તમારી સહી ઉપરથી લોકો તમને ઓળખી કાઢે છે…જાણો કઈ રીતે !

શું તમારી સહી વાંકી ચુકી છે? શું તમારી સહીના અક્ષરો નાના છે? શું તમારી સહીનો આકાર બહુ વિચિત્ર છે? વાંચો આ આર્ટીકલ…

૧. સહી કરવાની જગ્યા

તમને કોઈ કોરું કાગળ આપવામાં આવે ત્યારે તમે સહી ક્યાં કરો છો તે ઉપરથી લોકો તમારી વિચારસરણી પારખી શકે છે. ઉદાહરણ તરીકે જે લોકો ભવિષ્યનો વિચાર કરીને આગળ ચાલતા હોય છે તેઓ મોટેભાગે પેજની જમણી બાજુએ સહી કરે છે. જે લોકો પેજની વચ્ચે સહી કરે છે તેઓ પોતાની મહત્વતા વધારવા માંગે છે અને જો કોઈ પેજની ડાબી બાજુએ સહી કરે તો તે વ્યક્તિ પોતાના ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓ વિશે ખુબ જ વિચારે છે.

૨. સહીની સાઈઝ

સ્વભાવે શરમાળ અને શાંત લોકો એકદમ નાના અક્ષરોમાં તેમની સહી કરે છે જયારે જે લોકોમાં ઉત્સાહ વધારે હોય તેમજ વધારે બોલતા હોય તેઓની સહી મોટી હોય છે. આ ઉપરાંત, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં અનુકુળ થઈ જનારા લોકોની સહીના અક્ષરો મીડીયમ હોય છે.

૩. પ્રેશર

કેટલાક લોકોને એકદમ ભારપૂર્વક સહી કરવાની ટેવ હોય છે જે સૂચવે છે કે તેઓ સીરીયસ પ્રકારના વ્યક્તિ છે. પરંતુ જે લોકો હળવાશથી એકદમ હલકા હાથે સહી કરે છે તેઓ ખુબ જ સંવેદનશીલ વ્યક્તિ છે.

૪. સહીનો આકાર

આ કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિ પોતાની સહીમાં ગોળ ગોળ અક્ષરો રાખે છે તેઓનું મગજ એકદમ ક્રિએટિવ અને કલાકાર પ્રકારનું હોય છે. જયારે સીધા અને પોઈન્ટ પ્રકારના અક્ષરો હોશિયાર, સ્માર્ટ અને ઉત્તેજિત વ્યક્તિત્વનું સૂચન કરે છે.

૫. સહીની દિશા

આ પોઈન્ટ તમે આરામથી ઓબ્સર્વ કરી શકો છો. જે વ્યક્તિની સહી, ડાબેથી જમણી તરફ જતી હોય તેઓ સ્વભાવે એકદમ ફ્રેન્ડલી અને સામજિક હોય છે. પરંતુ જેની સહી જમણેથી ડાબી બાજુ જતી હોય, તેઓ એકદમ શાંત હોય છે અને બધાથી દુર રહેવાનું વધારે પસંદ કરતા હોય છે.

જો અમે તમને ઓળખવામાં સફળ રહ્યા હોઈએ, તો કમેન્ટમાં લખી દેજો ‘જલ્સા કરોને જેન્તીલાલ