બાળક માટે આટલા કલાકની ઊંઘ છે ખૂબ જ જરૂરી, જાણો કેમ

ઊંઘ આપણા બધા માટે બહુ જ જરૂરી છે. ઊંઘ પૂરી ના થાય તો બીજા દિવસે આપણને થાક અને આળસ અનુભવાય છે એ વાત સામાન્ય છે.

image source

પણ શું તમે જાણો છો કે નાના બાળકોને ઊંઘ પૂરી ના થાય તો એ એમના માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં થયેલા એક સંશોધન મુજબ વૈજ્ઞાનિકો જણાવ્યુ કે જો બાળક રાત્રે બરાબર ઊંઘી નથી શક્યુ અને એની ઊંઘ પૂરી નથી થઈ તો એ ચીડિયું બની જાય છે.

આ સાથે એ માનસિક રીતે અસ્વસ્થ અનુભવે છે જેના કારણે એ રડ્યા કરે કે પછી સતત ચીડ કર્યા કરે છે. આનો મતલબ એ જ છે કે બાળકને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે ઊંઘ મહત્વનો ભાગ ભજવે છે.

800 બાળકો પર 2 વર્ષ સુધી કરેલ શોધ અનુસાર

image source

એક શોધ મુજબ જોઇએ તો Bror M Ranum નૉર્વે ની Norwegian University of Science and Technology’s (NTNU)માં રિસર્ચર છે. એમના મત મુજબ જો આપણે સ્વસ્થ હોઈએ અને આપણે પણ ઇચ્છી એ કે આપણું બાળક પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તો આપણે હંમેશા એ પ્રત્યન કરવો પડશે કે બાળક પૂરતી ઊંઘ લે જે એને માનસિક બીમારીઓ અને અન્ય સમસ્યાઓથી બચાવવામાં તમને મદદગાર નીવડશે.

શોધ દરમિયાન જાણવા મળ્યું છે કે ઊંઘના કલાકોને ઈમોશનલ અને બિહેવિયર ડીસઓર્ડર સાથે સીધો સંબધ છે. આ અભ્યાસને jama network open નામના જર્નલમાં છાપવામાં આવ્યો છે. અભ્યાસમાં લગભગ 800 બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા.

image source

એડીએચડી અને ડિપ્રેસન જેવા રોગોનો ભય વધે છે

વૈજ્ઞાનિકો એ જણાવ્યુ છે કે પૂરતી ઊંઘ બાળક માટે ખૂબ જ જરૂરી છે. કારણકે બાળકનો શારીરીક અને માનસિક વિકાસ મુખ્ય રૂપે એ ઊંઘે એ સમયે જ થાય છે એટલા માટે જ બાળકોને પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. 2 વર્ષ સુધી ચાલેલા અભ્યાસ પછી વૈજ્ઞાનિકો એ જોયું કે જે બાળકો દિવસમાં થોડા કલાકો જ ઊંઘે છે એવા બાળકોને ઘણા પ્રકારના મનોવૈજ્ઞાનિક અને માનસિક તકલીફોની સાથે સાથે એડીએચડી , એંન્જાટી અને ડિપ્રેસનની સમસ્યાનો ખતરો વધી જાય છે.

image source

ગમે તે રીતે ઊંઘો પણ પૂરતી ઊંઘ લો

અભ્યાસ મુજબ જોઇએ તો જે છોકરાઓ ઓછું ઊંઘે છે એમનામાં વ્યવહાર સંબધી સમસ્યાઓનો ખતરો વધુ હોય છે. જ્યારે ભાવનાત્મક સમસ્યાઓનો ખતરો છોકરાઓ અને છોકરીઓ બંનેમાં હોય છે. આમાં ઊંઘની ગુણવત્તા કરતાં ઊંઘના કલાકોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. બાળકની ઊંઘ માપવા માટે મોશન સેન્સરનો ઉપયોગ એક અઠવાડીયા સુધી દરરોજ રાત્રે કરવામાં આવ્યો અને આના પછી શોધકર્તાઓ એ આપેલા એક ક્લિનિકલી ઇન્ટરવ્યૂ દ્વારા બાળકની મેન્ટલ હેલ્થને તપાસવામાં આવી. આ પ્રક્રિયા દરેક બાળક સાથે 2 વર્ષ સુધી કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો એ પણ જણાવ્યુ કે બાળકમાં અપૂરતી ઊંઘને કારણે એમની સાઇકોલોજિકલ સમસ્યાઓ વધી શકે છે.

image source

બાળક માટે 10-13 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે

વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇજેશન who અનુસાર 3-4 વર્ષ સુધીના બાળકો માટે એક દિવસની 10-13 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. સાથે જ આ ગાઈડલાઇનમાં એ પણ જોડવામાં આવ્યું છે કે ગાઢ ઊંઘ અને સારી ઊંઘ હોવી પણ ખૂબ જ જરૂરી છે. એમ જ નહીં કે બાળક આડુ પડ્યું છે પણ ઊંઘતું નથી. પરંતુ જો તમે તમારા બાળકનો માનસિક વિકાસ સારો કરવા માંગતા હોય તો એની ઊંઘ પર નજર રાખો.

image source

જો બાળક પૂરતી ઊંઘ નથી લઈ રહ્યું તો એના કારણો શોધો અને એનાથી દૂર કરીને પૂરતી ઊંઘ લેવામાં મદદ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ