સ્મૃતિ ઇરાનીએ શેર કરી વર્ષો જૂની તસવીર, જાણો વધેલા વજન પાછળ કોને જવાબદાર ઠેરવ્યો

પોતાના વધેલા વજન માટે સ્મૃતિ ઇરાનીએ કરણ જોહરને ઠેરવ્યો જવાબદાર, થ્રોબેકથર્સડેમાં સ્મૃતિ ઇરાનીએ શેર કરી 15 વર્ષ જૂની તસ્વીર

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સોશિયલ મિડાય દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અને અવારનવાર તસ્વીરો તેમજે વિડિયોઝ પોતાના ફેસન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેણીએ 15 વર્ષ જૂની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેની સાથે સાક્ષી તંવર અને કરન જોહર પણ જોઈ શકાય છે.

image source

આ તસ્વીર કોફી વીથ કરનના સેટ પરની છે. તે સમયે સાક્ષી અને સ્મૃતિ બન્ને કરનના આ શોના મહેમાન બન્યા હતા. સ્મૃતિ ઇરાની એક પોલીટીશીયન તરીકે તો નામના મેળવી જ ચૂકી છે પણ તે પહેલાં તેણી એકતા કપૂરની સિરિયલ ક્યું કી સાસ ભી કભી બહૂથી થી લોકોના હૃદય પર રાજ કરવામાં સફળ રહી હતી.

2005માં કોફી વિથ કરનની પહેલી સીઝન સ્ટાર વર્લ્ડ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. અને તે વખતે તેણી અને બાલાજી ટેલી ફિલ્મ્સની જ બીજી સફળ સીરીયલ કહાની ઘર ઘર કીથી જાણીતી બનેલી અભિનેત્રી સાક્ષી તંવરે પણ શોમાં હાજરી આપી હતી.

આ તસ્વીરમાં બન્ને અભિનેત્રીઓ સાડીમાં જોઈ શકાય છે. સ્મૃતિએ બ્રાઉન સાડી પહેરી છે જ્યારે સાક્ષીએ બ્લૂ સાડી પહેરી છે અને કરન જોહરે બ્લૂ સૂટ પહેર્યો છે. સ્મૃતિની આ શેર્ડ તસ્વીર જોઈને કરણ જોહર પણ ચકીત થઈ ગયો હતો અને તેણે કમેન્ટ કરી હતી, ‘હે ભગવાન, કદાચ આ છેલ્લી તસ્વીર હશે જેને મેં હસીને પડાવી હશે ! અને મેં આ શું પહેર્યું છે ??’ અને સાથે ઘણા બધા લાફીંગ ઇમોજીઝ પણ કરણે કમેન્ટમાં મુક્યા છે.

image source

સ્મૃતિએ આ તસ્વીર શેર કરતાં કેપ્શન લખ્યું છે ‘પાઉટ મિયા એક એવો સમય જ્યારે કરણ જોહર તસ્વીરમાં હસી રહ્યો છે, કેવું સરસ સ્મિત છે,’ ત્યાર બાદ સ્મૃતિએ લોકોનું ધ્યાન દોરતાં લખ્યું છે, તે સમયે હું કેટલી પાતળી હતી. મારા વધેલા વજન માટે હું કરણને મને આપેલા હેમ્પરને જવાબદાર ગણું છું.

image source

જો તમને ખ્યાલ ન હોય તો તમને જણાવી દઈએ કે કરણના શોમાં મહેમાનોને બે રાઉન્ડ રમાડવામાં આવે છે જેમાં જીતનારને તે ગીફ્ટ હેમ્પર આપે છે અને તે વખતે સ્મૃતિ ઇરાની હેંપર જીતી હતી અને તેનો ઇશારો આ હેમ્પર તરફ જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ