“સ્ટ્રૉબેરી ઓટમીલ સ્મૂધી” – બનાવો આ હેલ્ધી ડ્રીન્ક.. ટેસ્ટી પણ છે..

“સ્ટ્રૉબેરી ઓટમીલ સ્મૂધી”

સામગ્રી :

૫૦ ગ્રામ ઓટ્સનો પાઉડર,
૨૦૦ ગ્રામ દહીં,
૧૨૦ મિલીલીટર ઠંડું દૂધ,
૨૦૦ ગ્રામ સ્ટ્રૉબેરી,
૨ ટેબલસ્પૂન મધ,

રીત :

એક મિક્સરની જારમાં ઓટ્સનો (શેકીને) પાઉડર કરી લેવો. દહીં, દૂધ, સ્ટ્રૉબેરી (ઠંડું કરી લેવું). મોટા મિક્સરના જારમાં બધું પીસી લેવું. પછી એમાં મધ ઉમેરીને પીસવું. સર્વ કરતી વખતે એમાં ઓટ્સનો પાઉડર ઉમેરીને પાછું બ્લેન્ડર ફેરવીને ઠંડું સર્વ કરવું.

નોંધ : ઓટ્સને લીધે આ સ્મૂધી થોડી જાડી થશે તો એમાં જોઈતા પ્રમાણમાં દહીં અથવા દૂધ ઉમેરી શકાય.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી