જો તમને પણ પેટ પર ઊંઘવાની આદત હોય તો થઇ જજો સાવધાન, નહિં તો…

આખા દિવસનો થાક લાગ્યો હોય તે પછી ચોક્કસપણે માણસે ૬-૮ કલાકની ઉંઘ લેવી જરુરી બની જતી હોય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે સુવાની અલગ-અલગ રીત હોય શકે છે જેવી કે, પીઠ પડખું ફરીને વગેરે……સ્વસ્થ અને સેહતમંદ રહેવા માટે પર્યાપ્ત ઉંઘ લેવી જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે ઉંઘની સાથે સાચી પોઝિશનમાં ઉંઘવું પણ મહત્વનું હોય છે. સારી રીતે એટલે કે સુવાની પોઝિશન (Sleep Position) પણ સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, સુવાની પોઝિશન અને સ્વાસ્થ્યનો સીધો સંબંધ છે. સારા સ્વાસ્થ્ય માટે સીધા સુવું જરૂરી છે. સીધા સુવાથી શરૂરમાં વધારે ફાયદો થાય છે અને ઊંઘ પણ પુરી થાય છે. સુવાની પોઝિશન હેલ્થ પર સીધી જ અસર કરે છે.વધુ પડતા લોકોને પેટ પર સુવાની આદત હોય છે. કારણ કે પેટ પર સુવાથી ઘણો આરામ મળે છે.

image source

ઉંધા સુવાથી પાચન ક્રિયા અવરોધિત થાય છે અને કમર પર વધારે ભાર પડે છે. કબજીયા, કમરનો દુઃખાવો, ગેસની સમસ્યા, અપચો જેવી સમસ્યાઓ થાય છે. ઉંધા સુવુએ ઘણું જ આરામદાયક હોય છે. પરંતુ તેનાથી કમર અને પેટ સંબંધી બિમારીઓનો ખતરો વધી જાય છે. જો તમને ઉંધા સુવાની ટેવ હોય તો આ ટેવને ધીમે ધીમે સુધારીને સીધા સુવાની આદત પાડો. જેથી તમારા પેટ અને કમર સંબંધી થતી કેટલીક સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. ‘સ્લીપ સ્માર્ટર’ પુસ્તક લખનાર શોન સ્ટીવેંશનના જણાવ્યા અનુસાર આ રીતે સુવુ ગરદન માટે ખુબ જ નુકસાનકારક છે. શોનના જણાવ્યા અનુસાર ચહેરા પરની સ્કિનનો વધારે ભાગ ચાદરના સંપર્કમાં રહે છે જેના લીધે ખીલ થવાની સમસ્યા વધી શકે છે.
પેટ પર સુવાથી થતી મુશ્કેલીઓ

image source

પેટ પર સૂવાથી આરોગ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. જો તમને પણ પેટ પર સૂવાની ટેવ હોય તો આજે આ ટેવ છોડી દો. આજે અમે તમને તમારા પેટ પર સૂવાથી થતી મુશ્કેલીઓ વિશે જણાવીશું.

સાંધા અને પીઠ પર પડે છે ખરાબ અસર

image source

પેટ પર સૂવાથી ધીરે-ધીરે સાંધા, ગળાનો દુ:ખાવો, કમરના દુ:ખાવા અને પીઠનો દુ:ખાવો શરૂ થાય છે. જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. પીડાને લીધે, રાત્રે ઉંઘ પણ પૂર્ણ થતી નથી અને બીજા દિવસે તમે થાક અનુભવવાનું શરૂ કરો છો.

ગરદનમાં રહેવા લાગે છે દુ: ખાવો

image source

પેટ પર સુવાથી તમારી ગરદનમા દુ:ખાવો થાય છે. હકિકતમાં પેટ પર સુવાથી માથું અને સ્પાઈન સીધા નથી રહેતા.

માથામાં થાય છે દુ:ખાવો

image source

પેટ પર સુવાથી માથામાં દુ:ખાવાની સમસ્યા થાય છે. પેટ પર સુવાથી ગરદન વળી જાય છે. જેના કારણે માથા સુધી લોહીનું સંચાર બરાબર થતું નથી જેના કારણે માથાનો દુ:ખાવો રહે છે.

પેટ રહે છે ખરાબ

image source

પેટ પર સુવાથી પાચનક્રિયા પર ઘણી અસર પડે છે. આ પોઝીશનમાં સુવાથી જમવાનું પચતું નથી. જેના કારણે ગેસ, કબજિયાત અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે.

આ ટેવ છોડવી એટલી સરળ હોતી નથી તથા જો તમે અન્ય કોઇ સ્થિતિમાં સુવાનું વિચારી ન શકતાં હોવ તો તેવા સંજોગોમાં તમારે આવી ટીપ્સ અનુસરવી જોઇએ.

– માથાના ભાગે સાવ પાતળું ઓશિકું રાખો અથવા તો ઓશિકું જ ન રાખો. જે તમને ગરદનની મુશ્કેલીમાંથી બચાવશે.

image source

– સૂતી વખતે કરોડરજ્જુ પર પ્રેશર ન આવે તે માટે એક વધારાનું ઓશિકું નીચે સાથળના ભાગ પાસે ગોઠવવું જોઇએ, જેથી તમારી પીઠ સમાન સ્થિતિમાં રહેશે. આ ઉપરાંત પેટ પર પડખું ફરીને સુવાની ટેવ ધરાવનાર લોકોએ કસરતો કરવી જોઇએ તથા સ્ટેચીંગ કરવું જોઇએ જેથી તમારું શરીર ફીટ રહે……