શું તમે પ્રતીક ગાંધી વિશે આ જાણો છો?

‘સ્ટ્રગલ’ શબ્દ જ પ્રતીક ગાંધીને વ્યક્તિગત રીતે ગમતો નથી સ્ટ્રગલથી અનુભવ મળે છે! સુરતમાં ડીપ્લોમા એન્જીનીયરીંગ સમયે તેઓ થીયેટર કરતા હતા. પછી ડીપ્લોમા છોડી જલગાંવ જઇને ડીગ્રી પૂરી કરી ઇન્ડસ્ટ્રીયલ ઇન્જિનીયર બન્યા. પછી મુંબઈ ગયા જે તેમને એવી એકજ જગ્યા લાગી જ્યાં તેઓ થીયેટર અને જોબ બન્ને સાથે કરી શકે! તેમને બહુ બધાંમાં રુચી છે. એન્જીનીયરીંગ પણ તેમને એટલુજ ગમે છે જેટલું થીયેટર, તેમને માર્શલ આર્ટસ અને ડાન્સ પણ બહુ ગમે છે! તેમને મ્યુઝીક અને ગેમ્સમાં પણ એટલોજ રસ છે. એટલે કહોને કે મલ્ટીપલ પેશન ડીસઓર્ડર છે એવું તેમને લાગે છે!

મુંબઈ એક એક એવી જગ્યા છે જ્યાં ભારતનાં ખૂણે ખૂણેથી રોજનાં હજારો એક્ટર્સ આવતાં હોય અને એવા મહાનગરમાં જઇને તમારી એવી જગ્યા બનાવવાની કે તમને કામ મળે, લોકોને પસંદ પડે એવું કામ કરવાનું કે જે ચીલાચાલુ કરતાં હટકે હોય, અને ફાઈનલી એક એવો સ્ટેજ આવે જયારે સ્પેશ્યલી તમારા માટે રોલ લખાતા હોય અને તમને અપ્રોચ થતું હોય તો એ બહુ

ઇન્ટેરેસ્ટીંગ જર્ની છે! લગભગ બધાં એક્ટર્સની આવી જર્ની રહેતી હોય છે.

તેમના માટે બહુ ઇન્ટેરેસ્ટીંગ ફેસ હતો કે ૧૦ વર્ષ જોબ સાથે થીયેટર કરવું! કારણકે જોબ વિના મુંબઈમાં તેઓ સેટલ ના થઇ શક્યા હોત!

૨૦૦૪માં મુંબઈ ગયા. કન્સલ્ટનસીની જોબ સાથે થીયેટર ચાલુ રાખ્યું. સિમ્પલ ગણિત જેમ ઘડિયાળના કેલ્ક્યુલેશન મુજબ સવારે ઊઠીને જોબ પર જાય અને સાંજે રીહર્સલ પર! વિકેન્ડસમાં શો કરવાના, અને જે રજાઓ મળવાપાત્ર હોય તે વર્ષની ૩૦-૩૫ રજાઓ જયારે બહાર શો કરવા જવું પડે કે ફિલ્મ આવે ત્યારે વાપરી શકાય! ફેમિલીનો બધો ટાઇમ આમાં આપી દેવો પડે. ઊંઘવાનું ઓછું કરવું પડે!

તેઓ માત્ર પાંચ થી સાડા પાંચ કલાક ઊંઘ લે છે. આવું કરવું પડે, સવારે જોબ સાંજે રીહર્સલ.. આવી રીતે જ તેમણે ‘બે યાર’ કરી! થીયેટર એ આર્ટીસ્ટનું ‘જીમ’ છે જ્યાંથી આર્ટીસ્ટનો ‘ગ્રોથ’ થાય છે!

લેખક : હાર્દિક સોલંકી 

રોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારુ પેજ 

ટીપ્પણી