તમારો ફોન હેંગ કે સ્લો થઈ રહ્યો છે? તો તરત ડિલીટ કરી દો આ 5 ફોલ્ડર…

સ્માર્ટફોન હેન્ગ કે પછી સ્લો થવાના આજકાલ દરેકને સમસ્યા હોય છે. જ્યારે કામ હોય ત્યારે જ ફોન હેંગ થઈ જાય. નવા ફોન ખરીદ્યા બાદ થોડા સમયમાં જ આ સમસ્યા શરૂ થઈ જાય છે. જ્યારે પણ તમે કોઈ એપ ઓપન કરો છો, કે બંધ કરો છો, તો ફોન હેંગ થઈ જાય છે. જો તમે પણ સ્માર્ટફોનમાં આવા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે માત્ર એક જ વસ્તુ કરવાની જરૂર છે. આજે અમે આ સમસ્યાથી નીકળવાના 5 રસ્તા બતાવીશું, જેના દ્વારા તમારો સ્માર્ટફોન હેંગ થવો કે વારંવાર બંધ થવાની સમસ્યા સામે લડી શકો છો. તેમજ તમારા સ્માર્ટફોનની સ્પીડ એકદમ નવી જેવી થઈ જશે.

સૌથી પહેલા તો એ વાત જાણી લેવી જરૂરી છે કે, આખરે ફોન સ્લો કેમ થાય છે. તેની પાછળ શું કારણ છે. તો પહેલા એ જાણી લો.

1. શું તમારા ફોનની મેમરી ફુલ થઈ ગઈ છે. જો તમારા સ્માર્ટફોનમા રેમ ઓછી છે તો તે મોટું કારણ બની શકે છે. અને તમારો ફોન સ્લો થઈ શકે છે.
2. શું તમે જાણો છો કે જ્યારે તમે કોઈ પણ એપ ઓપન કરો છો, અને બાદમાં તે બંધ કરો છો, તે બંધ કર્યા બાદ પણ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. સ્માર્ટફોનમાં બધા જ એપ મિનીમાઈઝ થયા બાદ પણ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. આ કારણે ફોન હેંગ થઈ જાય છે.
3. સ્માર્ટફોનમા રહેલી ઈન્ટરનલ મેમરીમાં એપ્સ ઈન્સ્ટોલ રહે છે. પરંતુ જ્યારે તમે એપ્સને અપડેટ કરો છો, તો તે વધુ સ્પેસ લઈ લે છે. જેને કારણે ફોન હેંગ કે સ્લો થવા લાગે છે.
4. જો તમે APK ફાઈલવાળા એપ ઈન્સ્ટોલ કરી રાખ્યા છે, તો તેને તરત હટાવી દેવા જોઈએ. આ પ્રકારની એપ તમારા ફોનને સ્લો કરી શકે છે. તેનાથી તમારા ડેટા લીક થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

5. જો તમે સ્માર્ટફોનમાં ક્લીનર કે પછી એન્ટીવાયરસ એપ ઈન્સ્ટોલ કરી છે, તો તે પણ તમારા ફોનને હેંગ કે સ્લો કરી શકવાનું એક કારણ બની શકે છે. કેમ કે આ પ્રકારની એપ્સ તમારા ફોનને વારંવાર સ્કેન કરતુ રહે છે. જેને કારણે સ્માર્ટફોન સ્લો થવા લાગે છે..
તમારા ફોનમાંથી આ 5 ફોલ્ડર ડિલીટ કરો

આ ફોલ્ડર તમારા વોટ્સએપ વાળા હોય છે. વોટ્સએપવાળા વીડિયોમાં વીડિયો, ફોટોઝ, પીડીએફ, જીઆઈફ, ઓડિયો, કન્ટેન્ટ કે પછી બીજી ફાઈલ જે તમારા કામની નથી. તમને માહિતી હોવી જોઈએ કે, આવી ફાઈલ તમારા ફોનમાં જમા થતી રહે છે. જ્યારે તમે તેને ફોરવર્ડ કરો છો, તો તેના બાદ તેનું એક અલગ ફોલ્ડર બની જાય છે. એટલે એક જ ફાઈલ અનેકવાર સ્માર્ટફોનમા રહે છે, જે વધુ સ્પેસ લે છે.

આવી રીતે ડિલીટ કરો આ ફોલ્ડર

ફોલ્ટર ડિલીટ કરવા માટે સૌથી પહેલા તો તમે ફોન કે ફોલ્ડરને ઓપન કરો. પછી સ્ટોરેજમાં જાણો. હવે what’s => Media => 2 whatsapp Video => sent પર જઈને અલગ અલગ 5 ફોલ્ડરમાં વોલપેપર, એનિમેશન, ઓડિયો, વીડિયો, ઈમેજ, ડોક્યુમેન્ટ્સ જમા થતા રહે છે. જેને કારણે તમારા સ્માર્ટફોનની સ્પેસ જલ્દી ભરાઈ જાય છે. તેથી Sent ફોલ્ડરમાં જઈને તમામ ડેટા ડિલીટ કરી દો. આવું કરવાથી તમારો ફોન હેંગ થવાનો બંધ થઈ જશે અને સ્પીડ નવી જેવી થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, તમે લાઇક કર્યું કે નહિ?

ટીપ્પણી