દુનિયાનુ એક માત્ર આ રેસ્ટોરન્ટ, જ્યાં બોલવા પર છે પ્રતિબંધ, ઇશારાથી આપવો પડે છે ઓર્ડર, જાણો આ પાછળનો શું છે હેતુ

તમે જાણતા જ હશો કે કસ્ટમરોને આકર્ષવા દુનિયાભરના અનેક રેસ્ટોરન્ટ પોપોતાની રીતે અલગ અલગ થીમ અને બીજાથી કઇંક અલગ સર્વિસ આપતા હોય છે.

image source

ક્યાંક વળી ભૂત બંગલાની થીમ વાળી રેસ્ટોરન્ટ છે તો ક્યાંક વળી હોસ્પિટલ થીમ વાળી રેસ્ટોરન્ટ છે.ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવી જ એક અજબ ગજબ રેસ્ટોરન્ટ વિશે વાત કરવાના છીએ જ્યાં બોલવાની મનાઈ છે અને અહીં આવતા કસ્ટમરોએ ઈશારાથી જ વેઇટરોને જમવાનો ઓર્ડર આપવાનો હોય છે.

આ અજબ ગજબ રેસ્ટોરન્ટ ચીન દેશના એક શહેર ગવાંગ્ઝુમાં આવેલી છે અને રેસ્ટોરન્ટનું નામ એની વિશેષતા અનુસાર જ ” સાયલન્ટ કાફે ” એમ રાખવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટ ચીનમાં આવેલુ એકમાત્ર એવું રેસ્ટોરન્ટ છે જ્યાં એક પણ શબ્દ બોલ્યા વિના જ તમને તમારું પસંદગીનું જમવાનું મળી જાય છે.

image source

જો કે અહીં ફક્ત બોલવાની જ મનાઈ છે ઈશારા કરવાની નહીં. એટલે કે તમારે જે કોઈ પણ ડીશ મંગાવવી હોય તે વેઇટરને મેન્યુ કાર્ડમાં લખેલા નંબર મુજબ ઈશારો કરીને સમજાવવાનું રહે છે. સામે વેઈટર પણ તમને ઈશારા દ્વારા જ જવાબ આપે છે.

જો ઇશારાથી સમજાય તો શું કરવું ?

image source

ઈશારાથી ખાણી પીણી મંગાવવાની વિશેષતા ધરાવતી આ રેસ્ટોરન્ટમાં જો કોઈ કસ્ટમર ઇશારાથી વેઇટરને પોતાનો ઓર્ડર દેવામાં અસફળ રહે તો તેના માટે પણ અહીં સુવિધા આપવામાં આવી છે. એ મુજબ કસ્ટમરના ટેબલ પર મેન્યુ કાર્ડની સાથે આપવામાં આવતા નોટપેડ પર તે પોતાનો ઓર્ડર લખી વેઇટરને આપી શકે છે. એ સિવાય અહીં કસ્ટમર અને રેસ્ટોરન્ટના સ્ટાફ વચ્ચે ડિજિટલ રીતે વાર્તાલાપ પણ કરી શકે છે.

બહેરા લોકોની ભાષા સમજવા પ્રેરિત કરવાનો હેતુ

image source

રેસ્ટોરન્ટમાં આ રીતે સાયલન્ટ લેંગ્વેજમાં વાતચીત કરવા પાછળ લોકો અન્ય ન સાંભળી શકતા હોય તેવા લોકોની ભાષા ઇશારાથી સમજી શકે એ માટેનો હેતુ ધ્યાને લેવામાં આવ્યો છે. આ માટે રેસ્ટોરન્ટની દીવાલો પર સાંકેતિક ચિહ્નો અને ઇન્ડિકેટરો બનાવવામાં આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે રેસ્ટોરન્ટમાં 30 કર્મચારીનો સ્ટાફ છે જે પૈકી 14 કર્મચારીઓ એવા છે જે સાંભળી શકતા નથી. માટે આ લોકોને સામાન્ય લોકો સાથે વાર્તાલાપ કરવાની આદત પડે અને બીજે ક્યાંય પણ નોકરી મેળવવા સક્ષમ બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ