જલ્સા કરોને જેંતીલાલ

સ્મૃતિભ્રંશ – એક સીતા એ જ બીજી સીતાનો સ્મૃતિભ્રંશ ભાંગ્યો છે, તૃપ્તિ ત્રિવેદીની કલમે…

‘કોઈ તો મને સહાય કરો, શું કોઈ જ પુરુષ નથી આ સંસારમાં જે અત્યારે આ દુષ્ટ રાક્ષસનાં પંજામાથી મને મુક્ત કરી મારી રક્ષા કરી શકે, મારી મદદ કરી શકે?’ સીતાનાં આ રુદન સાથેનાં શબ્દો શહેરના જાણીતા નાટ્યગૃહમાં પડઘાતા હતા. “ પહેલા તમે તમારી જાતને મને સોપી દો સીતા ! આ સમગ્ર સંસારમાં મારથી શક્તિશાળી કોઈ નથી જે તને બચાવી શકે “.એમ બોલીને રાવણ જોરજોરથી પોતાનાં અભિમનનું પ્રદર્શન કરીને અટ્ટાહાસ્ય કરી રહ્યો છે.


ઘણી સ્ત્રીઓની આંખમાં વગર ચોમાસે વરસાદના પૂર ઊમટી આવ્યા હતા. બધા જ જાણતા હતા કે આગળ શું થવાનું છે તે છતાં ઈંતેજારી દરેકના હૃદયમાં તો હતી જ ! એ સમયે જટાયું આ દ્રશ્ય જોઈ દેવી સીતાની મદદ માટે એમની તરફ આગળ વધી રહ્યો છે.‘નનઈઈઈઈ..આવું નનઈઈઈઈઈ… નનઈઈઈઈ વચ્ચેની હરોળમાં બેઠેલી એક વ્રુદ્ધ સ્ત્રી અચાનક ચીસ પાડી બેહોશ થઈ ગઈ !!

નાટક ત્યાં જ અટકી ગયું. સંચાલકો અને પ્રેક્ષકો અને ત્યાં હાજર તમામ લોકો એ તરફ દોડી ગયા.એ વ્રુધ્ધ સ્ત્રીને તરત જ ઊંચકીને બહાર લઈ જવામાં આવી . તાત્કાલિક સારવાર આપવામાં આવી પણ તેઓ હોશમાં ન આવ્યા. ઍમ્બ્યુલન્સ આવી પહોંચી અને દર્દીને બેસાડી હૉસ્પિટલ તરફ ઊપડી ગઈ. થંભી ગયેલ રામાયણ ફરી પાછી શરૂ કરાવામાં આવી . સીતાનું રુદન અને જટાયુનું રાવણ સાથેનું યુધ્ધ… ‘કેવું વિચાર્યું હતું ને આ શું થઈ ગયું ?’ ઍમ્બ્યુલન્સમાં બેઠેલ સાક્ષી તેની મમ્મી ગીતાબહેન પર અનિમેષ દ્રષ્ટિએ થોડા દુખ સાથે વિચલીત મને મનમાં જ નિ:સાસો નાખતા એ વિચારોમાં સરી પડે છે..


હું જ્યારે નાની હતી ત્યારે અવનવી વાર્તાઓ , રામાયણ, મહાભારત, રાજપૂત રાજાઓ, વિદેશી કથાઓ, પરીકથાઓ, સાહસકથાઓ, પ્રેમકથાઓ એવું તો કેટલું બધું તેણે તેની મમ્મિ નાં મોઢે સાંભળ્યું હતું. હજી ત્રણ મહિનાં પહેલાં જ સાક્ષીએ એની મમ્મીને વી.આર. એસ. લેવા કહેલું હતું. કેટલીયે વિનંતી કરી પણ એ એક ના ને ન થયા. જવાબ મળ્યો ,: “ કે મારે શા માટે વી. આર.એસ લેવું ?? આટલી સરસ જોબ છે. આવા ભગવાન સમાન નિ:દોષ બાળકો સાથે રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એને હું કેમ ચૂકું ??? “

સાક્ષી ત્યારે કશું જ નહોતી બોલી. ગીતાબહેનને વાંચવાનો ખુબ જ શોખ. તે નવા નવા પુસ્તકો વાંચે. એનો પુસ્તક પરિચય લખે અને બધાને નવી નવી મહિતી આપતા. સાથે – સાથે બધાને નવા નવા પુસ્તકો વાંચો , ખરીદો, એવી સલાહ પણ આપતા. એ પોતે . ઘણું વાંચતા અને બાળકોને પણ ખુબ વંચાવતા. રોજ સ્કુલમાં પ્રાર્થના સભામાં એમની વાર્તાઓ , બોધકથાની ગુરુવાણીનો કથા પ્રવાહ વહેતો .એમની રગેરગમાં , નસેનસમાં એક અમુલ્ય ઝરણૂ વ્હેતુ જ રહેતું. પણ નિયતિ સામે લાચાર મમ્મી પપ્પાનાં અકાળ અવસાનને લીધે એકલી પડી ગઈ હતી. એની એકલતામાં આજ એનાં એકલતાનાં સાથી તરીકે પુસ્તકોને આ પુસ્તકોએ સ્થાન લીધું હતું..


આજથી બરાબર ત્રણ મહિના પહેલા એક કાર એકસીડન્ટમાં એમને માથા પર ઇજાઓ થવાથી ગીતાબહેનને સ્મૃતિભ્રંશ થયો હતો. ઘણા પ્રયત્નો છતાં કંઈ જ એમને યાદ આવતું નહોતું. તે એક ટીચરની જોબ કરે છે. શાળામાં એ બધા જ વિધ્યાર્થીઓનાં ફેવરીટ ટીચર .ગીતાબહેન એક ઉતમ શીક્ષિકા તરીકે બધા જ બાળકોનું ભણતર સાથે ગણતર પણ કરતા.ને સાથે સાથે માતૃત્વ નો વ્હાલ પણ વરસાવતા. “પણ આ શું ? હવે મમ્મી મને ખુદ ને નથી ઓળખતી. કે નથી એને એની કોઈ વાર્તાઓ યાદ કે નથી એને એનાં સ્કુલનાં કોઈ વિધ્યાર્થીઓ યાદ. મને હવે જે બની રહ્યું છે એ સાક્ષીની સમજણની બહાર હતું “ , સાક્ષી મનમાં જ મૂઝાયા કરતી.

ડો. મમ્મીની ટ્રીટ્મેન્ટ હજી ચાલુ જ છે. હજી થોડા દિવસ પહેલાં જ ડો. શરદ સાથે વાત થઈ .એમણે મને કહેલ કે જો તારી મમ્મીને કોઈ એવી જુની યાદનાં વીડીઓ બતાવ. કે એમની લાઈફમાં બનેલી હોય એવી જ કોઈ ઘટના જો એમની સામે અંકિત થાય તો એમની યાદદાસ્ત બહુ જલ્દી પાછી આવી જાય. સાક્ષીએ આ વાત વિશે ખુબ વિચાર્યું પછી એમની જોડે જ જોબ કરતા કમલ કાકાને આ વાત વિશેની વાત કરી.

તો કમલ કાકાએ થોડું વિચારી સાક્ષીને કહ્યું , ‘મને સહાનૂભુતિ છે તારી મમ્મી સાથે ખુબ જ અધટીત બની ગયું., પણ બેટા હવે મને પણ એમની ઘણી વાતો આજે યાદ નથી, કેમકે હું રીટાયર થયા પછી તારી મમ્મીને મારે મળવાનું ખુબ ઓછું થાય છે. “ હું સમજી શકું છું કાકા ! મમ્મી એની લાઈફની વાતો કોઈને કહેતી જ ક્યાં હતી. તો પણ ‘તમને જે યાદ હોય તે કહેજો. કોઈ પણ વાત કહેજો. બસ , ચાલશે. કદાચ કંઈક યાદ આવી જાય તો મમ્મીની પાછલી જિંદગીમાં એ બીજા કોઇને નહીં તો કંઈ નહી પણ પોતાની જાતને તો ઓળખી શકશે. “ , સાક્ષીની આંખ આસુઓથી છાલકાઈ ગઈ આટલું બોલતા બોલતા.


સારું ‘ચાલો, પ્રયત્ન કરવામાં શું જાય છે. સાક્ષીને આ સાંભળી એક નવી આશાનો ઉગતો સુરજ .દેખાયો . એ અંદરથી થોડી ખુશ થઈ. ભિતરની લાગણીઓ કહેવા માટે એની પાસે એની એક મમ્મી જ હતી , આજે એનાં જીવનમાં પહેલીવાર કોઇ અન્ય પાસે એને પોતાનાં દિલની વ્યથા કહીને પોતાનું મન હળવું કર્યુ. ‘હેલ્લો ગીતા બહેન કેમ છો ? ઓળખાણ પડી ? શું કરે તમારીસ્કુલનાં બાળકો ? ચાલો આજે સ્કુલ જઈએ.” ,કમલ કાકા ઘરે આવીને મમ્મીને બોલાવ્યા.

પણ, અફ્સોસ………..સામેથી કોઈ જ પ્રત્યુતર નહી . કે નહી કોઈ જ પ્રકારના હાવભાવ. ખુદ સાક્ષીપણ હવે એની ઓળખ નહોતી કહી શકતી. તો આ તો કમલ કાકા હતા. એને તો કેમ જવાબ મળે !.

કેટલીયે વાતો કરી. કેટલીયે બુકો સામે વાંચવા લાવીને મુકી પણ કોઈ જ જવાબ ન મળ્યો. સાક્ષીએ એના મિત્રોએ પણ કેટલીય વાત કરી પણ ગીતાબહેન તો શૂન્યમનસ્ક જ રહ્યાં. ન કશું બોલ્યા કે ન કશુ ચાલ્યા. જાણે એમની અલગ જ દુનિયા હોય એમ જ સ્થિરરહ્યાં. ને જીભ સીવાયેલી લાગી.
આવી પરિસ્થિતિ જોઈને તો હવે કમલકાકા પણ મૂંઝાયા ને બોલ્યા , “ બેટા સાક્ષી હું કાલે દસ વાગે આવું તો ચાલશે ? આજે તો નહિં ધારેલું જોઈને હું પણ થોડી મૂઝવણમાં છું આવતીકાલે આવીશ ને ત્યારે બેટા આનો કંઈક રસ્તો કાઢું છૂં .તું બિલકુલ ચિંતા ન કર ભગવાન સૌ સારાવાના કરશે!”
સાક્ષી હવેને થોડી હિંમત આવી કે મારી સાથેકોઈ તો છે. હવે હું મારી મમ્મી ને એની ખુદનીઓળખાણ અપાવી જ રહીશ. એને એની જોબ પર બે મહિનાની રજા માટેનો મેલ પણ સેન્ડ કરી દીધો. એક દ્ર્ઢ નિશ્ચય સાથે એને એનો નિર્ણય મજબૂત કરીને એ વિચારવા લાગે છે.

બીજા દિવસે સવારે દસ વાગ્યા ત્યાં કમલકાકા આવ્યા , “ કેમ છે બેટા ? ચાલ ટીવી ચાલુ કર આ ડી.વી.ડી માં ગીતાબેનનાં કેટલાક પ્રવચનો છે”
“ આવો …..આવો ……બેસો ! હું એક્દમ મજામાં છું , તમે કેમ છો ?? હા , કરું છું ચાલું લાવો “

“ હું પણ મજામા !ચાલ પહેલા આ કામ કરીએ આજનું “

“ટી.વી ઓન કરી મમ્મીને બાજુમાં બેસાડી એ ડી.વી.ડી. અમે જોતા રહ્યાં પણ ,ગીતાબેન તો કશું જોતા જ ન કે સાંભળતા જ ન હોય તેમ ઉત્સાહ વગર આજુબાજુ જોતા હતા. તેમના ચહેરા ઉપર કોઈપણ જાતના ભાવ કે ઉત્સાહ જોવા સુધ્ધા ન મળ્યા. કમલકાકા અને સાક્ષી એમ કંઈ હિમત હારે એવા થોડી હતાં . યુ ટુબ પર બધી જ સીરિઅલ નાં અને સુફી ગઝલોનાં વીડીયો સર્ચ કરી ડાઉનલોડ કર્યા. ને એ જોવાનું ચાલુ કર્યું.આ વખતે ગીતાબહેન પણ રસ દાખવ્યો . એમને મજા આવતી હોય એવું લાગ્યું અને બોલ્યા , “ આની પહેલાં જે એપિસોડ આવ્યોએ ફરી કરો તો.“


‘સાક્ષી અને કમલકાકાની આંખમાં એક ચમક આવી ગઈ. આજે એમને આશાનું કિરણ દેખાયુંએ ખુશ હતાંકે ચાલો હવે આપણે થોડા સફળ થયાં‘. આ બાજું ગીતાબેનને પણ કશુક નવું જોતાહોય એવું અશ્ચર્યનાં ભાવ એમનાં ચહેરા પર દેખાયા. ને એક રમતિયાળ સ્મિત એમનાં ચહેરા પર ફરી વળ્યું. હવે એજ અમે રોજ રોજ ભેગા થઈ ક્યારેક મમ્મીને ફોટા દેખાડતા તો ક્યારેક એ ફોટાઓ પાછળની સ્ટોરી કહેતા . મમ્મી ને એ બધું ગમતું એ પણ એમાં રસ લેતી થઈ ધીરેધીરે . પણ એ ખાલી સાંભળે જ કોઈ જવાબ નહીં કે પછી કોઈ હાવભાવ નહી.

એક વખત અમે સ્કુલે લઈ ગયા . બધા જ વિધ્યાર્થીઓને જોઈને ખુશ તો થઈ પણ એક અજનબી બનીને. સાક્ષી એનાં ભાવ જોતી . પણ બન્ને મૌન જ . અન્ય કોઈ જ લાગણીનાં ભાવ જ નહીં. સ્કુલથી રસ્તામાં જ એક નાટ્યહોલમાંરામાયણ નું નાટ્યચાલતું હતું થયું કે લાવને મમ્મીને નાટકબતાવીએ . પણ આ શું થયું સારું વિચાયું હતું ને ..! અચાનક જ કાર રોકાઈ જાય છે. વિચારોનાં વમળમાંથી બહાર નીકળી ને જોવે છે તો હોસ્પિટલ આવી ગઈ છે. એટ્લે જલ્દી જલ્દી ડો. ને મળીને જે હોસ્પિટલની પ્રોસેસ હોય એફટાફટ પતાવી એની મમ્મીની ટ્રીટ્મેન્ટ ચાલુ કરાવે છે. એક ઇંજેક્શન આપ્યું પછી એક બોટલ ચડાવે છે. થોડી જ વારમાં ગીતાબહેન ભાનમાં આવતા જ એ રડવા લાગે છે.


એક્દમ રડવાનો અવાજ આવતા જ સાક્ષી અને કમલકાકા એમની પાસે જાય છે. ત્યારે ગીતબહેન સાક્ષીને ચોટીને ખુબ રડે છે. અને રડ્તા રડ્તા જ બોલે છે ,” બેટા હું કશું જ ભુલી નથી મને બધું જ યાદ છે. હું ખાલી યાદ ન રહે એ નાટક જ કરતી હતી . પણ મને એ નાટક કરવામાં ને કરવામાં હું ખુદને ક્યારે ભુલી ગઈ એ મને પણ ખબર નથી.”.

સાક્ષી એક્દમચોકીને , “મમ્મીઆ તું શું બોલે છે ? તને ખબર છે મારી શું હાલત થઈ છે એ ? તારા વગર મારુંકોઈ જ નથી તને ખબર હોવા છ્તાં ….!” “મને માફ કરી દે પણ બેટા તારા પપ્પા એ મને ચારિત્યહિન કહીને મને અને તને છોડીને ક્યાંક વર્ષો પહેલાંચાલ્યા ગયા . પણ હું એ વાત ક્યારેય ભુલી ન શકી. ક્યાંકહું ખુદને જ દોષ આપતી . જ્યારે તું ક્યાંક આઘી પાછી થઈ હોય ત્યારે હું છાને ખુણે રડી લેતી.”

“ તો શું થયું ?”


“મારો કશો જ વાંક ન હોવા છ્તાં આ સમાજ મને ક્યાંક એવી નજરે જોતી હશે તો ? એવી જ લઘુતાગ્રંથીમાં જ હું ધીરેધીરે ખુદ ને ભુલવા લાગી. ને એમાં મને મજા આવતી. કે હું હવે હું છૂં જ નહીં તો મને કોણ એ વિશે પૂછશે? ક્યાંક તને કોઈ સારા ઘરેથી જોવા આવે તો મને જ કશું યાદ ન હોય તો શું પૂછશે ,એટલે મેં એ નાટક ચાલું જ રાખ્યું . પણ , આજે સીતાનાં પાત્રએ પાછું એ બધું ભુલેલું યાદ અપાવ્યું . મને લાગ્યું કે આજે પણ નિર્દોષ સીતાને અગ્નિપરિક્ષા આપવી પડશે ! પતિવ્રતા હોવા છ્તાં વનવાસ ભોગવવો પદશે! જેમ મેં આખી જિંદગીનો વનાવાસ ભોગવ્યો એમ.

કમલકાકા , “ સાક્ષી બેટા આજે એક સીતા એ જ બીજી સીતાનો સ્મૃતિભ્રંશ ભાંગ્યો છે. કોઈએ સાચું જકહ્યું છે કે જેને વીતિ હોય એ જ સમજે બાકી બધાને એ નાટક જ લાગે !”

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી લાગણીસભર વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

Exit mobile version