આમ તો સિંધી વાનગીઓ માં સ્પાઈસીનેસ મિડીયમ હોય છે છતાં આ વાનગીના ટેસ્ટ માં એક અલગ જ મજા છે.

“સિંધી કઢી”

સિંધી કઢીઅે સિંધી કઢીની સ્પેશ્યાલીટી છે. જેમાં બલુચિસ્તાન અને પંજાબની છાંટ જોવા મળશે.

કુકીંગ માટે – 30 મિનિટ
સર્વ – 6 જણ

સામગ્રી :

– 8 ટેબલ સ્પુન ચણાનો લોટ,
– 8 ટેબલ સ્પુન તેલ,
– 1 સરગવાની સિંગ,
– 200 ગ્રામ કોલી ફલાવર,
– 2 મિડીયમ બટાટા,
– 8 ભીંડા,
– 8 ગુવાર,
– 1/2 ટેબલ સ્પુન જીરૂ,
– 1/2 ટેબલ સ્પુન રાઈ,
– ચપટી હળદર,
– 1 ટેબલ સ્પુન લાલ મરચી પાવડર,
– મીઠું સ્વાદ મુજબ,
– 2 ટેબલ સ્પુન આમલી પલ્પ,

રીત :

– પેન માં 2 ટેબલ સ્પુન તેલ લઈ ચણાના લોટને શેકો.
– લોટ ગોલ્ડન થવા લાગે ત્યારે તેમાં લાલ મરચી, જીરૂ, રાઈ નાખો.
– 2 કપ પાણી ઉમેરો.
– સરગવાની સિંગના 1 1/2 ઈંચ ના ટુકડા કરી પેનમાં નાખો.
– બટાટાના ટુકડા, કોલી ફલાવર, ગુવાર ના ટુકડા નાખો.
– શાકભાજી થોડી રંધાય એટલે બીજો 1 1/2 કપ પાણીનો ઉમેરો.
– બીજા પેનમાં 2 ટેબલ સ્પુન તેલ લઈ ભીંડાને સાંતળો.
– ભીંડા સોતે થાય એટલે કઢીમાં નાખો.
– બધી જ શાકભાજીઓ બરાબર રંધાય જાય ત્યારે હળદર, મીઠું, આમલી પલ્પ નાખી મિક્સ કરો.
– 2-3 મિનિટ માટે રાંધો અને સિંધી કઢી તૈયાર.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી