બીજું બધું નહિં, પણ કોરોના મહામારીમાં તો લોકોએ આ વસ્તુને યુઝ કરી છે સૌથી વધારે, રિપોર્ટનો આ ખુલાસો વાંચીને આંખો થઇ જશે પહોળી

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માર્ચ 2020માં ભારતીયો દ્વારા સ્માર્ટફોનનો ઉપયોગ 11 ટકા વધીને 5.5 કલાક પ્રતિદિન પર પહોંચ્યો છે. એપ્રિલમાં આ 25 ટકા વધીને 6.9 કલાક પ્રતિદિન પહોંચ્યો છે.

image source

ભારતીયો સ્માર્ટફોન પર ખાસ કરીને લગભગ 7 કલાકનો સમય પસાર કરે છે. કોરોના મહામારી સમયે સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીયો દ્વારા સ્માર્ટફોનનો ઉપયોગ અનુમાન કરતાં 25 ટકા વધારે થયો છે. મહામારી સમયે ઘરેથી કામ કરનારા અને મનોરંજન માટે સ્માર્ટફોનનો ઉપયોગ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે કરી રહ્યા છે.

image source

હેન્ડસેટ કંપની વીવોએ કહ્યું કે માર્ચ 2020માં ભારતીયો દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ 11 ટકા વધીને 5.5 કલાક પ્રતિદિન થયો છે. 2019માં લગભગ 4.9 કલાક હતો. એપ્રિલમાં તે 25 ટકા અને વધીને 6.9 કલાક પ્રતિદિન થયો છે. સ્માર્ટફોન અને ‘માનવ સંબંધો પર તેનો પ્રભાવ 2020’ રિપોર્ટમાં કહેવાયું છે કે લોકડાઉન બાદથી ભારતીયો પોતાના સ્માર્ટફોનમાં વધારે સમય પસાર કરે છે.

આ કારણોથી વધ્યો સ્માર્ટફોનનો ઉપયોગ

image source

વર્ક ફ્રોમ હોમ માટે સ્માર્ટફોનનો ઉપયોગ 75 ટકા વધ્યો છે. કોલિંગ માટે તેમાં 63 ટકાનો વધારો થયો છે. નેટફ્લિક્સ, સ્પોટિફાઈ જેવા એપની મદદથી સ્માર્ટફોનના ઉપયોગમાં 59 ટકાનો વધારો થયો છે. આ સિવાય સોશ્યલ મીડિયાના ઉપયોગમાં સ્માર્ટફોનનો ઉપયોગ 55 ટકા વધ્યો છે. ગેમિંગ માટે તેમાં 45 ટકાનો વધારો થયો છે.

image source

ફોટો અને સેલ્ફી માટે સ્માર્ટફોનનો ઉપયોગ 14 મિનિટથી વધીને 18 મિનિટ થયો છે. સર્વેમાં 8 શહરો અને 4 મહાનગરોમાં 70 ટકા પુરુષ અને 30 ટકા મહિલાઓ સામેલ છે.

image source

આજકાલ સ્માર્ટફોન એડિક્શન બન્યું છે. 84 ટકા લોકોએ કહ્યું કે સવારે ઉઠતાં પહેલાં 15 મિનિટમાં લોકો પોતાનો ફોન જુએ છે. 46 ટકાએ કહ્યું કે તેઓ દોસ્તોની સાથે એક કલાકમાં 5 વાર ફોન ઉઠાવે છે. મહામારી બાદ સ્થિતિ સામાન્ય થાય ત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ ઘટી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ