હનુમાનજીને અમર થવાનું વરદાન આપ્યું હતું સીતાજીએ, આ વરદાનના પ્રભાવથી હનુમાનજી હંમેશાં જીવિત રહેશે અને તેમને ક્યારેય વૃદ્ધાવસ્થા આવશે નહીં

સીતાજીનું વરદાન હનુમાનજીને

image source

આ વર્ષે ૮ એપ્રિલ, ૨૦૨૦ના રોજ હનુમાન જયંતી ઉજવવામાં આવશે. ત્રેતાયુગમાં ચૈત્ર માસની પૂનમની તિથીના રોજ શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજીનો જન્મ થયો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના કહેવા મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારના દિવસે થયો હોવાથી આજે પણ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ભીડ ઉમટી આવે છે. આજે અમે આપને જણાવીશું કે, સીતા માતાએ કેમ હનુમાનજીને અમર થવાનું વરદાન આપ્યું હતું.

સીતા માતાએ હનુમાનજીને અમરતાનું વરદાન આપ્યું હતું.:

image source

ભગવાન રામને જયારે ચૌદ વર્ષ વનવાસ આપવમાં આવે છે ત્યારે લંકાનો રાજા રાવણ સીતા માતા સાથે છળ-કપટ કરીને સીતા માતાનું હરણ કરી લે છે. ત્યાર પછી ભગવાન શ્રીરામ, લક્ષમણ અને વાનર સેના સાથે મળીને સીતા માતાને વનમાં શોધવા લાગે છે. તેવા સમયે હનુમાનજી ભગવાન શ્રીરામની વીટીંને નિશાની તરીકે લઈને સીતા માતાને શોધવા માટે દરિયો પાર કરીને લંકામાં જાય છે. જ્યાં હનુમાનજીની મુલાકાત સીતા માતા સાથે થાય છે.

જયારે હનુમાનજી ભગવાન શ્રીરામનો સંદેશો માતા સીતાને જણાવે છે તો સીતા માતાની બધી જ ચિંતાઓ દુર થઈ જાય છે અને તેઓ ખુબ પ્રસન્ન થાય છે. સીતા માતા પ્રસન્ન થવાના કારણે હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રદાન કરે છે. આ વરદાનના પ્રભાવના કારણે હનુમાનજી હંમેશા જીવિત રહેશે ઉપરાંત હનુમાનજીને ક્યારેય પણ વૃદ્ધાવસ્થા આવશે નહી.

image source

હવે અમે આપને હનુમાન જયંતી નિમિતે કરવામાં આવતી પૂજા-વિધિની કેટલીક ખાસ બાબતો વિષે જણાવીશું.

પૂજા સાથે જોડાયેલ કેટલીક ખાસ બાબતો.:

-હનુમાન જયંતી નિમિતે પૂજા વિધિ કરવા માટે સવારે વહેલા ઉઠવું જોઈએ. ત્યારપછી સ્નાનાદી અને નિત્યક્રમથી પૂર્ણ કરીને પૂજા કરવાની શરુઆત કરવી જોઈએ. સવારના સમયે હનુમાનજીની પૂજામાં પ્રસાદ સ્વરૂપે ગોળ, શ્રીફળ અને લાડવાનો ભોગ ધરાવવો જોઈએ. તેમજ હનુમાનજીની પૂજા વિધિમાં ત્રણ પરિક્રમા કરવાનું પણ વિધાન છે.

image source

-હનુમાન જયંતી નિમિતે બપોરના ભોગમાં હનુમાનજીને ગોળ, ઘી અને ઘઉના લોટ માંથી બનાવેલ રોટલીના ચુરમાનો ભોગ ધરાવવો જોઈએ.

-તેમજ હનુમાન જયંતી નિમિતે સાંજના સમયે હનુમાનજીને ભોગમાં કેળા, સફરજન જેવા ફળોનો ભોગ ધરાવવો જોઈએ અને સાંજના સમયે સુંદરકાંડનું પઠન કરવું જોઈએ.

-હનુમાન જયંતી નિમિતે જયારે આપ હનુમાનજીની પૂજા કરો ત્યારે હનુમાનજીના શ્રુંગારમાં ચોલા ચઢાવતી વખતે તલનું તેલ કે ચમેલીના તેલનો ઉપયોગ કરી શકો છો સાથે જ અન્ય સામગ્રીને પણ હનુમાનજીને અર્પણ કરી દેવી.

image source

-હનુમાનજીને તેલ ચઢાવતા સમયે તલના તેલ કે ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને ચઢાવવું જોઈએ. હનુમાનજીના ભક્તો માટે ખાસ સલાહ હનુમાન જયંતી નિમિતે ભક્તોએ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ