પલાળેલા ૨ અખરોટ રોજ ખાઓ અને મેળવો અનેક ફાયદાઓ – કેટલાય રોગ તમારાથી રહેશે દૂર…

રોજ બે પલાળેલા અખરોટ ખાવાના આશ્ચર્યજનક ફાયદાઓ જાણો ! રોજ બે પલાળેલા અખરોટ ખાઓ અને તમારા શરીરને અગણિત લાભ પહોંચાડો, રોજ બે પલાળેલા અખરોટ ખાઓ અને આ ગંભીર બીમારીઓથી તમારા શરીરને બચાવો

image source

સુકામેવાને આપણા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ ગણાવવામાં આવે છે. બદામ, કાજુ, પિસ્તા, કીશમીશ તેમજ અખરોટને જો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં નિયમિત રીતે ખાવામા આવે તો તે આપણા શરીરને અગણિત આશ્ચર્યજનક ફાયદા પહોંચાડી શકે છે. આજે અમે તમારા માટે અખરોટને ખાવાથી શું ફાયદા થાય છે તે વિષેની માહિતી લાવ્યા છે.

અખરોટમાં છે આ ખાસિયતો

image source

અખરોટમાં ફાયબર, કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ, પ્રોટીન તેમજ આયર્ન જેવા ખનીજ તત્ત્વો અને બીજા અનેક પોષકતત્ત્વો ભરપુર પ્રમાણમાં ભરેલા પડ્યા હોય છે. આ ઉપરાંત અખરોટમાં ઓમેગા – 3 ફેટી એસિડની પણ હાજરી હોય છે જેના કારણે જે લોકોને સતત સાંધાના દુઃખાવાની ફરિયાદ રહ્યા કરે છે તે દૂર થાય છે. તેમજ અખરોટથી તમારું મગજ પણ સ્વસ્થ બને છે. તેમજ તે તમારા હૃદય માટે પણ ઉત્તમરીતે ફાયદાકારક છે.

અખરોટને ખાવાની યોગ્ય રીત

image source

સામાન્ય રીતે આપણે કોઈ પણ સુકામેવાને એમનમ જ જે છે તે સ્થિતિમાં ખાઈ લેતા હોઈએ છીએ અને જે સુકો મેવો ભાવતો હોય છે તેના પર ટુટી પડીએ છીએ અને જે નથી ભાવતો તેની સામે પણ નથી જોતાં. પણ સુકામેવાને ખાવાનું પણ એક ચોક્કસ પ્રમાણ અને રીત છે. અખરોટને પણ તમારે ખાલી તેને ફોલીને આરોગી નથી લેવાનું હોતું પણ તેનું પણ યોગ્ય પ્રમાણ અને યોગ્ય રીત છે.

image source

તેના માટે તમારે બે ઉચ્ચ ગુણવત્તાના અખરોટ લેવા તેને તેના શેલમાંથી છુટ્ટા પાડવા અને તેને એક નાની વાટકીમાં પાણીમાં પલાળી લેવા. આખી રાત તેને તેમજ વાટકીના પાણીમાં રાખવા અને તેને સવારે બરાબર ધીમે ધીમે ચાવીને ખાઈ લેવા. આવી રીતે રોજ સવારે તમારે બે પલાળેયા અખરોટ નિયમિત રીતે ખાઈ લેવા.

image source

પલાળેલા અખરોટને નિયમિત ખાવાના લાભો

શરીરમાં કેન્સરના સેલ્સને વિકસતા અટકાવે છે

image source

અખોટમાં ભરપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. આ ઉપરાંત તેમાં કેટલાક એવા તત્ત્વો સમાયેલા હોય છે જે શરીરમાં કેન્સરના સેલ્સને વિકસવા દેતા નથી. અને આ રીતે રોજ પલાળેલા બે અખરોટ તમને કેન્સર જેવી ગંભીર બિમારીથી બચાવી શકે છે.

ડાયાબિટિસને કાબુમાં રાખવામાં મદદ મળે છે

image source

એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે રોજ ઉપર જણાવેલી રીતે બે અખરોટ સવારે ચાવીને ખાવાથી ડાયાબિટિસ ધરાવતા લોકો તેમના ડાયાબિટિસને કાબુમાં રાખી શકે છે. ખાસ કરીને જે લોકોને ટાઇપ – 2 ડાયાબિટિસ હોય તેમના માટે આ પ્રયોગ ખુબ જ લાભકારક છે.

વેઇટ લોસમાં મદદ કરે છે

image source

અખરોટમાં કેલ્શિયમ, આયરન, કોપર, ઝિંક, પોટેશિયમ સારાએવા પ્રમાણમાં હોય છે. અને તેનામાં રહેલા આ ખનીજતત્ત્વો તમારા શરીરના મેટાબોલિઝમને વધારે છે અને તમારા શરીરમાંની વધારાની ચરબીને ઓછી કરવામાં તમારી મદદ કરે છે. અને આ રીતે તે તમારા ઓવરઓલ વજન ઘટાડામાં પણ મદદ કરે છે. તેમાં સારી ચરબી જેને ગુડ ફેટ કહેવામાં આવે છે તે હોય છે જે તમને લાંબા સમય સુધી ભુખ નથી લાગવા દેતી અને આ રીતે તમે વધારે પડતા ભોજનથી પણ બચી શકો છો.

હાડકાં તેમજ દાંતને મજબુત બનાવે છે

image source

અખરોટમાં ઓમેગા – 3 ફેટી એસિડ સમાયેલું હોય છે જે તમને વિવિધ પ્રકારના સાંધાના દુઃખાવાથી દૂર રાખે છે આ ઉપરાંત પણ કેટલાક એવા તત્ત્વો હોય છે જે તમારા હાડકા તેમજ તમારા દાંતને મજબૂત બનાવે છે.

શરીરના બેડ-કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદય રોગમાં રાહત આપે છે

image source

શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે બેડ અને ગુડ તેના પ્રકાર પ્રમાણે એક તમને નુકસાન પહોંચાડે છે જ્યારે એક તમને ફાયદો પહોંચાડે છે. નિયમિત પલાળેલા અખરોટ ખાવાથી શરીરમાંના બેડ કોલેસ્ટ્રોલ અંકુશમાં રહે છે. અને તેના કારણે તમારું હૃદય સ્વસ્થ રહે છે અને તમે હૃદય રોગની બિમારીથી દૂર રહો છો.

માનસિક તાણ તેમજ ડીપ્રેશનથી દૂર રાખે છે

image source

અખરોટમાં ઓમેગા – 3 ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને ઓમેગા 3 ફેટી એસિડ તમારા મનને પ્રસન્ન રાખવામાં બહોળો ભાગ ભજવે છે. રોજ નિયમિત પલાળેલા અખરોટ ખાવાથી તમે માનસિક તાણ તેમજ માનસિક નિરાશાથી દૂર રહો છો.

વાળ લાંબા અને મજબૂત બને છે

image source

અખોટમાં વિટામીન બી 7નું પ્રમાણ વધારે હોય છે. અને આ વિટામીન તમારા વાળને ઘેરા, લાંબા અને મજબૂત બનાવવા માટે યોગ્ય પોષણ પુરુ પાડે છે. તેના માટે તમારે ઉપર જણાવ્યું છે તેમ રોજ સવારે આખી રાત પલાળીને રાખવામાં આવેલા બે અખરોટનું નિયમિત સેવન કરવાનું રહેશે.

ગાઢ નિંદ્રામાં મદદ કરે છે

image source

જો તમને સતત અનિંદ્રાની ફરિયાદ રહેતી હોય તો નિયમિત પલાળેલા અખરોટના સેવનથી તમે તમારી આ ફરિયાદ પણ દૂર કરી શકો છો અને તે દ્વારા તમારા શરીરને સ્ફુર્તિલુ બનાવી શકો છો. અખરોટમાં એક મેલાટોનિનિ તત્ત્વ રહેલું હોય છે જે તમારી ઉંઘને ગુણવત્તાસભર બનાવે છે.

અખરોટને તમે આ રીતે પણ ખાઈ શકો છો

image source

તમે જે કોઈ પણ વસ્તુ ખાઓ છો તે તમે જો ઓર્ગેનિક પસંદ કરશો તો તમારા શરીરમાં તરત જ તમે સારા ફેરફારો જોઈ શકશો. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે આપણે જે શાકભાજી, ફળફળાદી, અનાજ વિગેરે ખાઈએ છીએ તેને કેમિકલવાળા ખાતરથી ઉત્પન્ન કરવામાં આવે છે અને તે શરીર માટે નુકસાનકારક છે. પણ તેની જગ્યાએ ઓર્ગેનિક ખાતર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો ખોરાક લેવાથી તમારા શરીરની મોટા ભાગની તકલીફો તમે દૂર કરી શકો છો.

image source

માટે, જો તમને બજારમાં ઓર્ગેનિક અખરોટ મળતા હોય તો થોડી વધારે કીંમત આપીને તેનું જ સેવન કરવાનો આગ્રહ રાખવો. હવે જો તમને પલાળેલા અખરોટનો સ્વાદ ન ભાવતો હોય તો તમે તેને બીજી રીતે પણ ખાઈ શકો છો. જો કે તેને તમે સવારે ખાલી પેટે ખાશો તો તેનો ઉત્તમ ફાયદો થશે પણ તમે તેને નાશ્તા બાદ પણ ખાઈ શકો છો. અથવા તો સવારે પલાળીને રાત્રે સુતી વખતે પણ તમે તેને ખાઈ શકો છો.

image source

આ સિવાય જો તમને સવારે કોર્નફ્લેક્સ કે ઓટ્સ ખાવાની આદત હોય તો પલાળેલા અખરોટ તમે તેની સાથે પણ ખાઈ શકો છો. અને જો તમને એકલા પલાળેલા અખરોટ ન ભાવતા હોય તો તમે તેની સાથે પલાળેલી બદામ તેમજ પલાળેલી કીશમીશ પણ ખાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ