શિયાળામાં સાથળ પર આવતી ખંજવાળ નથી સામાન્ય, આ 5 સમસ્યાનો હોય છે ઈશારો

શિયાળાની શરૂઆત થાય એટલે ત્વચાની અનેક સમસ્યાઓ થવા લાગે છે. શિયાળામાં ચહેરાની નમી લુપ્ત થઈ જાય છે અને ત્વચા ડ્રાય થવા લાગે છે.

image source

ચહેરા ઉપરાંત હોઠ અને પગ પણ ફાટતા હોય છે. જો કે શિયાળામાં શરીરની ત્વચાને પણ કેટલીક સમસ્યાઓ નડે છે.

આ સમસ્યામાં સૌથી સામાન્ય તકલીફ છે ડ્રાય સ્કીનના કારણે આવતી ખંજવાળ અને તેના કારણે વધતો ત્વચાનો ચેપ.

શિયાળામાં આપણને ઘણી વાર ગરમ કપડા પહેરવાથી ત્વચા પર ચેપ લાગતો હોય છે. જો આ ચેપનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો તે કેટલીક વખત ગંભીર બીમારી બની શકે છે.

image source

આ ચેપ વધુ ગંભીર બને તો તે યોનિમાર્ગ સુધી પહોંચી જાય છે. ભીના કપડા, ચુસ્ત કપડા, પરસેવો અને સાબુ લગાવ્યા બાદ તેને સાફ કરવામાં ન આવે તો ચેપ લાવી શકે છે.

આ પ્રકારના ચેપમાં લાલાશ, ફોલ્લીઓ અને સતત ખંજવાળ આવે છે.

image source

તો આજે જાણો શિયાળામાં સાથળ પર આવતી ખંજવાળના કારણ શું હોય શકે છે અને તેની સંભાળ કેવી રીતે લેવી.

ડ્રાય સ્કિન

image source

સુકા ત્વચા પણ જાંઘમાં ખંજવાળનું કારણ હોઈ શકે છે. શિયાળામાં ત્વચા તેનું મોઈશ્ચર ગુમાવે છે તેથી ત્વચા ડ્રાય થઈ જાય છે.

નાજુક ત્વચા પર હાર્ડ સાબુ અને અન્ય લોશનનો ઉપયોગ કરવાથી ચેપ લાગી શકે છે.

શિયાળામાં ડ્રાય ત્વચાની તકલીફ દૂર કરવા માટે અને ખંજવાળને શાંત કરવા માટે નાળિયેર તેલ અથવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

image source

ત્વચાને વધુ પડતી ખંજવાળવી નહીં, તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે અને આ ચેપ યોનિમાર્ગ સુધી આગળ વધી શકે છે.

અળાઈ

જ્યારે પરસેવાના કોષ બંધ થાય છે ત્યારે શરીરની ગરમી બહાર આવતી નથી. શરીરની ગરમીથી પરસેવો થવાને બદલે ત્વચાની નીચે અટકી જાય છે અને તેનાથી ફોલ્લીઓ થાય છે.

image source

સાથળ જેવા ભાગમાં જ્યારે ઘર્ષણ થાય છે તો ફોલ્લીઓ તીવ્ર થઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છેઆ પ્રકારની ફોલ્લીથી કમર, સાથળ, બગલ, છાતી અને ગળામાં આ પ્રકારની ખંજવાળ આવે છે.

આ સમસ્યાથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું અને કસરત કરવી. જેથી તમારા શરીરના પરસેવાના છિદ્રો સાફ રહે અને પરસેવો નીકળતો રહે.

સાથળમાં કળતર

image source

સાથળમાં કળતર થવાને કારણે ઘણી વાર તમને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. કલાકો સુધી ચુસ્ત કપડાં પહેરવાને કારણે સ્નાયુઓ દબાય છે અને જેના કારણે સાથળમાં કળતર થવા લાગે છે.

તેની પાછળનું બીજું કારણ એ પણ છે કે કેટલાક લોકોનો સાથળનો ભાગ ભારે હોય છે અને ચાલતી વખતે બંને જાંઘમાં ઘર્ષણ થાય છે અને તેના કારણે ત્વચામાં ખંજવાળ આવે છે.

image source

સમયસર આ સમસ્યાની સારવાર કરી અને દવા કરવામાં ન આવે તો ચેપ વધુ ફેલાય છે.

આ તકલીફ હોય ત્યારે ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું, આ ઉપરાંત સાથળના ભાગે પેટ્રોલિયમ જેલી અથવા થોડું તેલ લગાડવું જેથી ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જાય.

ખરજવું

image source

ખરજવું ખૂબ જ બળતરા અને ખંજવાળ ઉપજાવે છે. આ ચેપનો એક ગંભીર તબક્કો છે. તેમાં પહેલા તો ત્વચામાં બળતરા થાય છે અને બીજામાં તે ખૂબ ઝડપથી ફેલાય છે.

તેના કેટલાક લક્ષણોમાં તીવ્ર ખંજવાળ, ફોલ્લીઓનો સમાવેશ થાય છે.

ફંગલ ઈન્ફેકશન

image source

જાંઘમાંના કોઈપણ બેક્ટેરિયાને કારણે પણ આ ચેપ લાગી શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે ત્વચા ભીની રહેતી હોય ત્યારે થાય છે.

તેનાથી શરીરનું પીએચ બેલેન્સ ખરાબ થવાથી થાય છે. આ સમસ્યા હોય ત્યારે ટાઈટ કપડા પહેરવાનું ટાળવું અને ડોક્ટરની સલાહ અનુસાર દવા કરવી.

જો કે માસિક પછી પણ યુવતીઓને આ તકલીફ થતી હોય છે. આવું થાય ત્યારે પણ ડોક્ટરની સલાહ લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ