એક સસ્તી ચીજથી નિખારો તમારી ત્વચા, દિવાળીમાં મળશે ખાસ લૂક

દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે તમે જો આ વર્ષે પાર્લરમાં જવાનું ટાળી રહ્યા છો તો અમે તમારા માટે એક ખાસ ટ્રિક લાવ્યા છીએ. તમારા ઘરની સફાઈ કર્યા બાદ સ્વાભાવિક છે કે તમે થાક અનભવો અને કદાચ પાર્લરમાં જવાની આળસ કરો તે સ્વાભાવિક છે. તો આજે અમે તમારા માટે ઘરે જ કરી શકાય તેવો સરળ ઉપાય લાવ્યા છીએ. તેનાથી તમારી સ્કીન સુંદર બની જશે અને અલગ જ નિખાર પણ આવશે.

image source

લીંબૂનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં કરાય છે અને આ સરળતાથી મળી પણ જાય છે. આમ તો લીંબૂ કોઈ પણ ઋતુમાં મળી જાય છે પણ ઉનાળામાં તેનો ઉપયોગ વધારે કરાય છે. કેટલાક લોકો લીંબૂ પાણી પીને ગરમીને દૂર ભગાડવાની કોશિશ કરે છે. તો કેટલાક લીંબૂના રસથી ઘરની સફાઈ વગેરે કરે છે. આજે અહીં તેનો ઉપયોગ સુંદરતા વધારવા કઈ રીતે કરવો તે જણાવાયું છે. તો જાણો ખાસ ટિપ્સ અને કરો ફોલો.

1. ચણાનો લોટમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવાથી ડાઘ-ધબ્બા દૂર થશે. સાથે જ ચહેરાની ચમક વધશે.

2. દહીંમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાડવાથી સૂકા વાળ પણ શાઈન કરવા લાગે છે.

image source

3. લીંબૂની છાલને દાંત પર ઘસવાથી તેની પીળાશ દૂર થાય છે.

4. બટાકાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરી કોણી અને ગરદન પર લગાવાથી રંગમાં નિખાર આવશે.

5. ઑયલી સ્કિનના કારણે ચેહરા પર પર પિંપલ અને બ્લેકહેડસની સમસ્યા જોવા મળે છે. તેથી લીંબૂમાં મળતું સાઈટ્રિક એસિડ સ્કિન પર જામેલા તેલના અણુઓને દૂર કરે છે. લીંબૂને પાણીમાં મિક્સ કરી કોટનની મદદથી ચહેરા પર લગાવો. થોડી વાર તેને સૂકાઈ જવા દો અને પછી ચહેરો ધોઈ લો. નવી તાજગી અને શાઈનિંગ મળશે.

image source

6. લીંબૂમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામીન સી ની ઉણપથી ‘સ્કર્વી’નામનો રોગ થાય છે. આ રોગમાં મસૂઢા પર સોજો આવી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. લીંબૂનુ નિયમિત સેવન કરવાથી આ રોગથી બચી શકાય છે.

7. અડધા લીંબૂને કાચા દૂધમાં પલાળીને ત્વચા પર હલકા હાથે રગડો અને પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા મુલાયમ બને છે અને રંગ સાફ થાય છે.

image source

સો ગ્રામ લીંબૂમાં આ પ્રમાણમાં પોષક તત્વ હોય છે

  • કેલોરી – 57.0 મિલીગ્રામ
  • કેલ્શિયમ – 70.0 મિલીગ્રામ
  • લોહ તત્વ – 2.3 મિલીગ્રામ
  • પ્રોટીન – 1.0 મિલીગ્રામ
  • નૈઅસિન – 0.1 મિલીગ્રામ
  • વિટામીન સી – 39.0 મિલીગ્રામ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ