જો આ સાચી રીતથી કૂદશો દોરડા, તો તમારું વજન ઉતરી જશે સડસડાટ

આ રીતે દોરડા કૂદવાથી તમારું બોડી ઝડપથી બનશે ફીટ અને એટ્રેક્ટિવ

image source

જો તમે બહાર ચાલવા, દોડવા કે પછી જીમમાં જઈને વ્યાયામ કરવા ન માગતા હોવ અને તેમ છતા પણ તમે તમારું વજન ઘરે જ કોઈ વ્યાયામ કરીને ઝડપથી ઘટાડવા માગતા હોવ તો તમારા માટે દોરડા કૂદવા એક ઉત્તમ એક્સરસાઇઝ, હા, તમે દોરડા કૂદીને ખુબ જ ઝડપથી વજન ઘટાડી શકો છો.

તમને જણાવી દઈએ કે માત્ર 10 જ મિનિટ દોરડા કૂદવાથી તમને 45 મીનીટ દોડવા જેટલા જ ફાયદાઓ થશે. પણ જો તમને દોરડા કુદવામાં કંટાળો આવતો હોય ખાસકરીને તેની એકધારી રીધમથી તો અમે તમને અહીં વિવિધ જાતના દોરડા કૂદવાની સ્ટાઇલ વિષે જણાવીશું.

image source

આમ કરીને તમે બોર થયા વગર જ થોડા જ સમયમાં વજન ઘટાડી શકશો.

જો તમે નાનપણમાં દોરડા રમતા હશો તો તમને ખ્યાલ હશે કે તેમાં પણ આપણે ઘણી બધી વેરાયટી કરતા હતા. જેમ કે સાદા દોરડા પછી ઉંધા દોરડા, બાઈસીકલ દોરડા, લંગડી દોરડા વિગેરે વિગેરે.

અહીં પણ અમે તમને તેવી જ કેટલીક દોરડા સ્ટાઇલ વિષે જણાવીશું છે જે તમને બોર કર્યા વગર વજન ઘટાડવામાં મદદ કરશે.

image source

પ્રથમ સ્ટાઇલ છે બેઝીક જેમાં

બેઝીક સ્ટાઇલ જેમાં આપણે બે પગ ભેગા રાખીને સાદો કૂદકો મારીને દોરડાને વટાવીએ છે. દોરડા કૂદતા શીખતી વખતે આ રીતે આપણને દોરડા કૂદાવડાવવામાં આવે છે.

image source

આ રીતે દોરડા કૂદવાથી તમે દોરડાની એકરીધમને ઓળખતા થાઓ છો. આ રીતે દોરડા કૂદવાથી તમારા સંપુર્ણ શરીરને વ્યાયમ મળશે, તમારા પેટથી માંડીને તમારા હાથ અને તમારા ખભા તેમજ તમારા પગ બધાને આમાં કસરત મળશે.

ઉંધા દોરડા

અહીં તમારે સાદા દોરડાની જેમ જ દોરડા કૂદવાના છે પગની પોઝિશન તેમજ રાખવાની છે પણ દરોડાને આગળ ઘુમાવવાની જગ્યાએ પાછા ઘુમાવવાના છે.

image source

આ રીતે દોરડા કૂદવાથી તમને એક અલગ રોમાંચ લાગશે અને તમને તેમાં કંઈક નવીનતા પણ લાગશે અને તમને દોરડા કૂદવાની મજા પણ આવશે.

સિઝર્સ

image source

આ રીતે દોરડા કૂદવા માટે તમારે એક પગને આગળ રાખવાનો છે અને એક પગને પાછળ રાખવાનો છે આ જ રીતે તમારે પગ બદલતા રેહવાના અને દરેક સર્કલ પુરુ થાય એટલે ફરી પગ બદલવો એક પગ આગળ લઈ જવો એક પગ પાછળ લઈ જવો.

ટૂંકમાં કાતર ચલાવ તેવી રીતે તમારે તમારા પગ ચલાવાના છે.

ત્રાંસા પગ કરી દોરડા કૂદવા

image source

આ દોરડામાં તમારે કૃષ્ણ વાંસણી વગાડતી વખતે જે રીતેપગ રાખે તે રીતે પગ રાખીને તમારે દોરડા કુદવાના છે. બની શકે કે આ તમારા માટે થોડું અઘરું પડે પણ ધીમે ધીમે તે સરળ બની જશે. અહીં તમે એક પછી એક પગને બદલીને તેમાં પણ વેરિએશન લાવી શકો છો.

બાઈસીકલ

image source

બાઇસીકલ દોરડા કૂદ એટલે કે તમારે અહીં સાઇકલમા જે રીતે પેડલ મારવા માટે પગ ફેરવો તે રીતે પગ ફેરવવાના છે એક પગ ઉપર એક પગ નીચે એ રીતે તમારે દોરડા કૂદવાના છે.

આ રીતે દોરડા કૂદવાથી તમને થાક પણ નહીં લાગે. આ રીતે તમે 20-30 ગમે તેટલીવાર દોરડા કૂદી શકો છો.

પગ પહોળા કરીને દોરડા કૂદવા

image source

આ દોરડામાં તમારે દોરડા કૂદતી વખતે પગ પહોળા કરવા અને પછી ફેરો પુરો કરવો. જો કે આ રીતે દોરડા કૂદવા તમારા માટે અઘરા થઈ શકે છે.

કારણ કે જો તમે દોરડા ચૂકી જશો તો પડીપણ શકો છો. તમારે દોરડા કૂદતી વખતે પગ પહોળા કરવાના છે અને ફરી પાછા ભેગા કરવાના અને ફરી પાછું દોરડું નીચે આવે એટલે ફરી પાછા તમારે પગ પહોળા કરી લેવા.

દોરડા કૂદતી વખતે જગ્યા બદલવી

image source

અહીં તમારે દોરડા કૂદતી વખતે જગ્યા બદલતી રેહવાની છે. એક દોરડું કુદાય એટલે સાથે સાથે થોડું બાજુ પર હટતા જવું, તમે આ રીતે આગળ-પાછળ અને ડાબે-જમણે બધી જ બાજુ આગળ વધી શકો છો.

એક સાથે બે વાર દોરડા કૂદવા

image source

આ રીતે દોરડા કૂદવા માટે તમારે એક પગે બેવાર દોરડા કૂદવાના છે. અહીં તમારે વારાફરતી પગ બદલવાના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ