અવિસ્મર્ણીય પ્રવાસ – પતિ પત્નીના જીવનમાં ઉતારવા જેવી વાર્તા શેર જરૂર કરજો.

“હા, મમ્મી ટિકિટ મળી ગઈ છે. સ્લિપિંગ જ છે. અને તમે ચિંતા ના કરશો હું એકલો સફર કરી લઈશ. સૂરત કયાં દૂર છે અમદાવાદથી? હવે ફોન નહીં કરું બેટરી ચાર્જ કરવાનું ભૂલી ગયો ઉતાવળમાં. જે સી ક્રષ્ણ.”
પ્રવાસ, અમદાવાદથી જીગરીઓનું શહેર સૂરત. કહેતાં તો કહી દીધું કે ચિંતા ન કરતાં પણ મનમાં તો હું જ ટેન્શનમાં હતો કે આટલો પ્રવાસ એકલો કેમ પસાર થશે? અને અધૂરામાં પૂરું મોબાઈલમાં બેટરી પણ લો હતી એટલે સેડ સોન્ગસ પણ નહીં સાંભળી શકાય. જો હોગા દેખા જાયેગા કહીને હું મારી સીટ શોધી બેગને બરાબર ગોઠવીને અપર બર્થમાં બેસી ગયો.

બહુ લાંબું અંતર નહોતું અમદાવાદથી સૂરતનું પણ હમણાં હમણાં જીવનમાં સબંધોમાં જે અંતર વધી ગયાં હતાં એ કેમ કરીને પાર કરીશ એની કશ્મકશ વધુ હતી અને જયારે મગજમાં વિચારોનું વાવાઝોડું રચાય જાય તો એ આસાનીથી શાંત નથી થતું. વાતો કરવામાં પણ સાવ કંજૂસ એટલે આજુબાજુના બેઠેલાં પ્રવાસી જોડે વાત કરીને ટાઈમ પાસ કરવાનો પણ ચાન્સ નહોતો. તેમ છતાં પણ આજુબાજુમાં નજર દોડાવીને જોઈ લીધું કોણ કોણ બેઠાં છે. સામેનાં લોઅર બર્થમાં એક કાકા હતાં. નસીબ પણ ખરાબ. પાછળની બર્થમાં એક સુંદર ૨૦-૨૧ વર્ષની છોકરી હતી. બાજુના અપર બર્થમાં એક પાંત્રીસની આસપાસનો જુવાન હતો જે કન્ટીન્યું ફોન પર વાત કરતો હતો. એની વાત પરથી લાગ્યું કે એ અહીં જોબનાં કામથી ત્રણ દિવસથી મીટિંગમાં આવ્યો હતો ને પાછો મુંબઈ જઈ રહ્યો હતો. હું એની ફોન પર થતી વાતચીતમાં એટલો તલ્લીન થઈ ગયો હતો કે કયારે બરોડા આવી ગયું એ પણ ખબર ન પડી મને.
બરોડાથી બે મુસાફર બસમાં ચડ્યાં. ફરીથી નસીબ જ ખરાબ છે એની ચાડી ખાતી એક સુંદર કન્યા પાછળ જઈને એની સીટ પર ગોઠવાઈ ગઈ અને એક જુવાન પેલા મુંબઈ જતાં વ્યક્તિ જોડે એની સીટ હોવાથી ગોઠવાઈ ગયો. અને એ બંને અજાણ્યાં શખ્સોની વચ્ચે જે વાતચીત થઈ એને ન મારા પ્રવાસનાં એકલાપણાંને દૂર કર્યો પરંતુ મારી અમુક માન્યતાઓ દૂર કરવામાં પણ મદદગાર બની.

આ દરમ્યાન અમદાવાદથી બેસેલા વ્યક્તિની ફોન પર થતી વાતચિત પણ પૂરી થઈ ગઈ હતી.
અમદાવાદવાળી વ્યક્તિ: હાય, માય નેમ ઈઝ સુરેશ શર્મા. ટ્રાવેલિંગ ફ્રોમ અમદાવાદ.
બરોડાવાળી વ્યક્તિ: હાય, માય નેમ ઈઝ રમેશ યાદવ. બેઝિકલી ફ્રોમ મુંબઈ. હિયર આઈ કેમ ફોર અ ઈન્ટરવ્યુ.
સુરેશ: ઓહ! વાઉ… તો હવે તમારે મને મુંબઈ સુધી સહન કરવો જ રહ્યો. કેવો રહ્યો ઈન્ટરવ્યુ?
રમેશ: હાહાહાહા, સારો દેખાવ રહ્યો. જે પેકેજ જોઈતું હતું એ પેકેજમાં ફાઈનલ થઈ ગયું. જોકે નેગોશીએશન કર્યું જ એમને. તો પણ પાંત્રીસ લાખનું પેકેજ બરાબર છે.

સુરેશ: નોટ એ બેડ ડીલ. પાંત્રીસ લાખ બહુ મોટી રકમ જ કહેવાય. કોન્ગ્રેચ્યુલેશનસ. હું અહીં મીટિંગ્સ અટેન્ડ કરવા આયો હતો. દિલ્હી, રાજસ્થાન અને છેલ્લે ગુજરાત. આઈ એમ પબ્લિક રીલેશન મેનેજર. મુંબઈ મારી ફેમીલી રહે છે. હું, મારી પત્ની અને એક દીકરી છે. આજે એક અઠવાડિયા બાદ એમની સાથે વાત થઈ. આર યુ મેરીડ?

રમેશ: આઈ એમ ડીવોર્સી. બે વર્ષ પહેલાં જ એકમેકની સમજૂતીથી છૂટા થયાં. હકીકતમાં હું જયારે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જ યુ.પી.માં મારા પિતાજીની સાથે જોબ કરતાં એમનાં દોસ્તની છોકરી સાથે મારું લગ્ન કરી દેવામાં આવ્યું હતું. રજની મારી વાઈફ. એકસ વાઈફ. એને એની જોડે કોલેજમાં ભણતાં છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ એનાં પિતાનાં ડરથી એને લગ્ન કરી લીધાં મારી સાથે. શરૂઆતમાં તો બધું સારું ચાલતું હતું. મને જોબ મુંબઈ મળી ગઈ એટલે ત્યાં શીફ્ટ થઈ ગયો.

હું જોબ પર જતો ત્યારે રજ્જો એની જોડે ફોન પર સંપર્કમાં રહેવા લાગી. એ વ્યક્તિ પણ મુંબઈમાં શીફ્ટ થઈ ગયો હતો. એક દિવસ મેં એમની વાતચીત થતી સાંભળી દીધી. પહેલાં તો મને આંચકો જ લાગ્યો. પણ બાજી મારા હાથમાંથી સરકી ગઈ હતી એટલે વસવસો કરવાની જરૂર ન જણાઈ મને. તેમ છતાં પણ મે એને સમજવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પરંતુ એ બધું જ વ્યર્થ હતું. જે સ્ત્રીનું માત્ર શરીર જ મારી સાથે હતું બાકી એનું દીલ, એનો પ્રેમ, એની આત્મા અગાઉથી જ બીજાની હતી. અને હું એટલો સંકુચિત તો નહોતો જ કે માત્ર એને ભોગવવા ખાતર મારી બનાવી રાખું. મેં એ વ્યક્તિનું નામ તો શું એનો ચહેરો પણ જોયાં વિના જ છૂટાછેડાની પ્રોસિઝર કરી દીધી હતી અને છ મહીના બાદ રાજીખુશીથી અલગ થઈ ગયાં. એન્ડ આઈ ડોન્ટ થીંક, આઈ કુડ મેક હર રીઅલ, સો ડિસ્ટન્સ. યેટ ક્લોઝ ટૂ હર હાર્ટ. વિશિયસ નેઈલ્સ ધેટ સ્ટ્રીપ મી ફોર માય ટ્રસ્ટ.

સુરેશ: ઓહ, આ બહુ દુઃખદ કહેવાય પણ, તારી સમજદારીને સલામ છે દોસ્ત. જે સંબંધ માત્રને માત્ર નામ પુરતો જ સચવાયેલો હોય પરંતુ અંદરથી ખખડધજ થઈ ગયો હોય એને ગમે તે પ્રયત્ન કર્યે પણ નવોદિત સ્વરુપે ના જ ઢાળી શકાય. સફળ લગ્નજીવન માટે તમારે બધાં જ પુર્વગ્રહ છોડવા જ પડે. જૂની પરંપરા છોડવી જરુરી નથી પરંતુ એને પ્રવર્તમાન સમય સાથે તાલથી તાલ મેળવવી પણ જરૂરી છે. તું જીવનનાં એક એવાં પડાવ પર ઊભો હતો જ્યાં તારે ઐતિહાસિક નિર્ણય લેવો જરૂરી હતો જેથી તું પોતે જ પોતાનો હીરો સાબિત થઈ શકે ને પોતાની જાતને બચાવી શકે. તે બખૂબી એ નિર્ણય લીધો અને પોતાને સાબિત કરી બતાવ્યો. પરંતુ તમને ખબર છે કે કેમ તમે આ ઐતિહાસિક નિર્ણય લઈ શક્યા? તમારી વચ્ચે ભલે કોઈ પ્રેમ નહોતો પણ, તમારી વચ્ચે હતી સમજદારી. એને તારા વિશ્વાસને નગ્ન નથી જ કર્યો. પ્રેમ તો એને અગાઉથી જ હતો. પરંતુ તને એની જાણ પછી થઈ. આ બધું જ થવા પાછળની મુખ્ય ભૂમિકા તો એ સો કોલ્ડ સમાજની જ છે જેનાં ગર્ભિત ડરને લીધે એને તારી સાથે કમને લગ્ન કરવા પડયાં. તેણીની ભૂલ ખરી કે એને લગ્ન પછી પણ આ વાત છૂપાવી. આમ છતાં પણ આ બધી ધટમાળામાં તારો ત્યાગ અને સમજદારી સૌથી શ્રેષ્ઠ પુરવાર થાય છે. તે બીજા લગ્ન કરવાનું શું વિચાર્યુ છે?

રમેશ: એ બનાવ બાદ મેં મારાં જીવનને ઓફીસનાં કામ સાથે જ વણી લીધું હતું. હવે લાગે છે કે હું ફરીથી લગ્ન કરવા માટે તૈયાર છું.
સુરેશ: સરસ. મારે એક કોલેજની ફ્રેન્ડ છે. એનાં હજુ મેરેજ નથી થયાં. દુબઈમાં જોબ છે એની. હાલ મુંબઈ આવી છે. મને લાગે છે કે તમારાં બંને એ ડેટ પર જવું જોઈએ. તારે હવે જીવનમાં આગળ વધવું જ જોઈએ. યુ આર નોટ રેડી ફોર યોર નેક્ટ ઈફ યુ’આર સ્ટીલ ઈન યોર પાસ્ટ.
રમેશ: નો, આઈ એમ નોટ લિવિંગ ઈન માય પાસ્ટ. એક્ચ્યુઅલી આઈ એમ હેપી વીથ માય કરંટ સ્ટેટસ. અને આગળ કહ્યું એમ જીવનમાં નવા પડાવ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.

રમેશ-સુરેશની વાતચીત ઘણી સરસ ચાલતી હતી અને મને સતત નવું નવું શીખવી રહી હતી પરંતુ મારું સ્ટેશન આવી ગયું હતું અને મારે ન ચાહવા છતાં પણ ઊભાં થવું જ પડ્યું. મને એવું લાગી રહ્યું હતું કે સુરેશ એ તો રજની સાથે લગ્ન નહીં કર્યા હોય ને? જતાં જતાં હું એ બંનેને કહેવા માંગતો હતો કે, થેન્કયું રમેશ-સુરેશ તમે મારી જર્નીને યાદગાર બનાવી દીધી પણ હું ફરીથી એની રજૂઆત કરવામાં કંજૂસ પુરવાર થયો.

સૌજન્ય : સ્ટોરી મિરર

દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી