બરછટ સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે આ ફેસ પેક, જાણો અને તમે પણ આ રીતે બનાવો ઘરે

દહીંનો ઉપયોગ ખોરાક માટે તો થાય જ છે, પરંતુ દહીંનો ઉપયોગ સુંદરતા વધારવા માટે પણ થાય છે. જોકે દહીં ખાવાના ફાયદા ઘણા છે, પરંતુ તેના ઘરેલું ઉપાય પણ ખૂબ જ લોકપ્રિય છે. આજના લેખમાં, અમે દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ફેસ પેક વિશે જણાવીશું, જે ત્વચાને મોટા પ્રમાણમાં ફાયદો કરે છે. તો ચાલો જાણીએ ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવા માટેના ઘરેલુ ઉપાય વિશે.

દહીં અને કાકડીનો ફેસ-પેક

image source

દહીં અને કાકડીના મિશ્રણથી બનેલો ફેસ પેક શ્રેષ્ઠ ફેસ પેક છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચહેરા પરથી ખીલ અને શુષ્ક ત્વચાને દૂર કરવા માટે કામ કરે છે. કાકડી ત્વચામાં ભેજ જાળવવાનું કામ કરે છે. આ ફેસ પેક બનાવવા માટે બંનેને એક સાથે મિક્સ કરો અને ફેસ માસ્ક બનાવો અને તેને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો અને ત્વચાને એક નરમ કપડાથી સાફ કરો.

દહીં અને સ્ટ્રોબેરી ફેસ-પેક

આ માટે એક ચમચી મધ અને એક ચમચી દહીંમાં 2 સ્ટ્રોબેરીને સારી રીતે મેશ કરો. હવે આ ફેસપેકને ચેહરા પર લગાવો અને લગભગ 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. આ ફેસ-પેક ત્વચા પર ભેજ પૂરો પાડે છે અને ચહેરાને ચમકદાર બનાવે છે. સ્ટ્રોબેરી ખાવાથી ત્વચામાં સુધારો થાય છે અને ત્વચા સ્વસ્થ બને છે.

મધ, દહીં અને સફરજનથી બનેલો ફેસ-પેક

image source

સફરજન ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન હોય છે જે ત્વચાને સૂકી રહેવાથી બચાવે છે. સફરજનમાં પલ્પમાં દહીં અને થોડું મધ મિક્સ કરીને ફેસ પેક બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાય ત્યાં સુધી રહેવા દો, ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. આ ઉપાય નિયમિત અપનાવવાથી ચેહરો નરમ અને ગ્લોઈંગ બનશે.

મુલતાની માટી

મુલતાની માટી પણ તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે અને તેમાં ગુલાબજળ ઉમેરવાથી તે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. આ માટે તમે મુલતાની માટી અને ગુલાબજળ બંને વસ્તુને એક સાથે મિક્સ કરો અને એક સરળ પેસ્ટ બનાવો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે સુકાવા દો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય પછી તમારા ચહેરાને હળવા પાણીથી સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ તમારા ચેહરા પર મોઇશ્ચરાઇઝર લગાવો. આ ફેસ-પેકથી તમારા બ્લેકહેડ્સ તો દૂર થશે જ સાથે તમારો ચેહરો પણ ગ્લોઈંગ બનશે.

ટમેટાની પેસ્ટ

image source

ચહેરા પર ટમેટાની પેસ્ટ લગાવવાથી તમારા બ્લેકહેડ્સ તમારા ચહેરા પરથી જલ્દીથી દૂર થાય છે. ટમેટાંમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે. જે તમારા ચહેરાથી બ્લેકહેડ્સ દૂર કરે છે. ટમેટાની પેસ્ટ લગાવવાથી તમારા ચેહરો પણ એકદમ ગ્લોઈંગ બને છે. આ માટે સૌથી પહેલા ટમેટાની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટમાં એક ચમચી ચોખાના લોટ અને અડધી ચમચી ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. આ ત્રણ વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર બ્રશથી લગાવો. 15 થી 20 મિનિટ માટે પેસ્ટને ચેહરા પર રહેવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ કરવાની અસર પહેલીવારમાં જ તમારા ચહેરા પર દેખાશે.

બટેટા

image source

ચહેરાને ચમકદાર બનાવવા માટે દરરોજ તમારા ચહેરા પર બટેટા લગાવો, તે તમારા ચહેરાને એકદમ ગ્લોઈંગ બનાવશે, તમે બટેટાની સાથે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, લીંબુ આપણા ચહેરાની કાળાશને દૂર કરવા માટે એક સરસ રીત છે. તમે સીધુ લીંબુ ચેહરા પર ના લગાડતા કારણ કે તે તમારી ત્વચા પર પિમ્પલ્સ લાવી શકે છે, તેથી લીંબુનો ઉપયોગ તમે બટેટાની પેસ્ટમાં ઉમેરીને કરી શકો છો. જે તમારી ત્વચાની રંગતમાં વધારો કરશે.

બટેટા અને હળદર

બટેટા અને હળદરના ફેસપેક્સનો નિયમિત ઉપયોગ ત્વચાના રંગને સાફ કરવામાં મદદ કરે છે. આ માટે અડધા બટેટાને છીણી નાંખો, ત્યારબાદ તેમાં એક ચપટી હળદર નાખી તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ ફેસપેક લગાવવાથી તમારા ચેહરા પર તફાવત તમે તમારી રીતે જોશો.

બટેટા અને દહીં

image source

તમારી ત્વચાને ટાયટ કરવા માટે બટેટા અને દહીંનું ફેસપેક પણ અસરકારક છે. આ માટે એક બટેટાની પેસ્ટ લો અને તેમાં એક મોટો ચમચો દહીં ઉમેરો. ત્યારબાદ આ પેસ્ટ તમારા ચેહરા પર લગાવો અને અડધી કલાક પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં એકવાર કરવાથી તમારી ત્વચા ટાયટ થશે અને ત્વચાનો ગ્લો પણ વધશે.

કેળું

એક કેળું મેશ કરો હવે તેમાં 4 ચમચી દૂધ નાખી, તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચેહરા પર લગાવો અને 10 મિનિટ સુધી તેને સુકાવા દો. હવે ત્વચાને પાણીથી ધોઈ લો અને તમારી ત્વચા પર ધીરે-ધીરે બરફની મસાજ કરો. ગ્લોઈંગ ત્વચા માટે ઘરેલુ ઉપાય તરીકે કેળા પણ એક સારો વિકલ્પ છે. ખરેખર કેળાનો ઉપયોગ એન્ટી-રિંકલ ટ્રીટમેન્ટ તરીકે થાય છે. તે મોઇશ્ચરાઇઝિંગ ફેસપેકની જેમ કાર્ય પણ કરી શકે છે અને ત્વચાને ઠંડી પણ કરે છે. આટલું જ નહીં પાકેલા કેળામાં મુલતાની માંટ્ટી ઉમેરીને ફેસપેક સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે. આ ત્વચાના મૃત કોષો અને ગંદકીને દૂર કરે છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.

દહીં અને મધ

image source

મુલતાની માટીમાં મધ અથવા દહીં નાખીને તેનું એક ફેસ-પેક બનાવો અને આ ફેસ-પેક તમારા ચેહરા પર લગાવવાથી તમારા ચેહરાની અનેક તકલીફો દૂર થશે. તે તમારા ચહેરામાં રહેલા ગંદા કણોને પણ દૂર કરે છે અને તમારો ચેહરો ગ્લોઈંગ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત