ટાઇમ ફૉર બ્યુટી કૅર -શિયાળામાં હેલ્થ સાથે સ્કીનની પણ કાળજી રાખવી જોઈએ, જાણીલો ઉપયોગી ટિપ્સ ….

વિન્ટર આવે એટલે વૉર્ડરોબ નવાં વુલન કપડાંથી ભરાઈ જાય છે, પરંતુ અજાણતાં બ્યુટી કૅર પર ધ્યાન નથી અપાતું. ચાલો જાણીએ કઈ રીતે કરીશું વિન્ટરમાં બ્યુટી કૅર

સ્કિન

વિન્ટરમાં ઠંડીના હિસાબે પાણી પીવાનું બહુ મન થતું નથી, જેના હિસાબે ડિહાઇડ્રેશન થાય છે અને સ્કિન ખૂબ જ ડ્રાય લાગે છે. બૉમ્બે સ્કિન ક્લિનિકના ડૉ. બતુલ પટેલ ડર્મેટોલૉજિસ્ટ છે. તેમનું કહેવું છે કે મોટા ભાગે વિન્ટરમાં સ્કિન ડ્રાય થઈ જાય છે અને સ્કિનને હાઇડ્રેટ તેમ જ મૉઇસ્ચરાઇઝ કરવી પડે છે. એ માટે ડૉ. બતુલ ૩ સ્ટેપ્સ સજેસ્ટ કરે છે. જેમ કે પહેલું સ્ટેપ જણાવતાં ડૉ. બતુલ કહે છે, ‘તમે જે બૉડીવૉશ વાપરો છો એ ખાસ કરીને ઍસિડિક ક્ટhવાળું બૉડીવૉશ હોવું જોઈએ જે તમારી સ્કિનના ક્ટh સાથે મૅચ થવું જોઈએ. ત્યાર બાદ લિક્વિડ પૅરાફિન લગાડવું કે જેના લીધે સ્કિનનું મૉઇસ્ચરાઇઝેશન જળવાઈ રહે અને ત્યાર બાદ થિક કોલ્ડ ક્રીમ વાપરવું, જેના લીધે સ્કિન હાઇડ્રેટ થતી રહે છે. જો તમારે અંદરથી સ્કિનને હાઇડ્રેટ કરવી હોય તો વિન્ટરમાં ખાસ કરીને તલ, સનફ્લાવર સીડ કે પમ્પકિન સીડ્સ ખાવાં અથવા ઑમેગા ટૅબ્લેટ ખાવી અથવા તો સૅલડમાં ઑલિવ ઑઇલનો ઉપયોગ કરવો. આ બધાં જ નૅચરલ મૉઇસ્ચરાઇઝિંગ ફૅક્ટર છે. વિન્ટરમાં મોટે ભાગે બધા જ હૉટ શાવર લેવાનું પસંદ કરે છે. વધારે પડતા હૉટ શાવરને લીધે સ્કિન વધારે દ્રાય થાય છે. ખાસ કરીને ગરમ પાણીનો ઉપયોગ ઓછો કરવો અને શરીરને જોરથી ટુવાલથી લૂછવું પણ નહીં.’

હેરકૅર

વિન્ટરમાં હેર હંમેશાં શુષ્ક લાગે છે અને ખાસ કરીને સ્કૅલ્પ ડ્રાય લાગે છે. તેથી ડૅન્ડ્રફ થાય છે અને ઇચિંગ થાય છે. ખાસ કરીને હાઈ ડિટર્જન્ટવાળું શૅમ્પૂ વાપરવું નહીં. તેમ જ ખૂબ ગરમ પાણીથી માથું ધોવું નહીં અને ખૂબ સુગંધી તેલ નાખવું નહીં. પરંતુ હર્બલ ઑઇલથી રેગ્યુલર મસાજ કરી સ્કૅલ્પને ડૅન્ડ્રફરહિત બનાવી શકાય. સ્કૅલ્પને મૉઇસ્ચરાઇઝ રાખવા માટે ઘરગથ્થુ ઉપાય અજમાવી શકાય. જેમ કે ઑલિવ ઑઇલ અથવા કોકોનટ ઑઇલ લેવું. એને નવશેકું ગરમ કરવું અને એમાં બેથી ત્રણ ડ્રૉપ્સ લીંબુનો રસ નાખવો અને ધીરે-ધીરે મસાજ કરવો જેથી બ્લડ-સક્યુર્લેશન વધે અને પૂરતું પોષણ મળી રહે.

ફીટ કૅર

વિન્ટરમાં પગમાં ક્રૅક થવી ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને મોટા ભાગની મહિલાઓ હંમેશાં એમ જ વિચારતી હોય છે કે પેડિક્યૉર કરાવીશું તો ક્રૅક દૂર થશે. પરંતુ આ એક ખોટી માન્યતા છે. પેડિક્યૉર કરવાથી સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે. ક્રૅક દૂર કરવા માટે પગને નવશેકા પાણીમાં ૧૦ મિનિટ રાખવા. ત્યાર બાદ પ્યુમિક સ્ટોનથી હલકા હાથે રફ સ્કિન પર ઘસવું અને હલકા હાથે લૂછીને એના પર પેટ્રોલિયમ જેલી અથવા ઑલિવ લગાડી શકાય. વિન્ટરમાં ખાસ કરીને કૉટન સૉક્સ પહેરી તમે પગની સંભાળ રાખી શકો.

સૌજન્ય : જલ્સા કરોને જેંતિલાલ ટીમ