દીકરીની સ્કૂલમાં દોરડા ખેંચમાં ભાગ લીધો સોહાએ, અને પછી પડી, જોયો તમે આ વિડીયો?

સોહા અલી ખાને પોતાની દીકરીના પ્રથમ સ્પોર્ટ્સ ડેમાં ભાગ લીધો

image source

દીકરીના પ્રથમ સ્પોર્ટ્સ ડેમાં દોરડા ખેંચમાં સોહા અલી ખાને લીધો ભાગ – જુઓ તસ્વીરો

બી ટાઉનની યમી મમ્મી સોહા અલી ખાન પોતાના માતૃત્વના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગઈ છે. પટોડીની રાજકુમારી સોહા અલી ખાન અને પતિ કુણાલ કેમુને ત્યાં 2017માં બાળકીનો જન્મ થયો હતો. બાળકીનું નામ રાખવામાં આવ્યું હતું ઇનાયા નાઉમી કેમુ.

image source

બસ બાળકીનો જન્મ થયો ત્યારથી તેણી પોતાની દીકરીની એક એક ખાસ ક્ષણો કચકડે કેદ કરી લે છે. અને સાથે સાથે પોતાના સોશિયેલ મિડિયા અકાઉન્ટ દ્વરા પણ ફેન્સ સાથે તેની કેટલીક ઝલક પણ શેર કરતી રહે છે.

image source

સોહા અને કુણાલે પોતાની દીકરીના છ મહિનાની થવાની પણ ઉજવણી કરી હતી. તેણીને સુંદર મજાનું ક્રીમ કલરનું ફ્રોક પહેરાવ્યું હતું અને મેચિંગ હેરબેન્ડ લગાવી હતી અને તેના કપાળે કાળો ટીકો પણ કરવામાં આવ્યો હતો અને બન્નેએ ઇનાયાની કેક કટ કરીને તેણીનું અરધું વર્ષ પણ ઉજવ્યું હતું. જેની તસ્વીર સોહાએ પોતાના સોશિયેલ મડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

આ અવસર પર ઇનાયા માટે અર્ધગોળાકાર કેક બનાવડાવવામાં આવી હતી. અને તેના પર 1/2ની સાઇન પણ હતી તો બેકગ્રાઉન્ડમાં ‘આજે મારો અરધો જન્મદિવસ છે (ઇટ્સ માઇ હાફ બર્થડે)’ પણ લખવામાં આવ્યું હતું.

તાજેતરમાં સોહા અલી ખાને એક તસ્વીર સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે જે તેની દીકરીના પ્રથમ સ્પોર્ટ્સ ડેની છે. તેણે પોસ્ટ પર એ પણ જણાવ્યું હતું કે તે માત્ર તેની દીકરીનો પ્રથમ સ્પોર્ટ્સ ડે નહોતો પણ તેણીનો પોતાનો પણ માતા તરીકે પ્રથમ સ્પોર્ટ્સ ડે હતો. અને તે સાથે તેણીએ સ્ટોર્ટ્સ ડેની ઝલક આપતી એક વડિયો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi) on

આ વિડિયોમા સોહા દોરડાં ખેંચમાં ભાગ લેતી જોવા મળી છે અને તેણી દોરડું ખેંચતા ખેંચતા પડી જાય છે અને ખડખડાટ હસતી પણ જોવા મળી છે અને છેવટે તેની ટીમ હારી જાય છે.

image source

તમને જણાવી દઈએ કે 5મી ફેબ્રુઆરીએ કરણ જોહરે પોતાના ટ્વીન્સની પ્રી બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. અને આ પાર્ટીમાં સોહા અલી ખાને પણ દીકરી સાથે હાજીર આપી હતી. તેણીએ દીકરીના વસ્ત્રો જેવા જ રંગનો પીચ આઉટફીટ પહેર્યો હતો.

ઇનાયા પીચ રંગના ફ્રોકમાં ખુબ જ ક્યૂટ લાગી રહી હતી તો સોહા પણ સુંદર લાગી રહી હતી. આ તસ્વીરમા તમે જોઈ શકો છો કે નાનકડી ઇનાયા માતાના કાનમાં કંઈક કહી રહી છે.

image source

સોહા અને કુણાલ અવારનવાર પોતાના ફેન્સને પોતાના નાનકડા ત્રણ જણના ફેમેલિમાં ડોકિયું કરવાનો મોકો આપતા રહે છે. થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાનની કેટલીક તસ્વીરો પણ આ બન્નેએ શેર કરી હતી. જેમાં તેઓ સીડનીના લુના પાર્કમાં મસ્તી કરતાં જોવા મળ્યા હતા. અહીં તેમણે બીચ પર પણ કેટલોક સમય પસાર કર્યો હતો.

image source

થોડા સમય પહેલાં સોહા અલી ખાને પોતાની દીકરીની પિતા સાથેની મસ્તીની ક્ષણો સોશિયલ અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં પિતા અને દીકરી કોઈક ગંભીરે વાત પર ચર્ચા કરી રહ્યા હતા. અને ઇનાયાની કાલી કાલી ભાષામાં પિતાને કંઈક કહી રહી હતી. આ વિડિયોને શેર કરતાં સોહાએ કેપ્શન રાખ્યુ હતું, ‘પિતાઓ અને દીકરીઓએ ખરેખર તેમની અનોખી ભાષામાં વાત કરતા હોય છે.’

image source

આજકાલ બાળકોના ભવિષ્ય પ્રત્યે માતાપિતા ઘણા સજાગ રહેવા લાગ્યા છે અથવા એમ કહો કે થોડો વધારે પડતાં જ ચિંતિત રહેવા લાગ્યા છે.

image source

પણ સોહા અને કુણાલનું માનવું અલગ છે તેઓ પોતાની દીકરી પર કોઈ પણ જાતનું પ્રેશર નથી મુકવા માગતા એક ઇન્ટવ્યુમાં સોહાએ જણાવ્યું હતું, ‘તેણી ફુલટાઈમ માતા બનવા માગતી હોય, એસ્ટ્રોનટ બનવા માગતી હોય, અભિનેત્રી બનવા માગતી હોય કે આર્કિટેક્ટ, હું તેને હંમેશા સપોર્ટ કરીશ. હું તેને એક મજબુત પાયો આપવા માગું છું અને તેના જીવનમાં સામેલ થવા માગું છું. ’ તો બીજી બાજુ કુણાલનું પણ તેવું જ માનવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ