સિંગર નેહા કક્કર નહિ દેખાય ઇન્ડિયન આઇડલ 12ના અપકમિંગ એપિસોડમાં, થયું કંઇક એવું કે…

કોરોના વાયરસની બીજી લહેરની બેકાબુ બનતી ગતિ પર બ્રેક લગાવવા માટે મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં 1 મેની સવાર સુધી કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. કોવિડ 19ના પ્રકોપથી ટેલિવિઝન અને બોલિવુડના કલાકારો પણ નથી બચી શક્યા. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સેલેબ્સ કોરોનાનો શિકાર થઈ ચૂક્યા છે. કોરોનાના કહેરને કારણે મુંબઈમાં થતા ટીવી સીરિયલ્સ અને શોના શૂટિંગ પર પણ રિસ્ટ્રીકશન લગાવી દેવામાં આવ્યા છે એવામાં ઘણી સિરિયલનું શૂટિંગ મુંબઈની બહાર કરવામાં આવી રહ્યું છે. એ દરમિયાન એવી ખબર આવી છે કે ઇન્ડિયન આઇડલ 12ના અપકમિંગ એપિસોડમાં સિંગર નેહા કક્કર નહિ દેખાય. આખરે સિંગર શોમાં નહિ દેખાય એ પાછળનું કારણ શું, ચાલો જાણી લઈએ.

image source

ઇન્ડિયન આઇડલ 12ની સૌથી પોપ્યુલર જજ નેહા કક્કર આ શોના અપકમિંગ એપિસોડમાં નહિ દેખાય. નેહાએ એ એપિસોડનું શૂટિંગ નથી કર્યું જે આ વિકેન્ડમાં ટેલિકાસ્ટ થવાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે દિવસે આ એપિસોડને શૂટ કરવામાં આવ્યો હતો, એ દિવસે નેહા કકકરના કેટલાક જરૂરી કમિટમેન્ટ્સ હતા જેને એ હર હાલમાં પુરા કરવા માંગતી હતી.

image source

વાત જાણે એમ છે કે કોવિડ 19ના વધતા જતા કેસના કારણે 1 મે સુધી બધી જ ટેલિવિઝન અને ફિલ્મોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે અને ઇન્ડિયન આઇડલની ટીમે 13 એપ્રિલે પોતાનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. એવામાં બની શકે કે એમને ફરી એ જ એપિસોડની પ્રસારિત કરવો પડે કારણ કે એમની પાસે ફક્ત બે એપિસોડનું જ બેન્ક છે.

image source

જો કે નેહા કક્કર અપકમિંગ એપિસોડમાં ગાયબ થઈ જશે પણ દર્શક જજ વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા સિવાય વિકેન્ડ સ્પેશિયલની ખાસ ગેસ્ટ જયા પ્રદા સાથે આ શોને એન્જોય કરી શકશે. અહીંયા રસપ્રદ વાત તો એ છે કે નેહા કકકરે હાલમાં જ ઇન્ડિયન આઇડલના સેટ પરથી પોતાના એક લુકના કેટલાક ખાસ ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ ફોટામાં નેહા ભૂરા રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને આ ફોટાની સાથે નેહાએ કેપ્સનમાં લખ્યું છે કે “ઇન્ડિયન આઇડલથી મને પ્રેમ છે. સાડી કેવી લાગે છે મારા પર?”

તમને જણાવી દઈએ કે આ વિકેન્ડ ઇન્ડિયન આઇડલ 12માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલીવુડની દિગગજ અભિનેત્રી જયા પ્રદા દેખાશે. આ શોમાં જયા પ્રદા કન્ટેસ્ટન્ટ સન્મુખ પ્રિયા માટે એક સરપ્રાઈઝ લઈને આવે છે. જયાં પ્રદા હોમમેડ રસમ ચાવલ લઈને શોમાં પહોંચે છે. જયાં પ્રદાએ 13 એપ્રિલે ઇન્ડિયન આઇડલ 12 માટે શૂટિંગ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે કોરોના સંકટને જોતા અમુક રિયાલિટી શોને ફરીથી પ્રસારિત કરવામાં આવી શકે છે. જો કે શૂટિંગ પર પાબંદી લગાવ્યા પછી ઘણા ડેઇલી શોપે મુંબઈની બહાર પોતાના શોનું શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો છે એટલે ઘણા શોની આખી ટીમ મુંબઈની બહાર જઈને પોતાના શોનું શૂટિંગ ચાલુ રાખ્યું છે જેથી કોઈપણ સંજોગોમાં કામ ન અટકે અને લોકોનું મનોરંજન થતું રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!