શું તમારું બાળક મોબાઈલ સિવાય કાંઈ રમતું નથી? આજે જ લઈ આવો Smartokids, જાણો કેવીરીતે ઉપયોગી થશે…

આજે બાળકોના ભવિષ્યની વાત છોડો પણ તેમનું વર્તમાન પણ ચિંતાજનક બની રહ્યું છે. બાળકોનો મોટા ભાગનો સમય આજે ટેલિવીઝન તેમજ મોબાઈલ પર પસાર થઈ રહ્યો છે. ટીવી પર મોટે ભાગે બાળકો કાર્ટુન જુએ છે જ્યારે મોબાઈલ પર ગેઇમ્સ રમે છે અને આ ગેમ્સ તેમના કુમળા માનસ પર ઉંડી અસર કરે છે. તેમની વિચારવાની શક્તિને વિકસવા નથી દેતી અથવા કહો કે તેને કુંઠીત કરી દે છે.


આધુનિક જીવન શૈલીના કારણે માતા-પિતા વ્યસ્ત થઈ ગયા છે, કુટુંબ ન્યુક્લિયર થયા છે. દાદા-દાદી વગર બાળકોનો ઉછેર તો જાણે સામાન્ય થઈ ગયો છે અને તે કારણસર બાળકો પોતાની સંસ્કૃતિથી પણ દૂર થઈ રહ્યા છે. ફળિયાવાળા ઘર હવે ફ્લેટમાં સમેટાઈને રહી ગયા છે. બાળકો માટે નથી રમવા માટે પુરતી જગ્યા, નથી તો ક્રીડાંગણ કે નથી તો સ્વસ્થ પ્રવૃત્તિઓ કરવા માટેનો કોઈ સ્રોત.


આજ બધા પાસાઓનો વિચાર કરીને બાળકોના માનસિક તેમજ સાંસ્કૃતિક વિકાસ માટે તેમની ઉંમરને અનુરુપ પ્રવૃત્તિઓ તેમની પાસે કરાવવામા આવે તેવી એક પહેલ smartokids.com દ્વારા કરવામાં આવી છે. તમારા 2થી 6 વર્ષના બાળકો માટે smartokids.com દ્વારા તમને તમારા બાળકોની ઉંમરને અનુરુપ રમત આધારીત એક્ટીવિટી બોક્સ ઇમેઈલ તેમજ ઘરના દરવાજે પુરા પાડવામા આવશે.


Smartokids.com સાથે સબસ્ક્રાઇબ થયેલા માતા-પિતાને દર મહિને આ એક્ટિવિટિ બોક્સમાં બાળકો માટે બાળકોને રસ પડે તેવા તેમજ તેમને પ્રવૃત્તિશીલ રાખે તેવા વાર્તાના પુસ્તકો, અનોખી પ્રવૃતિઓ અને નિષ્ણાતોની ભલામણો તેમજ અભિપ્રાયો પુરા પાડવામાં આવશે. અને આ પ્રવૃત્તિઓ દ્વારા તમારા બાળકોના માનસિક વિકાસને સાંસ્કૃતિક પાયા પર કેન્દ્રીત થઈ પોષવામાં આવશે.


smartokids.comના ફાઉન્ડર દીપેન પટેલે બાળ વિકાસ નિષ્ણાતો સાથે રહીને જીણવટ પૂર્વકના સંશોધન બાદ આ પ્લાન અને પ્રોડક્ટ્સ તૈયાર કર્યા છે જેમાં બાળ વિકાસ માટેના 18 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. smartokids.comનું મુખ્ય લક્ષ બાળકમાં રહેલા અનોખા વ્યક્તિત્વને ખીલવવાનું છે જેથી કરીને ભવિષ્યમાં તેઓ દરેક પ્રકારની સ્થિતિમાં સ્વસ્થ રીતે નિર્ણય કરી શકે અને જીવનના દરેક પરકારને પાર કરી આગળ વધતા રહે.


આ પ્લાન અને પ્રોડક્ટને ત્રણ એજગૃપમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ગૃપ 2થી ત્રણ વર્ષના ભૂલકાઓ માટે છે જેમાં તેમને રમત આધારિત પ્રવૃત્તિઓ પુરી પાડવામાં આવશે જે તેને દીવસો સુધી પ્રવૃત્તિશિલ રાખશે. આ મજાની રમતો તેમજ સર્જનાત્મક વાર્તાઓ તેમના કૂણા મગજને વિકસાવશે તેમજ તેમનામાં સારી આદતોનું નિર્માણ કરશે.


બીજા એજ ગૃપમાં 3થી 4 વર્ષના બાળકોને સમાવવામાં આવ્યા છે આ ગૃપમાં એવી પ્રવૃત્તિઓ આવરવામાં આવી છે જેમાં તેમની એકાગ્રતા તેમજ તેમના કૌશલ્ય પર ફોકસ કરવામા આવ્યો છે. આ રસપ્રદ પ્રવૃત્તિથી બાળકનું મગજ શાંત રહેશે તેમજ તે ચિડિયુ પણ નહીં બને કારણ કે તે લાંબા સમય સુધી સ્વસ્થ માનસિક તેમજ શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલુ રહેશે.


ત્રીજુ એજ ગૃપ છે 4થી છ વર્ષનું જેમાં તેમનામાં સર્જનાત્મક વિચારશરણી માટેના પાયા નાખતી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ રસપ્રદ તેમજ રમત આધારીત મનોરંજક પ્રવૃત્તિઓથી તેઓમાં રહેલું ટીવી તેમજ સ્માર્ટ ફોનનું વળગણ પણ ઓછું થશે. તેમજ તેનાથી તેમનો ભાવનાત્મક તેમજ સાંસ્કૃતિક વિકાસ પણ થશે. અને યોગ્ય ઉંમરે તેમનામાં નૈતિક મૂલ્યોનો પાયો પણ નખાઈ જશે.


આ રીતે smartokids.com દ્વારા પુરા પાડવામાં આવતા એક્ટીવીટી બોક્સમાં બાળકના સ્વસ્થ વિકાસને દરેક પાસાઓનો વિચાર કરીને આવરી લેવામાં આવ્યો છે. જો તમે પણ તમારા બાળકના વર્તમાન તેમજ ભવિષ્ય માટે ચિંતિત હોવ અને તમે તેમને માનસિક તેમજ સાંસ્કૃતિક રીતે સ્વસ્થ ઉછેર આપવા માગતા હોવ તો smartokids.com તમને તેમાં મદદ કરશે.