કાંડા પર બાંધવામાં આવતા રક્ષાસૂત્રનું જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

કાંડા પર બાંધવામાં આવતા રક્ષાસૂત્રનું જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

જ્યારે આપણે કોઈપણ પૂજા કરીએ કે યજ્ઞ, અનુષ્ઠાન કરવા બેસીએ ત્યારે બ્રાહ્મણ સૌથી પહેલા કપાળ પર ચાંદલો કરી હાથના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે. આ લાલ રક્ષાસૂત્રને નાડાછડી કહેવાય છે.

આ રક્ષાસૂત્ર શુભ કાર્ય માટે વપરાતું બે અથવા ત્રણ રંગવાળો દોરો હોય છે. તેને બોલચાલની ભાષામાં કૂંભાનાડું પણ કહેવાય છે. આ રક્ષાસૂત્રનો દોરો ધાર્મિક પરંપરા સાથે જોડાયેલો છે.

image source

આ નાડાછડીના દોરાને કાંડા પર બાંધવાનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. તો આજે તમને આ રક્ષાસૂત્રના મહત્વ વિશે અને તેનાથી થતા વિવિધ લાભ જણાવીએ.

હાથમાં કાડાં પર જ્યાં આ લાલ દોરો બાંધવામાં આવે છે. ત્યાં જ આપણી મુખ્ય નસ આવેલી હોય છે. તમે ધ્યાન આપ્યું હશે કે ડોક્ટર પણ હાથના આ જ સ્થાન પરથી નાડી તપાસીને બીમારી માટે દવા આપે છે.

image source

નિષ્ણાંતોના મતાનુસાર આ લાલ દોરો બાંધવાથી આપણા કાંડા પર દબાણ આવે છે. આયુર્વેદના નિયમ અનુસાર આ પ્રેશરથી શરીરના ત્રણ મુખ્ય દોષ એટલે કે વાત, પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે. આ વાત થઈ સ્વાસ્થ્યની હવે જાણીએ ધર્મ સાથે શું છે રક્ષાસૂત્રનો સંબંધ.

નાડાછડી સંબંધિત સામાન્ય માન્યતા એવી છે કે તેને કાંડા પર બાંધવાથી ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ ત્રણેય દેવો અને લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતી દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જેમાં બ્રહ્માજીની કૃપાથી કીર્તિ, વિષ્ણુ ભગવાનની કૃપાથી શક્તિ મળે છે અને શિવજીની કૃપાથી આપણા દુર્ગુણોનો નાશ થાય છે. આવી જ રીતે લક્ષ્મીથી ધન, દેવી પાર્વતી શક્તિ અને સરસ્વતીની કૃપાથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

image source

નાડાછડી બાંધવાથી આ નાડીની ક્રિયા પણ નિયંત્રણમાં રહે છે. શરીરના મહત્વના અંગો સુધી રક્ત પહોંચાડતી નસ કાંડામાંથી પસાર થાય છે. જ્યારે તમે કાંડા પર નાડાછડી બંધાવો છો ત્યારે તેનાથી આ નસની ક્રિયા નિયંત્રિત થાય છે. જેનાથી શરીરની આંતરિક ગરમી, પિત્ત અને કફ જેવી તકલીફોને નિયંત્રણમાં રાખી શકાય છે.

image source

આ રીતે નાડાછડી બાંધવી આપણા સ્વાસ્થ્ય ખૂબ લાભદાયી છે. અન્ય લાભની વાત કરીએ તો નાડાછડી બાંધવાથી બ્લડ પ્રેશર, હૃદય સંબંધી બીમારી, ડાયાબિટીસ અને પેરાલિસીસ જેવી બીમારી થવાનું જોખમ પણ ઘટી જાય છે.

નાડાછડીને, રક્ષાસૂત્ર, કૂંભાનાડૂં ઉપરાંત મૌલી પણ કહેવાય છે. એવી માન્યતા છે કે નાડાછડીમાં દેવી દેવતાઓ અદૃશ્ય રીતે વાસ કરે છે. જે રક્ષાસૂત્ર હાથમાં બાંધે છે તેના જીવનમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને મનુષ્યનું મનોબળ પણ મજબૂત થાય છે.

image source

માન્યતા એવી પણ છે કે નાડાછડી બાંધવાથી આર્થિક સ્થિતિ પણ સુધરે છે. કાંડા પર નાડાછડી બાંધવાથી જીવન પર આવનાર અનેક સંકટોમાં વ્યક્તિની રક્ષા થાય છે. નાડાછડીના લાલ, પીળા અને નારંગી રંગ શુભતા પ્રદાન કરે છે. તેનાથી વ્યક્તિના જીવનમાં શાંતિ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ