આજની દરેક મહિલાઓ માટે ડિફેન્સ ટ્રિક્સ ……….!

સોશિયલ સાઇટ્સ પર બિનજરૂરી શેરિંગ ન કરવું :

 • અત્યારે દરેક યુવતીઓ સોશ્યલ નેટવર્કિગ સાઇટ્સ પર જરૂરી બિનજરૂરી, અંગત માહિતીઓ શેર કરતી હોય છે.
 • અજાણી વ્યક્તિઓ સાથે ખપપૂરતી જ વાત કરવી.
 • તમારા બેંકના પાસવર્ડ, ફોટોગ્રાફ જેવી બાબતો સાઇટ્સ પર શેર ન કરવી.
 • ફ્રેન્ડઝ લિસ્ટને વિસ્તારવા કોઈ પણ વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારવી.
 • ફેશબુક પર તમારા પોતાના કુટુંબ ના અંગત ફોટા કે જે તમારા નજીક ના વ્યક્તિ સિવાય જોઈ ના શકે કે કોમેન્ટ ના કરીશકે તેવી સુરક્ષા રાખો.
 • જો તમે તેવું નહિ રાખો તો લોકો તમારા ફોટા નો ગણી જગ્યા પર દુરુપયોગ કરી શકે છે. મહિલાઓ ને આ બાબત પર વધારે દયાન રાખવું જોઈએ.
 • બિનજરૂરી પોસ્ટ પર કોમેન્ટ કરવાનું ટાળવું જોઈએ.

મેન્ટલી ડિફેન્સિવ : 

 • સુરક્ષા ફક્ત બાહ્ય જ નથી હોતી. સ્ત્રી આંતરિક રીતે પણ મજબૂત બને તે જરૂરી છે. માટે માતા-પિતાએ નાનપણથી દીકરીને કૂકિંગની સાથે સાથે માર્શલ આર્ટ્સ ની તાલીમ અપાવવી જોઈએ.
 • કામમાં શોષણ થતું હોય, તમે ઓવરબર્ડન કામ કરતા હો તો માનસિક રીતે સ્વસ્થ રહીને સઘળી પરિસ્થિતિ તમારા ઉપરીને સમજાવો.
 • કોઈ તમારી લાગણી સાથે રમત કરી રહ્યું હશે તો આ બાબતમાં તમે મુશ્કેલીમાં મુકાશો છતાં હો-હા નહીં કરી શકો. માટે સઘળી પરિસ્થિતિનો વિચાર કર્યા બાદ જ કોઈ સંબંધમાં ઊંડા ઊતરો.
 • સામાન્ય રીતે યુવતીઓ રિલેશનશિપમાં ખૂબ સંવેદનાઓ રાખીને આગળ વધતી હોય છે, પરિણામે દુઃખી થાય છે.

ઇકોનોમિકલી સુરક્ષા :

 • સ્ત્રીઓએ ઘણાં આર્થિક વ્યવહારો તથા રોકાણો બાબતની જાણકારી રાખવી.
 • દરેક સ્ત્રીએ પોતાનું એક સેવિંગ એકાઉન્ટ ખોલાવવું.
 • તમારું પોતાનું આગવું બજેટ બનાવીને આવક જાવકનો વ્યવસ્થિત હિસાબ રાખવો.
 • ઘણી સ્ત્રીઓ પોતાનું ખાતું ખોલાવી દે કે શેર ખરીદી લે છે. પછી તે બાબત પર કોઈ મોનિટરિંગ નથી રાખતી.
 • ઘણી સ્ત્રીઓને તો બેંક એકાઉન્ટ નંબર સુધ્ધાં યાદ નથી હોતો. આ બાબત યોગ્ય નથી

લેખન સંકલન : દીપેન પટેલ

શેર કરો આ ખુબ ઉપયોગી ટીપ્સ તમારી દરેક સ્ત્રીમિત્ર સાથે અને મદદરૂપ થાવ, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી