દરેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. તો ક્યારેક ટ્રાય કરજો આ ‘સોફ્ટ ઈડલી’ ખાવામાંની મજા આવશે

સોફ્ટ ઈડલી

આજે આપણે જોઈશું રેસ્ટોરન્ટ જેવી સોફ્ટ ઈડલી ઘરે કેવી રીતે બનાવવી ,આ ઈડલી બનાવવામાં આપણે સોડા કે ઈનો કશું જ એડ નથી કરવાના છતાં આ ઈડલી એકદમ સોફ્ટ બને છે એનું કારણ છે એનું બનાવેલું પરફેક્ટ ખીરું તો ચાલો સોફ્ટ ઈડલી બનાવવાની રીત જોઈ લઈએ.

સામગ્રી :

1) ૧ મોટો બાઉલ – ઈડલીનું ખીરું
2) મીઠું
3) તેલ
સર્વિંગ માટે
1) સાંભાર
2) કોકોનટ ચટણી

રીત :

1) ઈડલીના ખીરામાં મીઠું ઉમેરી મિક્ષ કરી લો.

2) ખીરું આ રીતે થીક રાખવાનું છે (મેં પાણી એડ નથી કર્યુ આથો આવેલું જ ખીરું લીધું છે )

3) તેલ લગાવેલા ઈડલીના મોલ્ડમાં ખીરું ભરી દો (પોણું ભરવું )

4) ઢાકણ બંધ કરી મીડીયમ ગેસ ૧૦ મિનીટ માટે વરાળે બાફી લ.

5) ઈડલી બફાઈને તૈયાર છે થાળી ને બહાર લઈ લો

6) ૪-૫ મિનીટ પછી એને ચપ્પાની મદદ થી કાઢી લો.

7) હવે આ સોફ્ટ ઈડલી સર્વિંગ માટે તૈયાર છે તેને સાંભાર અને કોકોનટ ચટણી ની સાથે સર્વ કરો.

નોંધ – ખીરું બનાવવા ૩ વાટકી ઈડલી ના ચોખા,૧ વાટકી અડદ ની દાળ ,૧ ચમચી ચણા ની દાળ અને ૧ નાની ચમચી મેથી ના દાણા લેવા (દાળ અને ચોખા ને અલગ અલગ ૬-૭ કલાક પલાળી અલગ અલગ જ ક્રશ કરી પછી મિક્ષ કરી ૭-૮ કલાક ઢાંકીને આથો આવવા મુકવું ત્યાર બાદ ખીરું ઉપયોગમાં લેવું )આ જ ખીરું તમે ઢોસા બનાવવા માટે પણ વાપરી શકો છો

સૌજન્ય :  શ્રીજી ફૂડ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી