માનવહકોના રક્ષણક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનારા ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, પદ્મ વિભૂષણથી થયા હતા સમ્માનિત

દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. તેવામાં હવે ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. વરિષ્ઠ વકીલ, પૂર્વ અટોર્ની જનરલ અને પદ્મ વિભૂષણ સોલી સોરાબજીનું નિધન કોરોના સંક્રમિત થયા બાદ 30 એપ્રિલે સવારે થયું હતું. તેઓ 1989થી 90 અને 1998થી 2004 સુધી દેશના એટોર્ની જનરલ હતા.

image source

ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજી થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા. 91 વર્ષીય સોલી સોરાબજી કોરોના સંક્રમિત થયા ત્યારબાદ તેમની તબિયત ખરાબ થતાં તેમને સઘન સારવાર આપવામાં આવી હતી. પરંતુ કોઈ સારવાર કામ ન આવી અને શુક્રવારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

image source

સોલી સોરાબજીનો જન્મ 1930માં બોમ્બેમાં થયો હતો. તેમનું નામ સોલી જહાંગીર સોરાબજી હતું. તેઓ 7 દાયકા સુધી કાયદાના ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ 1953માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. 1971માં સોલી સોરાબજી સુપ્રીમ કોર્ટના સીનિયર કાઉંસિલ બન્યા હતા. તેઓ બે વખત ભારતના અટોર્ની જનરલ રહ્યા હતા. પહેલીવાર વર્ષ 1989થી 1990 સુધી અને બીજીવાર 1998થી 2004 સુધી.

સોલી સોરાબજીની ઓળખ દેશના મોટા માનવાધિકાર વકીલ તરીકેની હતી. યૂનાઈટેડ નેશને વર્ષ 1997માં તેમને નાઈઝિરીયામાં વિશેશ દૂત બનાવીને મોકલ્યા હતા. જેથી તેઓ ત્યાં માનવ અધિકારની હાલત વિશે જાણી શકાય. ત્યારબાદ તેઓ 1998થી 2004 સુધી માનવ અધિકારોના સંવર્ધન અને સંરક્ષણ પર યુએન સબ કમિશનના સભ્ય રહ્યા. ત્યારબાદ તેઓ આ કમિશનના અધ્યક્ષ પણ બન્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે સોલી સોરાબજી અભિવ્યક્તિની સ્વતંત્રતાના મોટા પક્ષધર રહ્યા હતા. તેમણે ભારતમાં સર્વોચ્ચ કોર્ટમાં અનેક ઐતિહાસિક કેસોમાં પ્રેસની સ્વતંત્રતાનો બચાવ કર્યો અને પ્રકાશનો પર સેંસરશિપ આદેશો અને પ્રતિબંધોને રદ્દ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સોલી સોરાબજીને વર્ષ 2002ના માર્ચ માસમાં દેશના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

image source

દેશમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરમાં રોજેરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ફરી એકવાર સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 3 લાખ 86 હજાર 452 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 3498 દર્દીના મોત થયા છે. આ ત્રીજો દિવસ છે જ્યારે 3000થી વધુ દર્દીના મોત થયા હોય. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 31 લાખ 70 હજાર 228 છે. કોરોનાના વધતાં કેસના કારણે ભારત હવે દુનિયામાં બીજા ક્રમે આવી ગયું છે. હાલ અમેરિકામાં સૌથી વધુ 68 લાખ એક્ટિવ કેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!