સોશ્યિલ સાઈટ માં લાઇક્સ મેળવવા માટે ના નવા નવા નાટકો ……

હમણાં જ જન્માષ્ટમી નો તહેવાર વીત્યો , હું દ્વારકા રહું છું એટલે અહીંયા આઠમ નું મહત્વ બહુ … અઢળક લોકો ક્યાંય ક્યાંય થી દ્વારકા આવે છે દ્વારકા ના દ્વારકાધીશ મંદિર નો કૃષ્ણ જન્મ જોવા અને ઉજવવા ….. ટાઢી સાતમ પછી આવેલ જન્માષ્ટમી ના દિવસે રાત્રે 12 વાગ્યે “નંદ ઘેરા નંદ ભયૌ જય કન્હૈયા લાલ કી”
ના અવાજ થી દ્વારકા ગુંજી ઉઠે છે …..

મને અલગ અલગ લોકો ને મળવું , તેમની સાથે વાતો કરવી અને સમય વિતાવો એ બધું પસંદ છે …
એટલે મને આઠમ દ્વારકા માં જ કરવી વધુ પસંદ છે ….
પણ સાતમ આઠમ એ રજા ના દિવસો રહ્યા અને રજા ના દિવસો માં ખાસ કરી ને ગુજરાતી લોકો જો મામા ના ઘરે ના જાય તો રજા પાચન ન થાય ને
અને મારું મામા નું ઘર તો પાછું એમાંયે પોરબંદર એટલે મેળો કરવા તો જાવા નું નક્કી જ ને …..
આઠમ દ્વારકા માં કરી હું ને મારુ પરિવાર પોરબંદર મેળો કરવા નીકળી પડ્યા …..

મેં વિચાર્યું હતું કે આજ વખતે નો મારો લેખ મેળા ને મળતો આવે તેના પર લખીશ ….. પણ એની પેહલા પોરબંદર જતી વખતે ચાલતી બસ માં લેખ લખવા ની મજબૂરી કયો કે ઈચ્છા કયો … એ થઈ ગઈ ….

દ્વારકા થી પોરબંદર જતી વખતે .. રસ્તા પર એક અકસિડેન્ટ થયેલ ગાડી જોવા મળી …. ભીડ ઘણી એકઠી થયેલ હતી અને અમે બસ ની અંદર હતા … બધા લોકો બસ માંથી તાકી ને બહાર જોતા હતા ….
શાયદ એ ગાડી માં ઘાયલ થયેલ વ્યક્તિ ને કાઢવા આટલી ભીડ હશે ત્યાં ….

અમારી બસ આગળ ચાલતી થઈ , આટલા માં જ મારી સામે ની સીટ માંથી બેઠેલા મહાન મનુષ્ય ની વાત મને સંભળાઈ . …. એ તેની સાથે આવેલા બીજા મહાન વ્યક્તિ ને કહે છે કે “યાર  , આનો ફોટો પાડી લીધો હોત તો … સોશ્યિલ સાઈટ માં મુકવા થાત ને …” ….

હવે વાત ની બસ માં બેઠેલ એક પણ વ્યક્તિ ને ખબર ન હતી , શુ થયું છે , ગાડી જેનું અકસિડેન્ટ થયું છે એમાં કોણ કોણ બેઠું હતું … કોઈ ને હોસ્પિટલ લઈ ગયા છે કે નહીં ….લોકો ઘણા હતા ત્યાં એટલે હોસ્પિટલ તો જરૂર પહોંચી જ ગયા હશે તે લોકો ,
પણ સંભાવના ઘણી રહે ને ..  એમ પણ બની શકે કે ગાડી ની અંદર કોઈ પણ ન હોઈ સાઈડ માં ઉભી રાખી હોઈ ને કોઇ બીજા વાહન એ ટક્કર પણ મારી હોઈ …. વાત જાણ્યા વિના ખાલી મુદ્દા પકડી ને સોશ્યિલ સાઈટ પર હાથ પગ અને માથા વિના ની સ્ટોરી મૂકી ને ખોટા લાઇક્સ ને કોમેન્ટ ને ચર્ચા માં રહેવા ની આ બધી દોડ માં લોકો માણસાઈ ભૂલી ગયા છે , બસ માં બેઠા બેઠા બસ એક ગાડી નો ફોટા ને ફરતો કરી ને આપણે સાબિત શુ કરવા માંગીએ છીએ …..

પછી ફોટા ને અપલોડ કરી ને આટલું દુઃખ જતાડશ ને કે વાત ન પૂછો …  પણ આ બધા નાટકો શુ કામ ના જ્યારે આપણે ના વાત ની ખબર હોય કે ના આપણે કાંઈ કોઈ ની મદદ કરી હોય …..ના ત્યારે તે  દુઃખ ના સમય માં આપતી ના સમય માં તે લોકો ની સાથે હોઈએ …..
આ સોશ્યિલ સાઈટ ને અમુક લોકો એ દેખાડો કરવા માટે નો રસ્તો બનાવી લીધો છે બસ …. આ એક નહીં આવા મહાન મનુષ્યો તો આ દુનિયા માં કેટલાય છે અને અમુક વાર એમા આપનો બધા નો કોઈક ના કોઈક બીજી અલગ અલગ વાતો દ્વારા સમાવેશ થઈ જ જાય છે …..

લેખક : મેઘા ગોકાણી

ટીપ્પણી