સોશિયલ મીડિયામાં રણવીરે શેર કર્યો ૮૩ની તૈયારીનો વિડિયો, જેમાં તેઓ કપિલ સાથે કરે છે નેટ પ્રેકટિસ…

ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ગલી બોયની સફળતા પછી, ’83’ ની તૈયારી વિશે રણવીર સિંહ ફરી એક્ટિવ થઈ ગયા છે. તેઓ ક્રિકેટની સમજમાં કુશળતા મેળવવા પર કામ કરી રહ્યા છે. રણવીર ફિલ્મમાં ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવશે.

આજકાલ, ફિલ્મની આખી ટીમ ધર્મશાળામાં છે, જ્યાં તેઓ કપિલ દેવ પાસેથી કપિલ પાસેથી શીખે છે.

તાલીમ દરમિયાનની ક્ષણોને કેમેરામાં કેપ્ચર કરેલ છે. જે, સોશ્યલ મીડિયા પર વિડિઓ વાઈરલ થઈ રહ્યો છે જેમાં કપિલ દેવ નટરાજ શૉટ બતાવી રહ્યા છે અને રણવીર તેની બાજુમાં ઊભા છે.

એવું કહેવાય છે કે ૮૦ના દાયકામાં જ્યારે ભારતી ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે કપિલ દેવના નટરાજ શૉટ ખૂબ પ્રસિદ્ધ હતા. રણવીર સિંહે આ ખાસ વિડિઓને તેના સોશિયલ મીડિયમાં શેર કર્યો છે.

રણવીરે કેપ્શન મૂક્યું છે કે ‘વર્કિંગ’ ઓન ‘નટરાજ શોર્ટ’ વીથ ધ મેન ‘હિમસેલ્ફ’

અગાઉ રણવીર ભૂતપૂર્વ ક્રિકેટર બલવિંદર સિંહ સંધુ પાસેથી તાલીમ લેતા હતા. એક મુલાકાત દરમિયાન, તેમણે કહ્યું હતું કે, “સંધુ સર મારા પ્રગતિ દરથી ખૂબ ખુશ છે. મારો આહાર, તાલીમ અને શારીરિક સ્થિતિ મુજબ કાળજી લે છે. હું એથ્લેટિક જીવનશૈલીનો સંપૂર્ણ આનંદ માણું છું.”

એક અહેવાલ અનુસાર માનીએ તો આ ટ્રેનિંગ હજી પંદર દિવસ સુધી ચાલશે અને 15 મેથી લંડનમાં તેઓની આ આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. રણવીર સિંહ લાંબા સમયથી તેમના આ પાત્ર ભજવવા માટેની તૈયારી કરી રહ્યા છે.


83 ફિલ્મ મલ્ટિ-સ્ટારર છે. તહીર રાજ ભસીન આમાં સુનીલ ગાવસ્કરની ભૂમિકા ભજવશે. એ જ રીતે સાકિબ સલિમ મોહિન્દર અમરનાથ, એમી કામ બલવિંદર સિંહ સંધુ, સાહિલ ખટ્ટર સૈયદ કિરમાણીએ ચિરાગ પાટિલ સંદીપ પાટીલે હાર્ડી સંધુ મદનલાલ ભૂમિકા ભજવશે.

કબીર ખાન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રજૂ થશે એવો અંદાજ કરી શકાય છે.

કપિલ દેવ સહિત સૌ ક્રિકેટ ફેન્સની નજર રહેશે આ ફિલ્મ પર…