ટ્રાવેલિંગ દરમિયાન આંખો અને સ્કીનની કેર કેવીરીતે કરશો તે આજે જાણો અને અપનાવો…

કેટલાક લોકોને પોતાના કામ માટે બહુ જ ટ્રાવેલ કરવું પડે છે. આવામાં સતત કલાકોનું ટ્રાવેલિંગ બહુ જ થકવી દે છે અને ચહેરો પણ મુરઝાઈ જાય છે. આ કારણે ચહેરા પરની સુંદરતા ગાયબ થઈ જાય છે. જો તમારે રેગ્યુલર ટ્રાવેલ કરવુ પડે છે, તો લુકને મેઈનટેઈન કરવા બહુ જ તકલીફ પડતી હશે. ત્યારે આ ટિપ્સ તમને કામમાં આવશે.

જ્યારે પણ તમે મુસાફરીની શરૂઆત કરો તો એક રાત પહેલા તમારા શરીર પર મોઈશ્ચરાઈઝર લગાવો. તે તમારી ત્વચાને હાઈડ્રેટ કરશે, સાથે જ ખુશ્કી અને ખરબચડી ત્વચાથી પણ બચાવશે.

જ્યારે તમે મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો ફાઉન્ડેશનનો પ્રયોગ જરા પણ ન કરો. તેના બદલે માત્ર મોઈશ્ચરાઈઝરનો જ ઉપયોગ કરો. જ્યારે તમે જગ્યા પર પહોંચવાની તૈયારીમાં હોવો તો ફ્રેશ દેખાવા માટે થોડુંક કોમ્પેક લગાવી લો.

 

ઓઈલી ત્વચા માટે બ્લોટિંગ પેપર હંમેશા સાથે રાખીને ચાલો. જરૂર પડવા પર તેને ચહેરા પર લગાવીને વધારાનું તેલ ત્વચા પરથી હટાવતા રહેજો. આવું કરવાથી તમે મોઈશ્ચરાઈઝર વગર ફ્રેશ લુક બનાવી રાખી શકશો.

લાંબા સમય સુધી ચાલતી લિપસ્ટિક હોઠોને સૂકાવી દે છે. તેથી મુસાફરી દરમિયાન ગ્લોસનો ઉપયોગ કરો. મુસાફરીમાં જરૂર પડે તો બે વાર પણ ગ્લોસ લગાવી શકો છે અને તેનાથી હોઠ પણ સારા લાગશે.

 

લાંબી મુસાફરીને કારણે સૌથી વધુ આંખો થાકી જાય છે અને તેમાં થોડો ઉભાર દેખાવા લાગે છે. તેથી બરફને કપડામાં રાખીને આંખોની નીચે રાખો. તેનાથી આંખો પરની સુજન દૂર થઈ જશે.

મુસાફરી કરતા સમયે વારંવાર ચહેરા પર હાથ ન લગાવો. કેમ કે, હાથમાં તે સમયે બહુ જ બેક્ટેરીયા હોય છે, જે ચહેરા પર લાગવાથી ત્વચામાં સંક્રમણ થઈ શકે છે. તમારા હાથને એન્ટીબેક્ટેરિયલ સાબુથી ધોતા રહેવું.

 

મુસાફરી પર જતા સમયે ક્લીન્ઝર લઈ જતા ન ભૂલતા. મુસાફરીમાં કરેલા મેકઅપને ઉતારવા માટે તે બહુ જ કામની ચીજ છે.

જો તમે મુસાફરી દરમિયાન થોડી ઊંઘ લેવાની વિચારી રહ્યા છો, તો તમારી આંખોની આસપાસ થોડી નાઈટ ક્રીમ લગાવી લો અને ચહેરા પર માસ્ક લગાવો. તેનાથી તમે જ્યારે સવારે ઉઠશો તો રિલેક્સ્ડ અને ફ્રેશ અનુભવશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક બ્યુટી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી