જાણી લો સ્માર્ટફોનની આ વાતો, જે ખોટી હોવા છતા આપણે સાચી માની લઈએ છીએ…

આ વાતનો ઈન્કાર નથી કરી શકાતો કે, હવે 80 ટકા મોબાઈલ યુઝર સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને આ સંખ્યા દુનિયાભરમા વધી રહી છે. એન્ડ્રોઈડની દુનિયામાં અનેક મિથક છે, જેના પર સામાન્ય રીતે સવાલો કરી શકાતા નથી. જેને આપણે સત્ય માની લઈએ છીએ. આજે આપણે સ્માર્ટફોનના મિથક વિશે વાત કરીશું, જેને તો રેકોર્ડ સાબિત કરી દીધો છે. તેમાં કેટલીક બાબતો તો એવી છે, જેની હકીકત તમને ખબર પડશે, તો તમને આશ્ચર્ય લગાશે. તે સત્ય નહિ, પણ માત્ર અફવા છે.

રાતભર બેટરી ચાર્જ કરવી બેટરી માટે ખરાબ છે
આ મિથક હજી પણ જૂના જમાનાના ફોનના અવશેષ છે. જ્યારે તમે લાંબા સમય સુધી તમારા જૂના ફોનને ચાર્જ કરો છો, તો તેની જૂની લિથિયમ આર્યન બેટરી વધુ ગરમ થાય છે. જેનાથી ન માત્ર બેટરની ચાર્જિંગની કેપેસિટી પર અસર થાય છે, પણ તેની લાઈફ પર પણ ખરાબ અસર થાય છે. હાલના દિવસોમાં ચાર્જર અને સ્માર્ટફોન બહુ જ સ્માર્ટ થઈ રહ્યા છે. આધુનિક ડિવાઈસ, બેટરીના ચાર્જ પર નજર રાખે છે અને આખુ ચાર્જ થવા પર ચાર્જિંગ કટ થઈ જાય છે. તેથી જો તમે રાતભર ફોન ચાર્જિંગમાં મૂકીને છોડી દો છો, તો તેના વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

માત્ર ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરવો
આ મિથકને હજી પણ અનેક ફોન મેન્યુફેક્ચર્સ દ્વારા ફેલાવવામાં આવે છે. જેથી તમે પ્રીમિયમ રેટ પર તેમના ચાર્જર્સ ખરીદી શકો અને ફોન મેન્યુફેક્ચર્સના ખિસ્સામાં રૂપિયા પડે. આ મામલે સત્ય એ છે કે, કોઈ પણ ચાર્જર જે મેન્યુફેક્ચર્સના સ્પેસિફિકેશન મુજબ બનાવવામાં આવ્યું હોય, તો ફોનની સાથે ઉપયોગ કરવામાં સુરક્ષિત હોય છે. પરંતુ ખરીદતા સમયે ધ્યાન રાખો કે સસ્તુ કામચલાઉ અને વિશ્વસનીય મેન્યુફેક્ચર્સના ચાર્જરની વચ્ચે બહુ જ અંતર હોય છે. સસ્તા ચાર્જરનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી આગ અને નાના વિસ્ફોટની શક્યતા વધી જાય છે. આધુનિક યુએસબી ચાર્જર સ્ટાન્ડર્ડ હોય છે.

વધુ મેગાપિક્સલ એટલે સારો કેમેરો
મેગાપિક્સલ માત્ર સ્માર્ટફો કેમેરા માટે જ મિથક નથી. તે કોઈ પણ પ્રકારના ડિજીટલ કેમેરા માટે પણ અફવા છે. મેગાપિક્સલ બહુ જ જરૂરી છે, પરંતુ ફોટોની ક્વોલિટી લાઈટ સેન્સર્સની કેપેસિટી પર નિર્ભર કરે છે. મેગાપિક્સલની સાઈઝ મેગાપિક્સલના નંબર કરતા વધુ મહ્ત્ત્વના છે. તેથી ક્યારેક ક્યારેક 8 મેગાપિક્સનો કેમેરો તેની સેન્સર સાઈઝને કારણે 13 મેગાપિક્સલવાળા કેમેરા કરતા વધુ સારી તસવીરો આપે છે. સેન્સરની ક્વોલિટી, લેન્સ અને ઈમેજ પ્રોસિસંગ સોફ્ટવેર જેવા અનેક ફેક્ટ્સ પર પરફોર્મન્સ અલગ અલગ હોય છે.

એન્ડ્રોઈડ પર વાયરસ માલવેરનો એટેક
ટેકનિકલી કોઈ પણ ફોનમા એવો વાયરસ નથી હોતો, જે બીજા ફોનમાં પ્રવેશ કરી શકે. એન્ડ્રોઈડ માલવેર હાજર હોય છે, પંરતુ તે ગુગલ પ્લેથી નથી આવતા. જો તમે ગૂગલ પ્લેથી એપ્સ ઈન્સ્ટોલ કરી રહ્યા હો તો કદાચ બરાબર છે, પણ જો તમે પાયરેટેડ એપ ક્યાંક બીજેથી ડાઉનલોડ કરો છો, તો તમે બહુ જ વધારે રિસ્ક લઈ રહ્યા છો. એન્ડ્રોઈડ ફોન એટલા માટે માલવેરના ઝપેટમાં આવે છે, કેમ કે તેમા એક્સટર્નલ એપ ઈન્સ્ટોલ કરી શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી