વાળને ચમકદાર અને સિલ્કી બનાવવા આ રીતે કરો નારિયેળ પાણીનો ઉપયોગ, થોડા જ દિવસોમાં મળી જશે રિઝલ્ટ

વાળના નિષ્ણાતો અત્યાર સુધી નાળિયેર તેલના શ્રેષ્ઠ ફાયદાઓ જણાવી રહ્યા હતા, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે નાળિયેર પાણી નાળિયેર તેલ કરતાં વધુ અસરકારક છે. શિયાળાની ઋતુમાં વાળની ​​સમસ્યા બધાને પરેશાન કરે છે. ઠંડીના કારણે વાળની સંભાળ રાખવી વધુ મુશ્કેલ બને છે. આળસના કારણે આપણે પાર્લરમાં જઈને સારવાર આપવી એ દૂરની વાત છે આપણે ઘરમાં પણ કોઈપણ પ્રકારના હેર-પેકનો ઉપયોગ નથી કરતા. જેના કારણે વાળની સમસ્યા વધે છે અને વાળ, શુષ્ક, નિર્જીવ અને ડેન્ડ્રફવાળા બને છે. તેથી આજે અમે તમને નાળિયેર પાણીના ઉપાય જણાવીશું જેની મદદથી શિયાળાના દિવસોમાં તમે તમારા વાળ સ્વસ્થ રાખી શકો.

નાળિયેર પાણી વાળમાં આ રીતથી લગાવો

image source

નાળિયેર પાણીનો ઉપયોગ કરવા માટે સૌથી પેહલા એક બાઉલમાં 4 થી 5 ચમચી નાળિયેર પાણી કાઢો, ત્યારબાદ તેમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરો. આંગળીઓ અથવા કોટન બોલની મદદથી આ મિશ્રણને તેલની જેમ વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ આ મિક્ષણ વાળ પર પણ લગાવો. હવે તમારા માથાની સારી રીતે હળવા હાથે મસાજ કરો, આ દ્વારા વાળના મૂળ આ પાણી સરળતાથી શોષી લેશે. આ મિશ્રણ તેલની જેમ ચીકણું નથી અને હેર માસ્ક જેવું ભારે પણ નથી, જેના કારણે વાળ ગુંચવાતા નથી. તેને માથામાં લગાવ્યા પછી 1 કલાક પછી શેમ્પૂ કરો. તમે તેને રાત્રે વાળમાં લગાવીને આખી રાત વાળમાં રાખી શકો છો.

આ રીતે આ મિક્ષણ વાળને લાભ પહોંચાડે છે

image source

ખરેખર, નાળિયેર તેલ કરતાં નાળિયેરનું પાણી ઘણું હળવું હોય છે. જે સરળતાથી શોષાય છે, તે માથાની ત્વચાને નરમ અને સ્વસ્થ બનાવે છે. તેમાં ખનીજ, વિટામિન, આયરન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો પુષ્કળ હોય છે, જે શરીર સાથે વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરેખર, નાળિયેર પાણીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ વધારે છે, જે વાળના મૂળમાં ઓક્સિજનની સપ્લાયમાં વધારો કરે છે. આ સિવાય નાળિયેર પાણીમાં રહેલું વિટામિન સી માથાની ત્વચાને સ્વસ્થ રાખે છે અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે.

ડેંડ્રફની સમસ્યા દૂર કરે છે

image source

નાળિયેર પાણી ઝડપથી વાળની દરેક સમસ્યા દૂર કરે છે. નાળિયેર પાણી નેચરલ મોઇશ્ચરાઇઝર હોવાથી ત્વચાને ઝડપથી નરમ કરે છે. નાળિયેર પાણીનો ઉપયોગ કરવાથી ધીરે ધીરે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ સમાપ્ત થાય છે. આટલું જ નહીં, નાળિયેર પાણીના સતત ઉપયોગથી માથામાં થતી ખંજવાળ પણ દૂર થાય છે.

વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે

image soucre

જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો નાળિયેર પાણીનો ઉપયોગ કરો. આ રક્ત પરિભ્રમણને યોગ્ય રાખે છે. જેથી વાળ મજબૂત થાય છે અને વાળ ખરતા પણ ઘટાડે છે. આ સિવાય બે મોવાળા વાળની ​​સમસ્યા પણ દૂર થાય છે.

શરીરની ગંદકી દૂર કરે છે

image spurce

નાળિયેર પાણીનો ઉપયોગ ત્વચાની સમસ્યા પણ દૂર કરે છે. તે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે અને તે જ સમયે ત્વચાને નરમ બનાવે છે. નાળિયેર પાણી પીવાથી શરીરની અંદર રહેલી ગંદકી સરળતાથી દૂર થાય છે. આ સાથે અનેક બીમારીઓ પણ દૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત