જલ્સા કરોને જેંતીલાલ

જો એકવાર ફોલો કરશો આ ટિપ્સ, તો સ્કિન થઇ જશે ઐશ્વર્યા જેવી, અને લાગશો એકદમ મસ્ત…

જાણો ટોચની બોલીવૂડ એક્ટ્રેસીસ કેવી રીતે જાળવે છે તેમની સુંદરતા, ઐશ્વર્યાથી માંડીને કેટરીના કેફ સુધીની ટોચની અભિનેત્રીઓના સૌંદર્યનું રહસ્ય જાણો તેમની જ જુબાની

બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ હંમેશા તેમના ફેન્સને આકર્ષવાનો એક અવસર નથી ચૂકતી તેમનું ચાલવું, ઉઠવું, બેસવું, તેમના વસ્ત્રો તેમનો મેકઅપ તેમની સુંદર ત્વચા તેમની ફીટનેસ આ બધું જ આપણા માટે એક મોટું આકર્ષણ હોય છે અને ઘણીવાર તેમના સૌંદર્ય તેમજ તેમના ફેમથી ઇર્ષા પણ ઉપજે છે.

image source

પણ શું તમને ક્યારેય એવું કુતુહલ થયું છે કે આ સૌંદર્ય જાળવી રાખવા માટે તેઓ શું-શું સંભાળ લે છે ? ચોક્કસ નહી જાણતા હોવ પણ જ્યારે તમને તેઓ કઈ રીતે પોતાની ત્વચાની સંભાળ લે છે તે જાણશો ત્યારે તમને તેમના માટે માન ઉપજશે કારણ કે તેમના આ ઉપાયો કોઈ હાઈફાઈ નથી પણ મારી-તમારી જેવા સામાન્ય લોકો પણ અપનાવી શકે તેવા હોય છે. તો ચાલો જાણીએ ટોચની અભિનેત્રીઓની ત્વચા સંભાળ વિષે તેમના જ મોઢે.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ઐશ્વર્યા રાયે ભલે 1994માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો હોય પણ આજે પણ તેણી વિશ્વની સૌથી સુંદર સ્ત્રી છે. તમને એમ લાગતું હશે કે ઐશ્વર્યા કે જેણી એક આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે અને અદ્ભુત સૌંદર્ય ધરાવે છે તે પોતાની સુંદર ત્વચાની સંભાળ મોંઘા-મોંઘા કોસ્મેટીક્સ તેમજ ટ્રીટમેન્ટ્સ કરાવીને લેતી હશે. પણ તેવું કશું જ નથી.

ઐશ્વર્યા રાય બચ્ચનને જ્યારે ક્યારેય તેની સુંદર ત્વચા પાછળનું રહસ્ય પુછવામાં આવે ત્યારે તેણી હંમેશા દરેક સ્ત્રીને હાઇડ્રેટ રહેવાની સલાહ આપે છે એટલે કે શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રવાહી રાખવાની સલાહ આપે છે અને તેના માટે સ્વચ્છ પાણી ઉત્તમ સ્ત્રોત છે. આ સાથે સાથે તેણી હંમેશા કેમિકલ મુક્ત કુદરતી ત્વચા સંભાળનો જ આગ્રહ રાખે છે. તેણીને ચણાના લોટનો ઉબટન ખુબ પસંદ છે. તેણી પોતાના ફેસ પેકમાં ચણાનો લોટ, મધ અને દહીંનો ઉપયોગ કરે છે.

image source

સાથે સાથે તેણી માનસિક સ્વસ્થતાને પણ તેટલુ જ મહત્ત્વ આપે છે. તેણી જણાવે છે દરેક વ્યક્તિએ હંમેશા હકારાત્મક માનસિકતા જ રાખવની જોઈએ તે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી ત્વચાને ઘણા લાંબા સમય સુધી સુંદર રાખી શકે છે.

પ્રિયંકા ચોપરા – જોનાસ

image source

પ્રિયંકા ચોપરા ભૂતપૂર્વ મિસ વર્લ્ડ રહી ચુકી છે અને હાલ તેણી એક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. તેણી સતત કેમેરા નીચે રહે છે અને તેના એક એક મેકઅપ તેમજ લૂકનું ફેશન જગતમાં એનાલિસીસ કરવામા આવે છે અને ચર્ચા કરવામા આવે છે.

image source

પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકા ચોપરા પોતાના સૌંદર્ય નીખાર માટે એટલે કે પોતાની ત્વચાની સંભાળ લેવા માટે જાતે જ બનાવેલા ફેસપેક્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તે જે ફેસ પેકનો ઉપયોગ કરે છે તેની સામગ્રી તમને પણ તમારા રસોડામા આરામથી મળી જાય તેવી છે. તેણી પોતાના ફેસપેકમાં ખાસ કરીને ગુલાબજળ, હળદર અને સેન્ડલવુડ પાઉડરનો ઉપયોગ કરે છે. આ સિવાય તેણી ભારતીય પરંપરા પ્રમાણે માથામાં તેલનું માલિશ કરાવવાનું પણ ખુબ પસંદ કરે છે તે પણ નિયમિત રીતે અને તેના કારણે જ તેના વાળ ઘણા સુંદર અને ઘેરા છે.

કરીના કપૂર ખાન

image source

કરીના કપૂર ખાન લાંબી રેસનો ઘોડો સાબીત થઈ છે. તેણી સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશેલી અભિનેત્રીઓનો આજે કોઈ જ પત્તો નથી રહ્યો જ્યારે તેણી આજની ટોચની અભિનેત્રીઓને પણ હંફાવી રહી છે. તેણી દીવસના આંઠ નહીં પણ દસ ગ્લાસ પાણી પીવાનો નિયમ પાળે છે તે પણ ઉકાળેલું પાણી. પાણીનો આ પ્રયોગ તેના શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢીને તેની સ્કીનને શુદ્ધ બનાવે છે. તેણી વાળમાં બદામ, નાળિયેર, દીવેલ અને ઓલિવ ઓઇલનું મસાજ કરવાનું પસંદ કરે છે.

image source

તેણીના ખોરાકમાં તેણી લીલા શાકભાજી લેવાનું પસંદ કરે છે અને ક્યારેય જંકફુડ ખાતી નથી. જો તમને તેની સ્નીગ્ધ અને મુલાયમ ત્વચાનું રહસ્ય જાણવું હોય તો તમને જણાવી દઈએ કે તેણી રોજ સવારે મધનો માસ્ક લગાવે છે.

દીપીકા પાદુકોણ

image source

દીપીકા પાદુકોણ આજે દેશની સૌથી સફળ અને સૌથી બેન્કેબલ એક્ટ્રેસ છે. તેણી ઉપરા ઉપરી હીટ ફીલ્મો આપી રહી છે અને ટોચની અભિનેત્રીઓની સરખામણીએ ક્યાંય વધારે એન્ડોર્સમેન્ટ પણ તેણી કરી રહી છે. આટલી બધી લાઇમલાઇટમાં જીવવા છતાં તેણી હંમેશા કુદરતી ત્વચા સંભાળ અને સ્વસ્થ ખોરાકના પક્ષમાં છે.

image source

તેણી તેના ચહેરા પર કોઈ ક્રીમ નહીં પણ નાળિયેર તેલ અથવા તો બેબી ઓઇલથી નિયમિત મસાજ કરવાનું પસંદ કરે છે. આ સિવાય તેણી પણ ઐશ્વર્યાની જેમ શરીરને હાઇડ્રેટ રાખવાનો આગ્રહ રાખે છે. તેણી ઓછામાં ઓછું દીવસનું 8 ગ્લાસ પાણી પીવાનું જણાવે છે. આ સિવાય તેણી સલાહ આપે છે કે જ્યારે ક્યારેય ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન ચોક્કસ લગાવીને જ નીકળવું. તેણી બહાર ક્યાંય જાય ત્યારે પેકિંગમાં સૌ પ્રથમ તેની સનસ્ક્રીન મુકવાનું ખાસ યાદ રાખે છે.

અનુષ્કા શર્મા કોહલી

image source

અનુષ્કા શર્મા પોતાની ત્વચાનું રક્ષણ નિયમિત સનસ્ક્રીન લગાવીને કરે છે આ સિવાય તેણી પોતાની ત્વચાને કોકોઆ બટરથી મોઇશ્ચરાઇઝ કરે છે. તેણી પોતાના ચહેરાને સ્વચ્છ રાખવા માટે ઘરે બનાવેલો લીમડાનો ફેસપેક લગાવે છે. આ સિવાય તેણી પણ અન્ય અભિનેત્રીઓની જેમ પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે દીવસના 8-9 ગ્લાસ પાણી પીવાનું રાખે છે.

કેટરિના કૈફ

image source

કેટરિના કૈફ એક ફીટનેસ ફ્રીક છે. તેણી શરીરને હેલ્ધી રાખવાની ઘણી બધી ટીપ્સ જાણે છે. તમે જ્યારે ક્યારેય કેટરિનાના કોઈ સહ અભિનેતા કે અભિનેત્રીને તેના વિષે પુછશો તો તે તેણીને ડોક્ટર જ કહેશે કારણ કે તેણી તેમને પણ ફીટનેસ ફંડા શીખવતી હોય છે.

image source

તેણી મેકઅપ કરવાનું પસંદ કરતી નથી, તેણી ક્યારેય પણ સેટ પર કે પછી ફોટોશૂટ પર મેકઅપ કરીને નથી જતી ત્યાં જઈને જ મેકઅપ કરવાનું પસંદ કરે છે. અને ઘરે આવીને પહેલું કામ તે મેકઅપ ઉતારવાનું કરે છે. તેણી મિનરલ ફેસપેક લગાવવાનું પસંદ કરે છે અને દીપીકાની જેમ તેણી પણ બહાર નીકળે ત્યારે સનસ્ક્રીન અચુક લગાવે છે. આ સિવાય તેણીને બોડી મસાજ તેમજ ફેશિયલ કરાવવું પસંદ કરે છે.

સોનમ કપૂર આહુજા

image source

સોનમ કપૂર તેણીની સમોવડી એક્ટ્રેસની જેમ વધારે ફિલ્મો નથી કરતી પણ તેણીને આજે ફેશન જગતની દીવા માનવામાં આવે છે. તેણી સુંદર આકર્ષક વસ્ત્રો પહેરીને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તેણી પણ કરીનાની જેમ જંકફુડ નથી ખાતી. અને હંમેશા હેલ્ધી શરીરને પોષણ આપતો ખોરાક લેવાનું પસંદ કરે છે.

image source

તેણી શીટ માસ્ક લગાવવાનું પસંદ કરે છે અને પોતાની ત્વચાને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે. તેણી કેમિકલ યુક્ત કોસ્મેટીક્સથી દૂર રહે છે. આ સિવાય તેણી પોતાની જાતને હાઇડ્રેટ રાખવા માટે નાળિયેરનું પાણી તેમજ શાકભાજી તેમજ ફળોના રસ પીવાનું પસંદ કરે છે.

જેકલીન ફર્નાન્ડીઝ

image source

જેકલીન ફર્નાન્ડીઝ પોતાના સૌંદર્ય તેમજ પોતાની સુંદર ત્વચા માટે પોતાના પોઝિટિવ મેન્ટલ સ્ટેટસને જવાબદાર ગણે છે. તેણી હંમેશા બીનજરૂરી માનસિક તાણ લેવાનું ટાળે છે. તેણી જણાવે છે કે માત્ર મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહેવાથી જ તમારી ત્વચા, તમારા શરીર તેમજ તમારા વાળ અને તમારા વજન પર પણ ઘણો બધો ફરક પડશે. જો કે તેણી જણાવે છે કે હેલ્ધી બોડી માટે હેલ્ધી ફૂડ પણ તેટલુ જ જરૂરી છે. રાત્રે સુતા પહેલા તે હંમેશા ક્લીન્ઝર, ટોનર અને ક્રીમ લગાવવાનુ ભુલતી નથી.

આલિયા ભટ્ટ

image source

આલિયા ભટ્ટે ખુબ જ ટુંકાગાળમાં સફળતાના શીખરો હાંસલ કરી લીધા છે. તેણી કુદરતી રીતે જ સુંદર ત્વચા ધરાવે છે અને તેને જાળવી રાખવા માટે તે પણ અન્ય એક્ટ્રેસીસની જેમ જ કુદરતી ઉપાયો જ અજમાવે છે. તેણી દીવસ દરમિયાનની પુરતી ઉંઘને સૌથી વધારે મહત્ત્વ આપે છે. તેણી દીવસ દરમિયાન સાતથી આંઠ કલાકની ઉંઘ લે છે. આ સિવાય રોજ સવારે પોતાના ચહેરા પર આઇસક્યુબથી મસાજ કરે છે. આ સિવાય તેણી પેતાની સ્કીનને હેલ્ધી રાખવા માટે ઢગલાબંધ વીટામીન્સથી ભરપૂર ફ્રુટ તેમજ વેજીટેબલ્સ લે છે.

image source

તેણી પણ દીપીકાની જેમ દીવસના 8 ગ્લાસ પાણીના નિયમને અનુસરે છે. તેમ કરવાથી તેના શરીરમાંના પ્રદૂષકો તેમજ ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે. તેણી પોતાના ચહેરા માટે મુલતાની માટીનો ઉપયોગ કરે છે જેથી કરીને તેણીની ત્વચા ખીલ તેમજ ગંદકીથી દૂર રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version