારો થાય છે.તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે.લીંબુનો રસ માથાની ચામડીને ચોખ્ખી રાખે છે અને ખોડાની સમસ્યાનું પણ નિવારણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ