તમારી Signatureના પહેલા અક્ષરથી ખુલી જાય છે તમારા અનેક સિક્રેટ, જાણો નહિં તો પાછળથી થશે ઢગલો પસ્તાવો

શું ખરેખર હસ્તાક્ષર પરથી ખુલી જાય છે વ્યક્તિના ડાર્ક secrets ?

જ્યોતિષ શાસ્ત્રમાં આપણા એટલે કે મનુષ્યાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો દર્શાવવામાં આવી છે. તેમાં વ્યક્તિના શરીરથી લઈ શરીર દ્વારા થતી હરકતોને પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં તેના પરથી વ્યક્તિ વિશે જાણવામાં મદદ પણ મળે છે. તેના પરથી જાણી શકાય છે કે વ્યક્તિના દિલમાં કેવા કેવા રહસ્યો છુપાયેલા છે.

image source

જી હાં તમે સાચું વિચારી રહ્યા છો,, આજે તમને આવી જ એક વાત વિશે જાણવા મળશે જે આપણા વ્યક્તિત્વ સાથે જોડાયેલી છે. જો કે આ વાત જાણી તમને નવાઈ જરૂરી લાગશે.

કારણ કે મોટા ભાગના લોકો આ વાતથી અજાણ હોય છે. તો ચાલો તમારી ઉત્સુકતાનો અંત લાવી તમને જણાવીએ જ્યોતિષ શાસ્ત્રના એવા તથ્યો વિશે જેનો સંબંધ આપણે કરેલા હસ્તાક્ષર સાથે હોય છે.

image source

જેમ આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ કામ કે પેપરવર્ક હોય તે સહી વિના પૂરા થઈ શકતા નથી. તેના વિના દરેક આધિકારિક કામ અધુરુ રહી જાય છે. શાળામાં એડમિશનથી લઈ બેન્ક સંબંધિત દરેક કામમાં વ્યક્તિની સહીનું મહત્વ હોય છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ખાસ રીતે સહી કરે છે. સહી કરતી વખતે ધ્યાન પણ રાખવું પડે છે કે તેના હસ્તાક્ષરની કોઈ કોપી ન કરી શકે.

સહી માત્ર માણસની ઓળખ દર્શાવે છે તેની સાથે વ્યક્તિના ભવિષ્ય અને તેના કેટલાક સીક્રેટ્સ વિશે પણ હસ્તાક્ષર જાણકારી આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિની સિગ્નેચર જોઈ તેના વિશે ઘણુ જાણી શકાય છે.

જાણો કેવી રીતે હસ્તાક્ષર પરથી જાણવું વ્યક્તિ વિશે

  • – હસ્તાક્ષરનો પહેલો અક્ષર મોટો હોય તો વ્યક્તિ અદ્ભુત પ્રતિભાનો ધની હોય છે. આવા લોકો કોઈપણ કાર્ય અલગ અંદાજથી પૂર્ણ કરે છે.

    image source
  • – કેટલાક લોકો ઝડપથી અને અસ્પષ્ટ સહી કરે છે. તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેઓ સુખી જીવન જીવી શકતા નથી.
  • – કેટલાક લોકો સહી તોડી, મરોડીને કરે છે અથવા તો ટુકડા ટુકડામાં કે પછી અલગ અલગ ભાગમાં કરે છે. અન્ય શબ્દોમાં કહીએ તો તેમની સહી અસ્પષ્ટ હોય છે તેમનું વ્યક્તિત્વ પણ એવું હોય છે કે તેમને સમજવા મુશ્કેલ હોય છે. આવા લોકો ખૂબ ચાલાક પણ હોય છે.
  • – જે લોકો કલાત્મક અને આકર્ષક સહી કરે છે તે રચનાત્મક સ્વભાવના હોય છે. તેમને કોઈપણ કામ કલાત્મક રીતે કરવું પસંદ હોય છે. આવા લોકો કોઈને કોઈ કાર્યમાં કુશળ હોય છે. આવા લોકોની કામ કરવાની રીતે અન્ય કરતાં એકદમ અલગ હોય છે. આવી સહી કરતાં લોકો મોટા ભાગે પેંટર કે અન્ય ક્ષેત્રના કલાકાર હોય શકે છે.

    image source
  • – કેટલાક લોકોને સહી કર્યા પછી નીચે લાઈન કરવાની આદત હોય છે. આવા લોકોના સ્વભાવમાં અસુરક્ષાનો ભાગ વધારે હોય છે. તેમનામાં આત્મવિશ્વાસ નથી હોતો, તેમના મનમાં હંમેશા શંકા રહે છે. તેમને પૈસા ખર્ચ કરવા પણ પસંદ નથી હોતા. તેઓ સ્વભાવે કંજૂસ હોય છે.
  • – જે લોકો સહીમાં પહેલો અક્ષર મોટો કરી પછી પોતાનું ઉપનામ લખે છે તે અદ્ભુત પ્રતિભાના ધની હોય છે. તેઓ જીવનમાં સુખી અને સમૃદ્ધ હોય છે.
  • – સહીમાં મધ્યમ આકારના અક્ષર લખતા લોકો પોતાનું જીવન પણ એવું જ સરળ અને મધ્યમ જીવે છે. તેઓ દરેક કામને સારી રીતે કરે છે.

    image source
  • – જે લોકો સહી ઉપરથી નીચેની તરફ કરે તેઓ નકારાત્મક વિચારોવાળા હોય છે. જ્યારે જે લોકો નીચેથી ઉપરની તરફ સહી કરે તે આશાવાદી હોય છે.
  • – જે લોકો સહી કરી જાતે જ તેને કાપતા હોય તે લોકો પણ નકારાત્મક વિચારોવાળા હોય છે.
  • – જે લોકો સહી કર્યા પછી તેની પાછળ લાંબી લાઈન કરતાં હોય તે ઊર્જાવાન હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ