સોફ્ટ ડ્રિંક પીવાથીઅસ્થમા, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ થવાનાં ચાન્સીસ વધે છે….

ફ્રેન્ડસ આપણે જ્યારે બહાર ગયા હોઈએ અથવા તો રેસ્ટોરૅન્ટમાં પણ ગયા હોઈએ ત્યારે ડિનર કે લંચ સાથે ઠંડુ પીણું તો જોઈતું જ હોય છે. તો  ક્યારેક તરસ છીપાવા અથવા તો ક્યારેક દોસ્તોની સાથે લટાર મારવા નીકળ્યા હોઈએ ત્યારે પણ સોફ્ટ ડ્રિંક પી લેતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે આ બધી સોફ્ટ ડ્રિંક્સ આપણા શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે? આ ડ્રિંક્સમાં રહેલ એસિડથી કઈ બીમારીઓ થઈ શકે છે? જ્યારે તમને ખયાલ આવશે કે આ બધા ડ્રિંક્સ આપણા શરીરને આ રીતે નુકસાન પહોંચાડે છે તો તમને પણ વિશ્વાસ નહીં થાય!

સોફ્ટ ડ્રિંકમાં એસ્પાર્ટેમ નામક એક ગળ્યો પદાર્થ હોય છે. એસ્પાર્ટમ કેટલીક બીમારીઓનું મૂળ કારણ હોય છે. જેનાથી શરીરનાં અલગ-અલગ ભાગમાં વિવિધ પ્રકારથી હાની પહોંચે છે. નાનાથી લઈને મોટાઓમાં પણ આનાંથી થતા નુકસાન જોવા મળે છે. તેમાં પણ ખાસ તો બાળકો માટે એસ્પાર્ટેમ વાળી પ્રોડક્ટ અત્યંત હાનિકારક છે. જો બાળકોને નાનપણથી જ કોલ્ડ ડ્રિંક પીવા પર નિયંત્રણ નહીં રાખો તો તેનું પરિણામ ભવિષ્યમાં ગંભીર રૂપે જોવા મળશે.

આવી રીતે થાય છે અસર

સોફ્ટ ડ્રિંક પીધા પછી દસ જ મિનિટનાં અંત્તરમાં શરીરમાં તેની અસર થતી હોય છે. આ દસ મિનિટમાં ૧૦ ચમચી જેટલી ખાંડ શરીરમાં જતી રહે છે, પરંતુ આટલી બધી ખાંડ શરીરમાં ગયા બાદ પણ તમને ક્યારેય વૉમિટ નથી થતી, તેનું કારણ એટલું જ છે કે પીણાંમાં ફોસ્કોરિક એસિડ હોય છે. તમે પણ ફિલ કર્યું હશે કે આવા પીણાં પીધા બાદ પેટ એકદમ ભારે લાગતાની સાથે જ એક મોટો ઓડકાર આવતો હોય છે. ત્યારે તમને એવું લાગતું હોય છે કે પેટ માંથી ગેસ છૂટો થયો પણ હકીકતમાં તે પીણાંમાં રહેલા સ્ટ્રોંગ એસિડીક કેમિકલ્સ પેટમાં ભળી જવાથી આવું થતું હોય છે. અતિશય કોલ્ડ ડ્રિંક પીવાથી શરીરમાં વિચાર્યું પણ ન હોય તેવા રોગો પણ થઈ શકે છે. વિગતમાં જાણીલો મિત્રો આ કેફી ઠંડા પીણાં પીવાથી શું શું થઈ શકે છે અને તેનાં બદલે પીણાંમાં શું લેવું જોઈએ તે..

ડૉક્ટર શું કહે છે?

ડૉક્ટરોનું જણાવવું છે કે ઠંડા પીણા પીવાથી શરીરમાં સુગર અને એસિડનું પ્રમાણ વધે છે, જેને કારણે ફેટ પણ વધે છે અને અન્ય નુકસાન થાય છે તે અલગ. એક કોલડ્રિંકનાં કેનની ૪૦૦ કેલરી શરીરમાં જોઈતી કેલરીનાં પ્રમાણને વધારેે છે અને તે ખુબ જ હાનિકારક છે. તેમાં ખાસ આ પીણા જેઓ નિયમિત રુપે પીવે છે તે લોકોમાં ‘ફેટી લીવર’ નામની બીમારી વધારે જોવા મળે છે.

યુનવર્સિટી ઑફ એડિલેડમાં કરવામાં અવેલ એક રીસર્ચ કરી હતી, જેમાં ૧૬,૦૦૦ લોકો ૫૦૦ એમએલ સોફ્ટ ડ્રિંક એક દિવસમાં પીવે છે. આવા પીણાંમાં રહેલ એસિડ અને હાઈ સુગરની અસર આ લોકોનાં ફેફસા ઉપર થવાથી અસ્થમા, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ થવાનાં ચાન્સીસ વધારે જોવા મળ્યા હતા.

ડાયાબિટીસ અને મેદસ્વીતા

એક પ્રખ્યાત યુનિવર્સિટીનાં રીસર્ચ પ્રમાણે જે લોકો ઠંડા પીણાંનું સેવન કરે છે, તેઓમાં સ્થૂળતાનું જોખમ વધી જાય છે. આ સિવાય તેમને ડાયાબિટીસ થવાની પણ શક્યા બમણી થઈ જાય છે. ડાયાબિટીસ અને મેદસ્વીતાનાં વધતા પ્રમાણને કારણે હાર્ટને લગતા રોગો પણ થઈ શકે છે.

સાંધા

જે સ્ત્રીઓ કોલ્ડડ્રિંક્સ પીવે છે તેમની બૉડિમાં સાંધાનાં દુખાવા અને વાની તકલીફ વધારે થવાની શક્યતા રહેલી હોય છે. આ જ વસ્તુ પુરુષોમાં પણ શક્ય છે પણ સ્ત્રીઓમાં આની સ્ંભાવનાં ૭૫ % વધારે છે. સોફ્ટ ડ્રિંક પીવાથી શરીરમાં યુરિક એસિડ ઉત્પન્ન થાય છે, જેની માત્ર વધુ હોવાથી સાંધા અસરગ્રસ્ત થવાથી વાની તકલીફ ઉભી થતી હોય છે.

કિડનીમાં સમસ્યા

ફળો અથવા શાકભજી દ્વારા શરીરમાં જે નેચરલ સુગર ઉત્પન્ન થાય છે તેનાથી શરીરને કોઈ જ હાની નથી પહોંચતી. પરંતુ સુગર અને એસિડથી બનેલા ઠંડા પીણાં શરીર માટે અત્યંત જોખમમકારક છે. તેનાથી સૌથી વધુ નુક્સાન કિડનીને થાય છે અને કિડની ફેલ થવા સુધીની પણ શક્યતા હોય છે.

દાંત અને હાડકાંને પણ નુક્સાન

સોફ્ટ ડ્રિંકનું પીએચ લેવલ (કોઇ પણ પ્રવાહીની એસિડિકતા) ૨.૫૨૨ સુધીનું હોય છે, જે ખૂબ જ વધારે છે. આ પ્રમાણ પરથી જણાશે કે, કોલ્ડ ડ્રિંકમાં એસિડનું પ્રમાણ કેટલું ઊંચું છે. કોલ્ડ ડ્રિંકની ઊંચી એસિડિકતાને કારણે હાડકાં અને દાંતને ભારે હાની પહોંચતી હોય છે.

આ ઝેરી પીણાને બદલે તમે આ પીણા લઈ શકો છો –

ફળોનું પાણી

તમે તમારા મનપસંદ ફળ અથવા વેજીટેબલનાં ટૂકડા કરીને એક પાણીનાં જગમાં આશરે ૩૦ મિનિટ સુધી મૂકી રાખો. કોઈ ફ્રુટ જેમકે સફરજનની સાથે આદુ, લવીંગ અને દાલચીનીને એક લીટર પાણીમાં પલાડીને રાખો, તેમાં દરેક પદાર્થનાં રસ મિક્સ થશે અને પાણી ટેસ્ટી પણ લાગશે.

ઘરે બનાવેલ આઈસ ટી

કોઈ ગેસ્ટ આવ્યા હોય કે પહેલાથી જ કોઈ પ્લાન હોય તો તમે આઈસ ટી બનાવીને રાખી શકો છો. આઈસ ટી બનાવવા માટે તમે તમારી પસંદનાં ફ્લેવરની ટી બૅગ્સ સાથે અન્ય ફ્લેવર્સ જેમ કે લીંબુ, આદુ, એલચી કે તુલસીને એડ કરીને પણ આઈસ ટી બનાવી શકો છો. આ એક હેલ્થી ઓપ્શન છે, જેને તમે તમારી દિનચર્યામાં પણ સામેલ કરી શકો છો.

જ્યુસ

સૌથિ બેસ્ટ ઓપ્શન ફ્રુટ જ્યુસ છે, જ્યારે પણ તમે ઘરે હોવ કે પછી રેસ્ટોરૅન્ટમાં ડ્રિંક પીવાનું મન થાય તો તમે તાજા જ્યુસ પણ લઈ શકો છો. જેનાથી શરીરમાં કોઈ નુકસાન પણ નહીં થાય.

તમારા માટે ખાસ આ એક વિડિયો છે જેમાં તમે જોઈ શકો છો કે સોફ્ટ ડ્રિંક કે કોલ્ડડ્રિંકને ઉકાળવાથી શું પરિણામ જોવા મળે છે. એક વાર અચુકથી જોજો આ વિડિયો અને તમારા સગા સબંધી અને ફ્રેન્ડસ સાથે શેર કરજો જેથી તેઓ પણ આ પીણા વિશે ઝેરી હકીકત જાણે.

રોજ આવી જીવન ઉપયોગી અને હેલ્થને લગતી માહિતી વાંચો ફકત અમારા પેજ પર…