મોટા મોટા શહેરોને પણ ટક્કર મારે એવું ગુજરાતનું ગામડું

આપણા બધાના મનમાં અમુક વસ્તુઓ માટે કેટલીક ધારણા મનમાં ફીટ બેસી ગઈ હોય છે. કારણ કે તેમની બીજી વ્યાખ્યા આપણા મનમાં જ નથી હોતી. પણ ક્યારેક આપણી એ માનસિકતા ભાંગે છે અને એક એવો જ દાખલો આવ્યો છે એક ગામડાનો. કે જે જોઈને કોઈને પણ એમ નહીં થાય કે આ ગામડું છે. સૌથી પેહલા તો ગામડાંનું નામ સાંભળતાની સાથે જ નજર સામે તકલીફોનું આખું લિસ્ટ આવી જાય કે આવું હશે અને તેવું હશે. પાણી નહીં હોય, વીજળી પણ નહીં હોય તેમજ સારા રસ્તા નહીં હોય. ટૂંકમાં આપણા મનમાં પાયાની સુવિધાઓ માટે ઘણા સવાલ ઊભા થાય છે અને એ થવા પણ સ્વાભાવિક છે.

image soucre

આજે આપણે ગુજરાતના એવા ગામડાની વાત કરવાના છીએ જે મેટ્રોસિટીને પણ ટક્કર મારે છે. હા તમે એકદમ બરાબર સાંભળ્યું કે સિટી પણ તેની પાસે ફિક્કી લાગે. તો આવો વાત કરીએ આ ગામ વિશે. મારુ ગામ મારી નજરે કેવું હોય ? આવો પ્રશ્ન તમને ક્યારેય થયો છે. પણ આ ગામના વતનીઓને થયો એટલું જ નહિ.

image soucre

આ પ્રશ્નનનો જવાબ આપવાનો દ્રઢ નીર્ધાર આ ગામના વતની અને ગામદાતાઓએ કરી લીધો છે અને તેની અસર પણ દેખાય છે. સરકારની દરકાર કર્યા વગર ગામના જ લોકોએ પોતાના ગામને ખરા અર્થમાં ગોકુળિયું ગામ બનાવવાનું બીડું ઝડપ્યું છે અને પોતાના ગામને ગુજરાતનું સૌથી પહેલું ડસ્ટ ફ્રી ગામ બનાવાનો સંકલ્પ લીધો છે. આ ગામ એટલે બીજું કોઈ જ નહીં પણ પાટણ જિલ્લાના રૂપપુર ગામ વિશે વાત છે.

image soucre

રૂપપુર ગામ વિશે કોઈ વધુ વાત કરીએ એ પેહલા જ કહી દઈએ કે નિરમા કંપનીના માલિક કરસનભાઈ પટેલ આ જ ગામના વતની છે અને ત્યાં જ તે ભણી ગણી મોટા થયાં છે. જેમનું બાળપણ પણ ત્યાં જ વીત્યું છે. આ ગામના વિકાસમાં અને ગામને ઉત્તમ સગવડતા પુરી પાડવામાં હંમેશા તેમનો સાથ સહકાર રહ્યો હોવાનું પણ જણાઇ રહ્યું છે.

image soucre

બીજા ફાળા વિશે જો વાત કરીએ તો વિગત મળી રહી છે કે આ સાથે ગામના બીજા દાતા ખોડાભાઈ પટેલે છેટ વિદેશમાં રહીને પણ ગામને રૂડું બની રહે એ માટે ગામને અને ગ્રામજનોને સુંદર મજાના તળાવની ભેટ આપી છે. કે જે તળાવ આજે ગામમાં સોનામાં સુગંધ ભળે એમ સજાવટ આપી રહ્યું છે. તેમજ ગામના અન્ય યુવાન દાતા પી.એસ.પટેલે તો ગામનો નકશો જ બદલવાનો નિર્ણય લઇ લીધો. અને તૈયારી શરૂ કરી દીધી છે.

image soucre

આ પટેલે ગામજનો સાથે મિટિંગ કરીને અધધ ખર્ચો કરીને કામગીરી પણ શરુ કરી દીધી અને આખા ગામને ડસ્ટ ફ્રી બનાવા માટે કવાયત હાથ ધરી છે. જેમની ઈચ્છા છે કે ચોમાસામાં પણ કાદવ કીચડ ના થાય એ માટે આખા ગામમાં અને ઘર ઘર સુધી પેવર બ્લોક પાથરી દીધા તેમજ ગામમાં હાઈટેક લાઇટિંગ ,મોર્ડર્ન ડ્રેનેજ સિસ્ટમ, પ્લાન્ટેશનની પણ સુવિધા પુરી પાડવામાં આવી. આ બધું જોઈને અન્ય ગામના લોકોને અદેખાઈ થાય એવો માહોલ છે. કારણ કે ક્યા ગામડાની વ્યાખ્યા અને ક્યા આ ગામની વાત. તો હવે આ વાત દેશ વિદેશમાં પોહચી રહી છે અને લોકો પણ ગામના કામને વધાવી અને વખાણી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ