સોળ શણગાર સજેલ સ્ત્રીનું સ્વાસ્થ્ય રહે છે સારું, વાંચો કયા ઘરેણાથી મળે છે કેવો ફાયદો…

વર્ષોથી સ્ત્રીઓ શોળે શણગાર સજી ને રહેતી હોય છે. જેમાં બિંદી, ચૂડી કાજલ, હાર ને પગમાં પહેરવા માટે ઝાંઝર ને પગના વીંછીયા પહેરવાની પ્રથા યુગો થી યુગોથી પ્રચલીત છે. જેમાં સિંદૂર મહત્વનો ભાગ છે. જે સુહાગની નિશાની તરીકે પણ ઓળખાય છે જે એ જ મહિલાની સુંદરતા માં વધારો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શોળે શણગાર જે સુંદરતામાં વધારો કરે છે તે સ્ત્રીઓના સ્વાસ્થ્યની પણ રક્ષા કરે છે. તો ચાલો જાણીએ આજે આ લેખના માધ્યમ થી કે ક્યાં શણગાર કેવા પ્રકારના આરોગ્યની રક્ષા કરે છે ને ફાયદાકારક છે.

ચૂડો પહેરવાથી થતો લાભ –

તમારા હાથના કાંડની જે ત્વચા છે તેનું ચૂડી પહેરવાથી સતત ઘર્ષણ થશે ને તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધશે ને સાથે સાથે તમારા શરીરને ઉર્જા પણ મળશે જે તમને ક્યારેય થાક નો અહેસાસ નહી થવા દે.

એવું નહી કે આ અસર માત્ર ને માત્ર ચૂડી પહેરવાથી જ થાય છે, જો તમે ઘડિયાર, કે પછી હાથમાં બ્રેસલેટ કે લક્કી પહેરશો તો પણ આ અસર જોવા મળશે ને તમને શ્વાસ સંબંધિત રોગ નહી થાય.

હાથમાં ચૂડી પહેરવાથી હતાશા ને નિરાશા આપણાથી દૂર રહે છે જેના કારણે વ્યક્તિડિપ્રેશનનો શિકાર નથી બનતો. હાથમાં ક્યારેય ખંડિત થયેલ ચૂડી ના પહેરવી કેમકે આમ કરવાથી તમારું વલણ ને અભિગમ નકારાત્મક બનશે. લાલ કલરની ચૂડીને ધાર્મિક ગ્રંથોમાં શુભ માનવમાં આવી છે.

પગમાં વીંટી કે વિછિયા પહેરવાથી થાય છે આટલા બધા લાભ – આપણાં સમાજમાં લગ્ન કરેલ મહિલાઓ પગની આંગળીમાં પણ વીંટી પહેરવાની પ્રથા છે. જેને વૈજ્ઞાનિક કારણે પણ ઘાઈ જ અસરકારક માનવામાં આવી છે.

પગની આંગલીઓમાં જે મહિલાઓ વીંટી પહેરે છે તેમનું હાર્મોન્સ બેલેન્સ ઠીક રહે છે, તેમજ પગમાં વીંટી પહેરવાથી અમૂક પ્રકારની નસો દબાય છે. જેને આપણે સરળ ભાષામાં એક્યુપ્રેશર પણ કહીએ છીએ, જેની અસરથી શરીરની માંસ પેશીઓ એકદમ સારી રહે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પગમાં વીંટી પહેરવાથી મહિલાઓને ગાર્ભાશયની તકલીફની કોઈ ફરિયાદ રહેતી નથી. પગની વીંટી જો માછલી આકારની હશે તો તમને સકારાત્મક અસર તમારા જીવન પર થશે. મન એકદમ શાંત રહેશે ને વિચારોમાં સ્થિરતા આવશે.

પગમાં ઝાંઝર પહેરવાથી થતાં ફાયદા –

પગમાં પહેરવામાં આવતી ઝાંઝર એ આપના શરીરમાથી જરૂરી ઉર્જા જે પગ દ્વારા નીકળી જતી હોય છે તેનો સંચય કરવામાં મદદ કરે છે. પગમાં પાયલ પહેરવાથી ચરબી નું બેલેન્સ સમપ્રમાણ રહે છે. પાયલ પહેરવાથી સ્ત્રીઓની કમર પાતળી રહે છે. ઝાંઝરનો અવાજ ઘરમાં સકારાત્મક શક્તિને ખેંચીને લાવે છે. પગમાં ઝાંઝર પહેરવાથી મહિલાઓની વિચાર શક્તિ મજબૂત બને છે ને મહિલાઓ આત્મવિશ્વાસુ બને છે, તેમજ ઘણા બધા રોગો અસમે રક્ષણ કરે છે.